AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘા પ્રીમિયમ પેટ્રોલમાં ઇથેનોલ હોય છે કે નહીં ? દેશની મોટી ઓઇલ કંપનીઓએ કર્યો મોટો ખુલાસો, જુઓ અસલી વિગત

ઇન્ડિયન ઓઇલ, એચપીસીએલ અને શેલ જેવી કંપનીઓના XP 100 કે પાવર જેવા મોંઘા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ ભળે છે તેનો ચોંકાવનારો રીપોર્ટ.

| Updated on: Jul 08, 2026 | 6:21 PM
Share
દેશભરમાં E20 પેટ્રોલનો વપરાશ વધ્યા પછી વાહન ચાલકોમાં એ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કે અલગ-અલગ કંપનીઓ જે મોંઘું પ્રીમિયમ પેટ્રોલ વેચે છે, શું તેમાં ઇથેનોલ નથી હોતું? ખાસ કરીને વર્ષ 2023 પહેલાંની જૂની ગાડીઓ ધરાવતા લોકો એવું માની રહ્યા છે કે મોંઘા પેટ્રોલમાં ઇથેનોલ ઓછું હોય છે, જેથી એન્જિન સુરક્ષિત રહે. પ્રીમિયમ પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં ઘણું મોંઘું હોય છે, પરંતુ શું તેના માટે વધુ પૈસા ચૂકવવા ફાયદાકારક છે? દેશની ટોચની સરકારી અને પ્રાઈવેટ ઓઈલ કંપનીઓના સત્તાવાર જવાબોના આધારે આ તેલ પાછળનો અસલી ખેલ સામે આવ્યો છે.

1 / 5
ઇન્ડિયન ઓઇલ અને એચપીસીએલના પ્રીમિયમ પેટ્રોલમાં કેટલું ઇથેનોલ છે?: દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ (IOCL) સામાન્ય પેટ્રોલ ઉપરાંત XP95 અને XP100 નામે પ્રીમિયમ પેટ્રોલ વેચે છે. કંપનીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમના સૌથી મોંઘા XP100 પેટ્રોલમાં 10 ટકા, XP95 માં 10 થી 12 ટકા અને સામાન્ય પેટ્રોલમાં રાજ્ય મુજબ 10 થી 20 ટકા ઇથેનોલ હોય છે.

2 / 5
જોકે, એક આરટીઆઈ (RTI) અને ઓટોકારના લેબ ટેસ્ટ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે XP100 માં લગભગ 0 ટકા ઇથેનોલ હોય છે. બીજી તરફ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના જણાવ્યા મુજબ તેમના સામાન્ય પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ હોય છે, જ્યારે પ્રીમિયમ ગ્રેડના પાવર 95 માં 15 ટકા, પાવર 99 માં 11 ટકા અને સૌથી પ્રીમિયમ પાવર 100 માં પણ ઓછામાં ઓછું 4.5 ટકા ઇથેનોલ મિશ્રિત કરવામાં આવે છે. એટલે કે એચપીસીએલના સૌથી મોંઘા પેટ્રોલમાં પણ ઇથેનોલથી પૂરી મુક્તિ મળતી નથી.

3 / 5
બીપીસીએલ, શેલ અને જિયો બીપીનું શું છે ગણિત?: ભારત પેટ્રોલિયમ (BPCL) સ્પીડ અને સ્પીડ100 નામે પ્રીમિયમ ફ્યુઅલ વેચે છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમનું સામાન્ય RON 91 પેટ્રોલ E12 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેમાં મહત્તમ 12 ટકા ઇથેનોલ હોય છે અને RON 97 પેટ્રોલ E20 વેરિઅન્ટમાં છે, જેમાં મહત્તમ 20 ટકા ઇથેનોલ હોય છે.

4 / 5
પ્રાઈવેટ કંપની શેલ ઇન્ડિયા (Shell) ના સત્તાવાર નિવેદન મુજબ, તેમના સામાન્ય પેટ્રોલ અને પ્રીમિયમ વી-પાવર (Shell V-Power) બંનેમાં ઇથેનોલનું પ્રમાણ એકસરખું જ (મહત્તમ 20 ટકા) હોય છે, બસ પ્રીમિયમ પેટ્રોલમાં એન્જિન સાફ રાખતા ખાસ કેમિકલ્સ ઉમેરાય છે. જિયો બીપી (Jio BP) એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે દેશભરમાં માત્ર એક જ પ્રકારનું પેટ્રોલ વેરિઅન્ટ વેચે છે જેમાં નિયમ મુજબ પૂરેપૂરું 20 ટકા ઇથેનોલ (E20) ભળેલું હોય છે. ટૂંકમાં, મોંઘું પેટ્રોલ ખરીદવાથી ઇથેનોલથી સંપૂર્ણ મુક્તિ મળતી નથી, માત્ર તેનું પ્રમાણ થોડું અલગ હોઈ શકે છે.

5 / 5

શું તમારી ગાડીમાં E20 પેટ્રોલ ચાલશે ? પેટ્રોલ પંપ પર જતાં પહેલાં આ 4 રીતોથી ઓનલાઇન કે ઓફલાઇન કરો ચેક

Follow Us
g clip-path="url(#clip0_868_265)">