AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બપોરના 1.03 કલાકે એવા તો કયા સમાચાર આવ્યા કે, નિફ્ટીએ યુટર્ન લીધો, 358 પોઈન્ટનો ઉછાળો આવ્યો

અમેરિકાએ ઈરાન સામેનું ઓપરેશન એપિક ફ્યુરી સત્તાવાર રીતે બંધ કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી માર્કો રુબિયોના આ એલાન બાદ વૈશ્વિક તણાવ ઘટતા ભારતીય શેરબજારમાં રોકેટ જેવી તેજી જોવા મળી હતી. યુદ્ધ વિરામના આ સમાચારની સીધી અસર બજાર પર પડી અને રોકાણકારો માલામાલ થયા છે.

Breaking News: બપોરના 1.03 કલાકે એવા તો કયા સમાચાર આવ્યા કે, નિફ્ટીએ યુટર્ન લીધો, 358 પોઈન્ટનો ઉછાળો આવ્યો
Image Credit source: TV9 Network
| Updated on: May 06, 2026 | 3:32 PM
Share

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાન સામે ચાલી રહેલા ઓપરેશન એપિક ફ્યુરીને સંપૂર્ણપણે ખતમ કરવાની જાહેરાત કરી છે. રુબિયોના જણાવ્યા મુજબ અમેરિકા પોતાનો ઈરાદો હાંસલ કરવામાં સફળ રહ્યું છે અને હવે આગળની પ્રક્રિયા શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા કરવામાં આવશે. આ જાહેરાત બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ ઈરાનના લોકોની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી.

શું હતું ઓપરેશન એપિક ફ્યુરી?

અમેરિકાએ 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ઈરાન વિરુદ્ધ આ ઓપરેશનની શરૂઆત કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની સત્તાને નબળી પાડવાનો હતો. આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ ઈઝરાયેલ સાથે મળીને ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યા પણ કરી હતી.

અચાનક યુદ્ધ બંધ કરવાના 2 મોટા કારણો

  • વોર એક્ટ (યુદ્ધ અધિનિયમ): અમેરિકી કોંગ્રેસના નિયમ મુજબ યુદ્ધ શરૂ થયાના 60 દિવસ બાદ સરકારે તેની સ્પષ્ટતા આપવી પડે છે. ટ્રમ્પ સરકાર પર કોંગ્રેસનું સમર્થન મેળવવાનું ભારે દબાણ હતું.
  • મિડટર્મ ઇલેક્શન: આ વર્ષના અંતમાં અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ યોજાવાની છે. જો યુદ્ધ ચાલુ રહે તો ટ્રમ્પની પાર્ટીને નુકસાન થવાની ભીતિ હતી, તેથી વહેલી તકે સમજૂતી સાધવાનો નિર્ણય લેવાયો છે.

શેરબજારમાં કેમ આવ્યો ઉછાળો?

બપોરે અંદાજે 1 વાગ્યાની આસપાસ જ્યારે યુદ્ધ ખતમ થવાના સમાચાર બજારમાં વહેતા થયા ત્યારે નિફ્ટીએ અચાનક યુ-ટર્ન લીધો હતો. વૈશ્વિક બજારોમાં શાંતિની આશા જાગતા રોકાણકારોનો ઉત્સાહ વધ્યો અને નિફ્ટી 1.37 ટકા જેટલો ઉછળી ગયો હતો. ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાની આશા અને સ્થિરતાને કારણે બજારમાં રોકેટ જેવી તેજી જોવા મળી છે.

બજારનો યુ-ટર્ન: ઘટાડો તેજીમાં ફેરવાયો

શેરબજારમાં સવારના સમયે ભારે વેચાણ જોવા મળ્યું હતું અને નિફ્ટી 1.2% જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, બપોરના સમયે અમેરિકાએ ઈરાન સામેનું યુદ્ધ ખતમ કરવાની જાહેરાત કરતા જ બજારમાં જોરદાર રિકવરી આવી હતી. આ સમાચાર વાયુવેગે ફેલાતા નિફ્ટીએ નીચલા સ્તરેથી તેજ ગતિએ યુ-ટર્ન લીધો હતો અને જોતજોતામાં માર્કેટ 1.37% ના ઉછાળો માર્યો છે.

વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હવે કોંગ્રેસ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને ઈરાન સાથે શાંતિના માર્ગે આગળ વધશે.

શું UPI નો ક્રેઝ હવે ઓછો થઈ રહ્યો છે ? 2026 માં પહેલીવાર ટ્રાન્ઝેક્શનના આંકડામાં નોંધાયો ઘટાડો

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">