AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર મહિને ₹5,000ની SIP કે એકસાથે ₹1 લાખનું રોકાણ, કયો વિકલ્પ છે ‘બેસ્ટ’?

રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતી વખતે રોકાણકારોના મનમાં સૌથી મોટો અને મૂંઝવણભર્યો પ્રશ્ન એ જ હોય છે કે, 'રોકાણ' કઈ રીતે કરવું? દર મહિને થોડી-થોડી રકમ SIP દ્વારા જમા કરવી કે એકસાથે મોટી રકમ (લમ્પસમ) ઇન્વેસ્ટ કરવી?

| Updated on: May 23, 2026 | 5:54 PM
Share
રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે, રોકાણ કેવી રીતે કરવું? દર મહિને થોડી-થોડી રકમ SIPમાં લગાવવી કે એકસાથે મોટી રકમ (લમ્પસમ) રોકાણ કરવી? હવે જો તમે 30 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરો છો, તો સાચી પદ્ધતિ પસંદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઉદાહરણ તરીકે, દર મહિને ₹5,000ની SIP અને એકવાર ₹1 લાખનું લમ્પસમ રોકાણ, આ બંનેમાંથી 30 વર્ષમાં રિટાયરમેન્ટ પર કોણ તમને કરોડપતિ બનાવશે, તે સમજવું ખૂબ જ જરૂરી છે.

1 / 6
જો તમે 30 વર્ષની ઉંમરે દર મહિને ₹5,000ની SIP શરૂ કરો છો અને 12% વાર્ષિક રિટર્ન ગણીએ, તો 30 વર્ષના સમયગાળામાં તમારી કુલ જમા રાશિ ₹18,00,000 થશે. આ રોકાણ પર કમ્પાઉન્ડિંગના પાવરથી તમને આશરે ₹1,58,49,569નો માતબર નફો મળી શકે છે. આમ, 30 વર્ષ પછી તમારા ફંડની કુલ કિંમત (Future Value) વધીને ₹1,76,49,569 એટલે કે અંદાજે ₹1.76 કરોડ જેટલી થઈ જશે.

2 / 6
માસિક રોકાણની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેનાથી આર્થિક બોજ નથી આવતો અને પાવર ઓફ કમ્પાઉન્ડિંગના કારણે દર મહિને માત્ર ₹5,000નું રોકાણ ભવિષ્યમાં ₹1.76 કરોડનું મોટું ફંડ બનાવી શકે છે. આનાથી વિપરિત, જો તમે અત્યારે એકસાથે ₹1,00,000નું રોકાણ કરો અને 30 વર્ષ સુધી તેને 12% રિટર્ન પર છોડી દો, તો તમારી કુલ જમા રાશિ ₹1,00,000 પર અંદાજે ₹28,95,992નો નફો મળશે, જેનાથી 30 વર્ષ પછી તમારું કુલ ફંડ ₹29,95,992 (અંદાજે ₹30 લાખ) જેટલું થશે.

3 / 6
અહીં તમે માત્ર ₹1 લાખનું રોકાણ કર્યું હતું, જે 30 વર્ષમાં લગભગ 30 ગણું વધી ગયું. આ એવા લોકો માટે સારું છે કે, જેમને અચાનક કોઈ મોટી રકમ (જેમ કે બોનસ અથવા મેચ્યોરિટી) મળી હોય પરંતુ SIPની સરખામણીમાં અહીં ફાઈનલ ફંડ ઘણું ઓછું છે, કારણ કે રોકાણ કરવામાં આવેલી કુલ રાશિ પણ ઓછી છે.

4 / 6
આંકડા સ્પષ્ટપણે જણાવે છે કે, ₹5,000ની SIP તમને રિટાયરમેન્ટ સુધીમાં વધુ રિટર્ન આપી રહી છે. આનું મુખ્ય કારણ એ છે કે, SIP દ્વારા તમે સમયની સાથે વધુ મૂડી બજારમાં રોકી રહ્યા છો. જો તમારી મંથલી ઈન્કમ ફિક્સ છે અને તમે ધીમે-ધીમે કરોડપતિ બનવાનું લક્ષ્ય રાખો છો, તો આ તમને બજારના ઉતાર-ચઢાવથી પણ બચાવે છે અને બચતની આદત પાડે છે.

5 / 6
જો તમારી પાસે બેંકમાં સારી એવી રકમ પડી હોય અને તમે તેને લાંબા સમય માટે લોક કરી શકો તેમ હોવ, તો તમે લમ્પસમમાં પૈસા રોકી શકો છો. એક સ્માર્ટ ટિપ એ પણ છે કે, જો તમારી પાસે ₹1 લાખ હોય, તો તેને એકસાથે રોકવાને બદલે 'STP' (Systematic Transfer Plan) દ્વારા ધીમે-ધીમે બજારમાં રોકો.

6 / 6
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શેરબજાર માટે ‘મોટા સંકેત’ ! બંગાળ-તમિલનાડુના ચૂંટણી પરિણામોથી આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે ‘તેજી’

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">