AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરના ધાબા પર જ કેમ રાખવામાં આવે છે પાણીની ટાંકી? 99% લોકો નથી જાણતા આની પાછળનું અસલી કારણ!

શું તમારા ઘરની પાણીની ટાંકી પણ ધાબા પર જ છે? પણ આવું કેમ કરવામાં આવે છે તેની પાછળ એક જોરદાર સાયન્ટિફિક રીઝન છે. જાણો કેવી રીતે છત પર રાખેલી ટાંકી તમારા હજારો રૂપિયાનું લાઈટ બિલ બચાવે છે!

| Updated on: Jun 05, 2026 | 8:57 AM
Share
આપણે રોજીંદગી જીવનમાં એવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ જેને સામાન્ય સમજીને આપણે અવગણીએ છીએ. આવું જ કંઈક પાણીની ટાંકી સાથે પણ છે. જો તમે નજર દોડાવશો તો તમારા પોતાના ઘરે કે આસપાસના તમામ ઘરોમાં પાણીની ટાંકી હંમેશા ઘરના ધાબા પર જ જોવા મળશે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયા આવું જ કેમ કરે છે?

1 / 7
આની પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. જ્યારે પાણીની ટાંકીને ઘરના સૌથી ઊંચા પોઇન્ટ એટલે કે છત પર રાખવામાં આવે છે, ત્યારે ગુરુત્વાકર્ષણ બળ આપોઆપ પાણીને પાઇપલાઇન દ્વારા નીચેની તરફ ખેંચે છે અને કોઈ વધારાના પાવર વગર જ પાણી નીચે વહેવા લાગે છે.

2 / 7
છત પર ટાંકી હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે પાણીને ઘરના દરેક નળ, બાથરૂમ કે રસોડા સુધી પહોંચાડવા માટે કોઈ ઈલેક્ટ્રિક મોટર કે પંપની જરૂર પડતી નથી. ઉપરથી નીચે આવતા પાણીના કારણે પાઇપમાં આપોઆપ કુદરતી પ્રેશર (Water Pressure) ઊભું થાય છે, જેથી નળ ખોલતા જ પાણી ફૂલ સ્પીડમાં આવી જાય છે.

3 / 7
ઘણા લોકોના મનમાં સવાલ થાય કે શું ટાંકીને જમીન પર રાખવી ગુનો છે? તો જવાબ છે ના. એવું બિલકુલ જરૂરી નથી કે ટાંકી હંમેશા છત પર જ રાખવી. તમે તેને જમીન પર અથવા અંડરગ્રાઉન્ડ પણ રાખી શકો છો, પરંતુ એમ કરવાથી આખી સિસ્ટમ બદલાઈ જાય છે અને મુશ્કેલીઓ વધી જાય છે.

4 / 7
જો ટાંકી જમીનના લેવલ પર હશે, તો ગુરુત્વાકર્ષણ બળ તમારી વિરુદ્ધ કામ કરશે. રસોડા, બાથરૂમ કે પહેલા માળના નળ સુધી પાણી પહોંચાડવા માટે તમારે દર વખતે ઇલેક્ટ્રિક મોટર (બૂસ્ટર પંપ) ચાલુ કરવી પડશે. નળ ખોલતાની સાથે જ પાણી જાતે બહાર નહીં આવે.

5 / 7
જો ટાંકી નીચે રાખવામાં આવે તો દિવસમાં 50 વાર નળ ખોલતી વખતે મોટર ચલાવવી પડે. આના કારણે દર મહિને લાઈટ બિલ એટલું મોટું આવશે કે ખિસ્સું ખાલી થઈ જશે. આ જ કારણ છે કે પૂર્વજોના સમયથી જ પાણીની ટાંકીને છત પર સેટ કરવામાં આવે છે, જેથી વીજળી અને પૈસા બંનેની મોટી બચત થઈ શકે.

6 / 7
ટૂંકમાં કહીએ તો, એકવાર નીચેથી પાણી મોટર દ્વારા છત પર ચડાવી દીધા પછી, વારંવાર વીજળી વાપરવાની જરૂર પડતી નથી. છત પરથી પાણી પોતાની મેળે જ આખા ઘરમાં સપ્લાય થઈ જાય છે. આ એક નાનકડું પણ અદભુત હોમ એન્જિનિયરિંગ છે, જે આપણી જિંદગીને સરળ બનાવે છે.

7 / 7

Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત અને દમણની મુલાકાતે, કરોડો રુપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">