Bhakti: શું તમે જોયું શ્રીરામજીનું માયા લગાવતું ‘કાલારામ’ સ્વરૂપ ? વાંચો 600 વર્ષનો મંદિર સાથેનો ઈતિહાસ

અમદાવાદમાં બિરાજમાન કાલારામજીના મૂર્તિ રૂપના એકવાર જે પ્રત્યક્ષ દર્શન કરી લે છે, તેને પ્રભુના મુખડાની માયા લાગી જાય છે. પછી તો ભક્ત વારંવાર સહજપણે જ ઘેલું લગાવતી રામજીની પ્રતિમાના દર્શને ખેંચાઈ આવે છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Jul 15, 2021 | 3:34 PM
શ્રીરામજી મર્યાદાપુરુષોત્તમ તરીકે પૂજાય છે અને એટલે જ તેમના દર્શન કરતા શ્રદ્ધાળુઓ નતમસ્તક થઈ જાય છે. પણ, ‘કાલારામ' એ શ્રીરામજીનું એવું સ્વરૂપ કે જેને જોતાં જ ભક્તોને આ રૂપની માયા લાગી જાય છે. અને ભક્તો અપલક નયને પ્રભુને તાક્યા જ કરે છે.

1 / 8
અમદાવાદના રીલીફ રોડ પર હાજાપટેલની પોળ આવેલી છે. આ પોળમાં જ કાલારામજીનું મંદિર આવેલું છે. કાલારામજીનું મંદિર તેની સ્થાપત્યશૈલી અને ભવ્ય વારસા માટે પ્રસિદ્ધ છે. 600 વર્ષ પ્રાચીન આ સ્થાનક પેશ્વાકાલીન મનાય છે. અને તેની સ્થાપત્યને લીધે જ તે વર્લ્ડ હેરીટેજ સાઈટમાં પણ સ્થાન પામ્યું છે.

2 / 8
અહીં ગર્ભગૃહ મધ્યે શ્રીરામ તેમના પત્ની દેવી સીતા અને ભાઈ લક્ષ્મણજી સાથે જ વિદ્યમાન છે. પરંતુ, અન્ય સ્થાનકોથી ભિન્ન અહીં ત્રણેવના રૂપ અત્યંત નોખા છે. સીતાજીની પ્રતિમા શ્વેતવર્ણી છે. જ્યારે લક્ષ્મણજી ધનુષબાણ સાથે ઉભેલી મુદ્રામાં દૃશ્યમાન છે. તો, પદ્માસનમાં બિરાજમાન શ્રીરામજીનો એક હાથ ઉપરની તરફ ઉઠેલો છે.

3 / 8
પદ્માસનમાં બિરાજમાન શ્રીરામજી વાસ્તવમાં અહીં ત્રિકાળ સંધ્યા કરી રહ્યા છે. કહે છે કે પ્રભુના આવાં દુર્લભ રૂપના દર્શન બીજે ક્યાંય નથી થતા ! તો, શ્રીરામચંદ્રજીની પૂજામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે લક્ષ્મણજી ધનુષ-બાણ સાથે તેમની રખેવાળી કરી રહ્યા છે. તો બીજી તરફ સીતાજી પતિની સેવામાં રત છે. કે જેથી રામચંદ્રજીની પૂજા સરળતાથી પાર પડે.

4 / 8
કહે છે કે જે કાલારામજીના આ મૂર્તિ રૂપના એકવાર પ્રત્યક્ષ દર્શન કરી લે છે, તેને તો આ મુખડાની માયા લાગી જાય છે. પછી તો ભક્ત વારંવાર સહજપણે જ આ ઘેલું લગાવતી પ્રતિમાના દર્શને ખેંચાઈ આવે છે. ત્રિકાળ સંધ્યામાં હોઈ શ્રીરામનું આ રૂપ અત્યંત સાત્વિક, શાંત અને કૃપાળુ ભાસે છે. કે જેના દર્શનથી ભક્તોને પણ પરમશાંતિનો અહેસાસ થાય છે.

5 / 8
સુદ પક્ષની નોમ હોય કે વદ પક્ષની નોમ હોય, ‘નવમી’ તિથિએ કાલારામજીના દર્શનનો મહિમા છે. તો રામનવમીના અવસરે પદ્માસનમાં વિદ્યમાન રામજીના આ રૂપના દર્શનની સવિશેષ મહત્તા છે. કહે છે કે રામનવમીના રોજ તો ‘કાલારામજી’નું રૂપ જાણે કંઈક ઓર જ ખીલી ઉઠે છે !
રામ જન્મોત્સવ ઉપરાંત દિવાળી, બેસતુ વર્ષ, અખાત્રીજ અને સીતાવિવાહ જેવાં અવસરો પણ અહીં ઉત્સાહથી ઉજવાય છે.

સુદ પક્ષની નોમ હોય કે વદ પક્ષની નોમ હોય, ‘નવમી’ તિથિએ કાલારામજીના દર્શનનો મહિમા છે. તો રામનવમીના અવસરે પદ્માસનમાં વિદ્યમાન રામજીના આ રૂપના દર્શનની સવિશેષ મહત્તા છે. કહે છે કે રામનવમીના રોજ તો ‘કાલારામજી’નું રૂપ જાણે કંઈક ઓર જ ખીલી ઉઠે છે ! રામ જન્મોત્સવ ઉપરાંત દિવાળી, બેસતુ વર્ષ, અખાત્રીજ અને સીતાવિવાહ જેવાં અવસરો પણ અહીં ઉત્સાહથી ઉજવાય છે.

6 / 8
સ્થાનકમાં જેટલો મહિમા કાલારામજીના દિવ્ય રૂપના દર્શનનો છે, તેટલો જ મહિમા શ્રીરામજીના બાળરૂપને લાડ લડાવવાનો પણ છે. ભક્તો અહીં શ્રીરામજીના બાળરૂપને પારણે ઝૂલાવે છે. માન્યતા એવી છે કે બાળરામનું આ પારણું ઝૂલાવવાથી પ્રભુ પ્રસન્ન થાય છે અને નિ:સંતાનને સંતાનની પ્રાપ્તિ કરાવે છે. સૌની ખાલી ઝોળીને ખુશીઓથી ભરનારા મનાય છે કાલારામ

7 / 8
મંદિરમાં વૈષ્ણવ પરંપરા અનુસાર રામજીની સેવા થાય છે. ભગવાનને રમવા અહીં ચોપાટ પણ મૂકાયેલી છે. શિખરબદ્ધ રામમંદિરોથી ભિન્ન કાલારામજીનું મંદિર હવેલીશૈલીનું ભાસે છે. અહીં નિત્ય પ્રભુને પાંચ આરતી અને ભોગ લાગે છે. કાલારામજી એટલે તો શ્રીહરિનું એ સ્વરૂપ કે જેના દર્શન માત્રથી જ શ્રદ્ધાળુઓ પરમસૌભાગ્યની અનુભૂતિ કરે છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">