બગદાણા
બગદાણા ગામમાં બજરંગ દાસ બાપાનો આશ્રમ આવેલો છે. અહીં પહેલા તો નાનકડી ઝૂંપડી જ આવેલી હતી. ગુરુ આશ્રમ તરીકે ઓળખાતા બજરંગદાસ બાપાના ધામમાં 24 કલાક ભૂખ્યાઓને ભોજન મળી રહે છે. અહીં બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ પોષ વદ ચોથ અને અષાઠી પૂનમના દિવસ મોટા ઉત્સવ તરીકે ઉજવાય છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. અહીં 87 ગામના લોકો સેવા આપવા માટે આવે છએ. દરરોજ અલગ અલગ ગામનો સેવાનો વારો આવે છે. એક ગામમાંથી 15 થી 20 મહિલાઓ અને પુરુષો પોતાના સ્વખર્ચે આશ્રમના ભોજનાલયમાં સેવા આપવા આવે છે. સવારે 8 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી ભોજન બનાવવા, પીરસવા સહિતની સેવાઓ સ્વયંસેવકો આપે છે. અહીં રોજના 10થી 15 હજાર ભાવિકો, રવિવારના દિવસે 25 થી 30 હજાર ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે. જ્યારે ગુરુ પૂર્ણિમા તેમજ અન્ય ઉત્સવો દરમિયાન 2 થી અઢી લાખ લોકો અહીં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર પ્રસાદનો લાભ લે છે.
History of city name : બગદાણાના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
બગદાણા ગામ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં આવેલું યાત્રાધામ દેશ અને વિદેશના ભક્તોમાં વિશેષ આસ્થા ધરાવે છે.
- Ashvin Patel
- Updated on: Jul 4, 2025
- 7:46 pm