AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું ₹6.6 લાખે પહોંચશે ? Gold માં તમામ રેકોર્ડ તૂટવાના સંકેત, આ નવી ભવિષ્યવાણીથી રોકાણકારો ચોંક્યા

સોનામાં રોકાણ કરનારાઓ અને સામાન્ય ગ્રાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નિષ્ણાતો દ્વારા સોનાના ભાવને લઈને એક એવી ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે, જેણે આખા બજારમાં હલચલ મચાવી દીધી છે.

| Updated on: Jul 08, 2026 | 6:45 PM
Share
સોનામાં રોકાણ કરનારાઓ માટે એક ખૂબ જ મોટી આગાહી સામે આવી છે. વેસ્ટ પોઇન્ટ ગોલ્ડના સીઇઓ ડેરેક મેકફર્સનનું માનવું છે કે, આગામી કેટલાક વર્ષોમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ $6,000 સુધી પહોંચી શકે છે. આ સાથે જ પોતાની પીક (સર્વોચ્ચ સપાટી) પર તે $8,000 એટલે કે અંદાજે 6.6 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામના આંકડાને પણ સ્પર્શી શકે છે.

1 / 6
મેકફર્સનના જણાવ્યા અનુસાર, સોનાના ભાવને રેકોર્ડ ઊંચાઈ પર લઈ જનારા લોન્ગ-ટર્મ ફેક્ટર્સ (લાંબાગાળાના પરિબળો) બજારમાં મજબૂતાઈથી ટકેલા છે. તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં જોવા મળેલો નજીવો ઘટાડો માત્ર એક વિરામ છે, તેજીના ટ્રેન્ડમાં પલટો નથી. સીઇઓ ડેરેક મેકફર્સને તે મુખ્ય કારણોનો ખુલાસો કર્યો છે, જે સોનાને આ ઐતિહાસિક સ્તર પર લઈ જશે.

2 / 6
વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત યુએસ ડોલર પર પોતાની નિર્ભરતા ઓછી કરી રહી છે અને વિકલ્પ તરીકે મોટા પ્રમાણમાં સોનું ખરીદીને પોતાનું રિઝર્વ વધારી રહી છે. વૈશ્વિક સ્તરે સરકાર સતત આક્રમક રીતે ખર્ચ કરી રહી છે, જેનાથી ફાઇનાન્સિયલ સિસ્ટમમાં લિક્વિડિટી એટલે કે રોકડનો પ્રવાહ વધી રહ્યો છે. મોંઘવારી અને લિક્વિડિટી હંમેશા સોનાને મજબૂત કરે છે.

3 / 6
જીઓ-પોલિટિકલ અને આર્થિક અનિશ્ચિતતાના આ સમયગાળામાં સોનું હંમેશાથી સૌથી સુરક્ષિત એસેટ રહ્યું છે અને આગળ પણ રહેશે. મેકફર્સનનું કહેવું છે કે, સોનાના ઊંચા ભાવનો સીધો ફાયદો સોનું ખનન કરતી (માઇનિંગ) કંપનીઓને મળશે. જો કે, માઇનિંગ કંપનીઓનો કેશ ફ્લો વધ્યો છે અને શેરોમાં તેજી આવી છે પરંતુ તેમનું વેલ્યુએશન હજુ પણ ઘણું આકર્ષક છે.

4 / 6
મોટી કંપનીઓ પાસે ભારે માત્રામાં કેશ ઉપલબ્ધ છે, જેનાથી આ સેક્ટરમાં કંપનીઓના અંદરોઅંદર વિલીનીકરણ (મર્જર) અને અધિગ્રહણ (એક્વિઝિશન) ની ગતિ ઝડપી બનશે. સારા પ્રોજેક્ટ્સ ધરાવતી નાની કંપનીઓ મોટી કંપનીઓના નિશાના પર રહેશે.

5 / 6
કુલ મળીને નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે, ભલે સોનું હાલમાં $4,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હોય, જે માઇનિંગ કંપનીઓ માટે સારું છે પરંતુ વાસ્તવિક લાંબાગાળાની કિંમત માત્ર ગુણવત્તાસભર પ્રોજેક્ટ્સમાંથી જ આવશે. ટૂંકમાં જેમ-જેમ ગોલ્ડ સાયકલ મેચ્યોર થશે, તેમ-તેમ મજબૂત એસેટ્સ ધરાવતી કંપનીઓ રોકાણકારોને માલામાલ કરી દેશે.

6 / 6

શું સોના-ચાંદીની ખરીદી કરવાનો આ યોગ્ય સમય છે ? આગામી દિવસોમાં કિંમતો ‘વધશે’ કે ‘ઘટશે’? એક્સપર્ટે આપી ‘મોટી ચેતવણી’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">