AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં નવા 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મોદી કેબિનેટની મંજૂરી, વાડીનારમાં શિપ રિપેર સુવિધા વિકાસાવાશે

ગુજરાતમાં નવા 2 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મોદી કેબિનેટની મંજૂરી, વાડીનારમાં શિપ રિપેર સુવિધા વિકાસાવાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2026 | 7:58 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટે, સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ, ગુજરાતમાં બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. એટલું જ નહીં, મોદી કેબિનેટે, ગુજરાતના વાડીનાર બંદર ખાતે શીપ રિપેર સુવિધા વિકસાવવા માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) બન્ને ભેગા મળીને વાડીનારમાં સુવિધા વિકાસવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટે, સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ, ગુજરાતમાં બે નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. દેશનો પ્રથમ કોમર્શિયલ મીની અને માઈક્રો-LED ડિસ્પ્લે પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટ GaN (ગેલિયમ નાઇટ્રાઇડ) ટેકનોલોજી પર આધારિત હશે. વધુમાં, એક સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ પણ સ્થાપિત કરવામાં આવશે. બંને પ્રોજેક્ટ થકી ગુજરાતમાં કુલ ₹3,936 કરોડનું મૂડીરોકાણ થવાની સંભાવના છે. આ બે પ્લાન્ટને કારણે અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીનું સર્જન થવાની પણ ધારણા સેવાઈ રહી છે.

ગુજરાતના વાડીનારમાં અત્યાધુનિક શિપ રિપેર સુવિધાને કેબિનેટે મંજૂરી આપી. કુલ રોકાણ: ₹1,570 કરોડ થશે. પ્રોજેક્ટ અમલીકરણ કરતી એજન્સીઓમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA), કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) સંયુકત જવાબદારી રહેશે. બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવશે. 650-મીટર લાંબી જેટી બનાવવામાં આવશે. 2 મોટા તરતા ડ્રાય ડોક્સ પણ બનાવાશે. વર્કશોપ અને અન્ય દરિયાઈ માળખાગત સુવિધાઓ વિકાસવવામાં આવશે. વાડીનારનો કુદરતી ડીપ ડ્રાફ્ટનો ફાયદો મળી રહેશે. મુખ્ય શિપિંગ રૂટ સાથે ઉત્તમ કનેક્ટિવિટી પણ જળવાઈ રહેશે. મુન્દ્રા અને કંડલા બંદરોની નજીક હોવાથી મોટા અને વિદેશી જહાજોના સમારકામ માટે યોગ્ય સ્થળ લેખાશે.

આર્થિક અને રોજગાર ક્ષેત્રે અસર જોવા મળશે. ખાસ કરીને આ ક્ષેત્રના યુવાનોમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન મળી રહેશે. પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન પણ થશે. આ ઉપરાંત આસપાસના MSME અને દરિયાઈ સેવા ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. એકંદરે, આ પ્રોજેક્ટ ભારતના જહાજ રિપેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

Breaking News : અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે, અમારી લડાઈ ભાજપ સામે નહીં ચૂંટણી પંચ સામે હતી, સત્ય શોધક સમિતિ રચવા મમતાની જાહેરાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">