બંગાળ સરકારના નામે સુરતના વેપારીને લગાવ્યો 7 કરોડનો ચૂનો: ₹35 કરોડનું નકલી ટેન્ડર બતાવી ખંખેર્યું કમિશન
પશ્ચિમ બંગાળની સરકારી શાળાઓમાં યુનિફોર્મ અને શૂઝ સપ્લાય કરવાના બહાને સુરતના એક વેપારી સાથે ₹7 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ઠગબાજોએ ₹35 કરોડનું નકલી વર્ક ઓર્ડર બતાવી વેપારી પાસેથી કમિશન પડાવી લીધું હતું. સુરત ઇકો સેલ પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના એક વેપારીને પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ, યુનિફોર્મ અને બેગ સપ્લાય કરવાનો મોટો વર્ક ઓર્ડર અપાવવાની લાલચ આપીને કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે. ઠગબાજોએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે પશ્ચિમ બંગાળ સરકારના નામે નકલી દસ્તાવેજો અને ટેન્ડરનો ઉપયોગ કર્યો હતો.
કેવી રીતે આચરવામાં આવી ઠગાઈ?
આરોપીઓએ સોશિયલ મીડિયા દ્વારા વેપારીનો સંપર્ક કર્યો અને અંદાજે ₹36 કરોડનો શૂઝ સપ્લાય કરવાનો નકલી વર્ક ઓર્ડર મોકલી આપ્યો હતો. આ ઓર્ડર પેટે આરોપીઓએ ફરિયાદી પાસેથી કમિશન અને અન્ય ખર્ચના નામે ₹7 કરોડ પડાવી લીધા હતા. વેપારીએ જ્યારે પશ્ચિમ બંગાળ જઈને તપાસ કરી ત્યારે ખબર પડી કે સરકાર તરફથી આવો કોઈ જ ઓર્ડર કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું નથી.
સુરત ઇકો સેલની કાર્યવાહી
વેપારીની ફરિયાદ બાદ સુરત ઇકો સેલ પોલીસે તપાસ શરૂ કરી અને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પકડાયેલા આરોપીઓ પૈકી એક અગાઉ મહાનગરપાલિકામાં પણ કાર્યરત હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને નકલી દસ્તાવેજોના આધારે વેપારીને ગેરમાર્ગે દોર્યો હતો.
તપાસનો ધમધમાટ
હાલમાં પોલીસ આ ગુનામાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ અને અગાઉ આ ટોળકીએ અન્ય કેટલા વેપારીઓને નિશાન બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
સાયબર માફિયાઓએ સરકારી અધિકારીઓને પણ ન છોડ્યા ! PGVCL ના MD ના નામે ફેક મેસેજ કરી ખંખેર્યા 45 લાખ
સુરત: પશ્ચિમ બંગાળના નામે વેપારી સાથે 7 કરોડની ઠગાઈ, બેની ધરપકડ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
