Refrigerator Fire Risk : તમારા ઘરમાં રહેલું રેફ્રિજરેટર પણ બની શકે છે આગનો ગોળો, તરત સુધારો આ 5 આદતો!
જો રેફ્રિજરેટરનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તે આગનું કારણ બની શકે છે. તે તમારા આખા ઘરને જોખમમાં મૂકી શકે છે. રેફ્રિજરેટરમાં આગ કેવી રીતે અટકાવવી તે જાણો.

રેફ્રિજરેટરને દિવાલની ખૂબ નજીક રાખવું નહીં. આનાથી કોમ્પ્રેસરને ઠંડી હવા લાગતી નહીં જેના કારણે તે વધુ ગરમ થાય છે અને આગ લાગી શકે છે. રેફ્રિજરેટર અને દિવાલ વચ્ચે હંમેશા 5થી 6 ઇંચનું અંતર રાખવું જોઈએ.

રેફ્રિજરેટરને સીધું પ્લગમાં વાપરવાથી અથવા એક્સ્ટેંશન કોર્ડનો ઉપયોગ કરવાથી જોખમ વધી શકે છે. આને ટાળવા માટે હંમેશા વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ.

ધૂળ અને ગ્રીસ (તેલયુક્ત ગંદકી) રેફ્રિજરેટરના સૌથી મોટા દુશ્મનો છે. આ કોઇલ અને કોમ્પ્રેસરને વધુ ગરમ કરી શકે છે. જેનાથી ભાર વધી શકે છે અને આગનું જોખમ વધી શકે છે.

જો તમારું રેફ્રિજરેટર ખરાબ થાય તો લોકલ પાર્ટનો ઉપયોગ કરવો નહીં. હંમેશા બ્રાન્ડેડ, ઓરિજનલ અને સુરક્ષિત પાર્ટનો ઉપયોગ કરવો.

ઘણા લોકો રેફ્રિજરેટરની ભારે વસ્તુઓ મૂકે છે. આનાથી કોઇલ પર દબાણ આવે છે અને વધુ ગરમ થવાનું જોખમ વધી શકે છે.

ફ્રિજને ગેસ સ્ટોવની નજીક રાખવું નહીં આથી ફ્રિજ પર લોડ વધે છે અને ઓવરહિટિંગની સમસ્યા થઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, AC ચલાવવાથી વીજળીનું બિલ વધારે આવી રહ્યું છે? તો આ 7 સ્માર્ટ રીતથી બિલ આવશે ઓછું
