AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : બગદાણાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

બગદાણા ગામ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં આવેલું યાત્રાધામ દેશ અને વિદેશના ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.

| Updated on: Jul 04, 2025 | 7:46 PM
Share
ઈ.સ. 1906માં ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં એક રામાનન્દી પરિવારમાં હિરદાસજી અને શીવકુંવરબા રહેતા હતા. શીવકુંવરબા જ્યારે ગર્ભવતી હતી, ત્યારે એક વખતે પિયર જતી વખતે રસ્તામાં તેમને પ્રસવની વેદના શરૂ થઈ. નજીકમાં આવેલ ઝાંઝરીયા હનુમાનજીના મંદિરની ઝૂંપડીમાં આસપાસની મહિલાઓએ તેમને શરણ આપ્યું. જ્યારે મંદિરમાં હનુમાનજીની આરતી ચાલી રહી હતી, ત્યારે ભક્તિસભર વાતાવરણમાં એક પુત્રનો જન્મ થયો.  પવિત્ર સંયોગને ધ્યાને લઈને અને તેમના ધાર્મિક પરિવેશ અનુસાર બાળકનું નામ 'ભક્તિરામ' રાખવામાં આવ્યું. બાળપણથી જ ભક્તિરામે માતા-પિતાનાં સંસ્કાર હતા અને તેમના નામમાં જે ભક્તિ છૂપી હતી તે તેમના જીવનમાં સ્પષ્ટપણે દેખાતી હતી.

1 / 8
એક દિવસ વહેલી સવાર સુધી ભક્તિરામ ઊંઘમાં હતા ત્યારે. તેમના માતા શીવકુંવરબા અને પિતા હિરદાસજી તેમને જગાવવા માટે આવ્યા ત્યારે તેમણે એક અનોખુ દ્રશ્ય જોયું,  ભક્તિરામની બાજુમાં એક સાપ શાંતિથી બેઠો હતો, જાણેતે  તેમનો મિત્ર હોય તેમ લાગતું હતું. આ ઘટના જોઈને માતા-પિતાને થયું કે ભક્તિરામ ચોક્કસ શેષનાગના સ્વરૂપ એવા શેષ નારાયણના અવતાર હશે.

2 / 8
નાનપણથી જ ભક્તિરામ ભક્તિ તરફ આકર્ષાયા. ભણવામાં તેમનો રસ ઓછો હતો અને તેથી તેમણે માત્ર દ્વિતીય ધોરણ સુધી અભ્યાસ કર્યો. 11 વરસની ઉંમરે તેઓ ખાખી પંથના સાધુઓની સાથે જોડાયા,જ્યાં તેમણે સીતારામ બાપુને ગુરુ તરીકે માન્યા અને તેમની પાસે દિક્ષા લીધી. ત્યારબાદ તેઓ તપસ્યામાં લીન થઈ ગયા અને અંતર્મુખ યોગસાધનાના માધ્યમથી પરમ તત્ત્વનો અનુભવ કર્યો. જ્યારે તેમને આત્મસાક્ષાત્કાર મળ્યો, ત્યારે તેઓ પોતાના ગુરુ પાસે દક્ષિણા અર્પણ કરવા પહોંચ્યા.

3 / 8
ગુરુ સીતારામ બાપુએ ભક્તિરામમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી લીધી અને ભાવપૂર્વક કહ્યું, “તમે તો પોતે જ ગુરુત્વનું સ્વરૂપ છો. તમારા તરફથી નહીં, પણ મને તમારી માટે કશું આપવાનું છે.” એ સાંભળીને ભક્તિરામ વિનમ્રતાથી બોલ્યા, “જો આપ મને કંઈ આપવા માંગતા હો તો એવું આશીર્વાદ આપો કે મારા હોઠેથી રામનામનું સ્મરણ સતત જળવાય રહે.”આ પ્રેમભર્યા સંવાદથી પ્રસન્ન થઈ સીતારામ બાપુએ તેમને ‘બજરંગી’ નામની ભેટ આપી અને કહ્યું કે, “આ જગત તમને હવે બજરંગદાસ તરીકે ઓળખશે.”ત્યાંથી ભક્તિરામ “બાપા બજરંગદાસ” અને “બાપા સીતારામ” તરીકે લોકપ્રિય બન્યા

4 / 8
ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ બજરંગદાસ બાપાએ સમગ્ર ગુજરાતમાં યાત્રા અને સેવાભાવથી ભરેલું જીવન વિતાવવાનું શરૂ કર્યું. આશરે ઈ.સ. 1941ના સમયગાળામાં તેઓ બગદાણા ગામે પધાર્યા. અહીંની પવિત્ર બગડ નદી, બગડેશ્વર મહાદેવ મંદિર, ઋષિ બગડાલવના નામ પરથી ઓળખાતું કુંડ તથા સમગ્ર પ્રાકૃતિક શાંતિપૂર્ણ વાતાવરણ તેમને આકર્ષ્યું, અને તેમણે યહિં સ્થાયી થવાનો નિર્ણય લીધો.

5 / 8
ઈ.સ. 1951માં તેમણે બગદાણામાં આશ્રમની સ્થાપના કરી અને 1959માં અન્નક્ષેત્ર શરૂ કર્યું, જ્યાં ભક્તોને વિનામૂલ્યે પ્રસાદ અને ભોજન મળતું હતું. ત્યારબાદ મંદિરમાં ભવ્ય શિલ્પકલા સાથે માળખું ઊભું કરાયું, જેમાં ખાસ કરીને આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. બજરંગદાસ બાપાએ 1977માં દેહત્યાગ કર્યો., પરંતુ તેમની ભક્તિ અને સેવા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

6 / 8
બગદાણા ગામે બજરંગદાસ બાપાનો સ્થાપિત કરેલો આશ્રમ આજે એક પવિત્ર યાત્રાધામ રૂપે ઓળખાય છે. શરૂઆતમાં અહીં માત્ર એક ઝૂંપડી હતી, જ્યાં બાપા નિવાસ કરતા હતા. આજે એ સ્થાન પર વિશાળ ગુરૂ આશ્રમ વિકસિત થયો છે, જેને "ગુરુ આશ્રમ" તરીકે ઓળખવામાં આવે છે.

7 / 8
આ આશ્રમમાં દર વર્ષ બે મુખ્ય ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય છે.એક તો પોષ વદ ચોથના દિવસે ઉજવાતી બજરંગદાસ બાપાની પુણ્યતિથિ અને બીજો અષાઢ સુદ પંદર એટલે કે ગુરુ પૂર્ણિમાનો પાવન પ્રસંગ. આ અવસરો પર હજારો ભક્તો બાપાની ભક્તિમાં લીન થઈ આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

8 / 8

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી

આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">