પાંચમી T20 મેચ પહેલા બંને ટીમના LIVE Betting રેટ આવ્યા સામે, જાણો કોણ છે જીતવા માટે ફેવરિટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની પાંચમી અને અંતિમ મેચ બેંગલુરુમાં રમાશે. ભારત પહેલા જ આઅ સીરિઝ જીતે ચૂક્યું છે, એવામાં આજની મેચ જીતવા માટે પણ ભારત ફેવરિટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પણ ભારતને ઝટકો આપવા સક્ષમ છે. મેચ શરૂ થવાના બે કલાક પહેલા બંને ટીમના બેટિંગ રેટ સામે આવ્યા છે. જેમાં જાણો કોણ જીતવા માટે દાવેદાર છે.

વર્લ્ડ કપ બાદ તુરંત શરૂ થયેલ ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાઆ ભારત પર ચારે પડશે આવી લાગી રહ્યું હતું પરંતુ પરિણામ આ ધારણાથી ઊલટું આવતા ભારતે સીરિઝ પર કબજો કર્યો હતો, સાથે જ LIVE Betting રેટમાં પણ મોટો પરિવર્તન આવ્યો હતો.

પહેલી બે મેચમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયા માટે ત્રીજી મેચમાં જોરદાર કમબેક કરી જીર મેળવતા બેટિંગ રેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા, જોકે ચોથી મેચમાં ફરી ઓસ્ટ્રેલિયા પાણીમાં બેસી જતાં ફરી ભારત સટ્ટા બજારમાં જીત માટે ફેવરિટ બની ગયું હતું.

અંતિમ બોલ સુધી ચાલેલી ત્રીજી T20 મેચમાં અંતિમ બોલ સુધી LIVE Betting રેટમાં સતત ફેરફાર જોવા મળ્યા હતા. જે બાદ ચોથી મેચમાં પણ રેટિંગમાં ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા છતાં ભારતનો રેટ આખી મેચ દરમિયાન સતત ઓછો રહ્યો હતો અને અંતે એમ જ થયું હતું. ભારતે ચોથી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હવે પાંચમી મેચ રવિવારે બેંગલુરુમાં રમાશે. આ મેચ પણ રોમાંચક બનશે તેવી શક્યતા છે, છતાં મેચ જીતવા માટે સટ્ટા બજારમાં ટીમ ઈન્ડિયા ફેવરિટ છે. જેનું મુખ્ય કારણ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી છે. મેક્સવેલ,સ્મિથ, વોર્નર, સ્ટાર્ક, કમિન્સ જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા સાવ નબળી ટીમ લાગી રહી છે. પાંચમી અને અંતિમ મેચમાં પણ ભારત ઓસ્ટ્રેલિયાઆ પર ભારે પડશે એવું લાગી રહ્યું છે.

પાંચમી T20 મેચ શરૂ થવાના 2 કલાક પહેલા બંને ટીમના LIVE Betting રેટ સામે આવી ચૂક્યા છે, જેમાં ભારતનો રેટ 1.52 અને ઓસ્ટ્રેલિયાનો રેટ 2.62 ની આસપાસ ચાલી રહ્યો છે. જેનો એ અર્થ થયો કે ઓસ્ટ્રેલિયા સામે જીતવા માટે ભારત ફેવરિટ છે.
