AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરવ ગાંગુલીએ પોતાનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી કેમ ન ઉજવ્યો? ક્યાં છે તેમની દીકરી સના?

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પોતાનો જન્મદિવસ એકદમ સાદાઈથી ઘર કેક કાપીને ઉજવ્યો હતો. આ વર્ષે ગાંગુલીએ જન્મદિવસની ઉજવણી ધામધૂમથી ન કરી. ગાંગુલીએ પોતે જ તેની પાછળનું મુખ્ય કારણ સમજાવ્યું.

| Updated on: Jul 08, 2026 | 10:00 PM
Share
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન અને "પ્રિન્સ ઓફ કોલકાતા" સૌરવ ગાંગુલીએ આજે પોતાનો 54 મો જન્મદિવસ ઉજવ્યો હતો. જોકે, આ વખતે તેમણે જન્મદિવસ ખૂબ ધામધૂમથી નહીં, પણ કોલકાતામાં પોતાના ઘરે કેક કાપી સાદાઈથી ઉજવણી કરી હતી.

1 / 5
સૌરવ ગાંગુલીએ પોતે આ સાદાઈથી જન્મદિવસની ઉજવણી પાછળનું ઈમોશનલ કારણ જણાવ્યું. તેમણે સમજાવ્યું કે આ વર્ષે ધામધૂમથી ઉજવણી ન થવાનું કારણ તેમની પ્રિય પુત્રી સના ગાંગુલીની ગેરહાજરી હતી.

2 / 5
સના હાલમાં ભારતથી દૂર સ્પેનના બાર્સેલોનામાં છે. ગાંગુલીએ કહ્યું કે જ્યારે તેની પુત્રી ઘરે હોય છે, ત્યારે વાતાવરણ વધુ ઉત્સવપૂર્ણ અને પાર્ટી જેવું બની જાય છે. સના બાર્સેલોનામાં છે અને અમે વીડિયો કોલ પર વાત કરી રહ્યા છીએ. જ્યારે તે આસપાસ હોય છે, ત્યારે સામાન્ય રીતે મોટી ઉજવણી થાય છે. નહિંતર ઘરે ઉજવણી સરળ હોય છે."

3 / 5
સના આ ખાસ દિવસે તેના પિતા સાથે હાજર ન હતી, જોકે ગાંગુલીએ મધ્યરાત્રિએ કેક કાપી ત્યારે સના વીડિયો કોલ દ્વારા તેમની સાથે જોડાઈ અને ગાંગુલીએ પુત્રી સાથે જન્મદિવસની ઉજવણીનો આનંદ શેર કર્યો હતો.

4 / 5
સોશિયલ મીડિયા અને ફોન પર મળેલા અભિનંદન અંગે ગાંગુલીએ કહ્યું, "આજ સવારથી, અસંખ્ય લોકોએ મારો સંપર્ક કર્યો છે અને ફોન કોલ્સ, મેસેજ અને ટ્વીટ્સ દ્વારા મને અભિનંદન આપ્યા છે. હું તે બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું જેમણે મને આટલો પ્રેમ અને આદર આપ્યો છે." (PC: Instagram)

5 / 5

IND vs ENG: સંજુ સેમસનની વાપસી નિશ્ચિત? ચોથી T20માંથી બહાર થશે આ સ્ટાર ખેલાડી!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">