Railway Ticket Facts : રેલવે ટિકિટના ધાર પર છિદ્રો કેમ હોય છે? જાણો શું છે કારણ
સોશિયલ મીડિયા પર તમે રેલવે સંબંધિત અનેક માહિતી વાંચી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેલવે પ્લેટફોર્મ ટિકિટની બંને બાજુએ નાના-નાના છિદ્રો કેમ બનાવવામાં આવતા હશે?

ભારતીય રેલવેની પ્લેટફોર્મ ટિકિટ ખરીદતી વખતે તમે જોયું હશે કે તેની બંને ધાર પર સીધી લાઇનમાં નાના ગોળ છિદ્રો હોય છે. ઘણા લોકો તેને માત્ર ડિઝાઇન અથવા સજાવટનો ભાગ માને છે. પરંતુ તેની પાછળ એક મહત્વપૂર્ણ ટેક્નિકલ કારણ છુપાયેલું હોય છે.

ટિકિટ પર રહેલા છિદ્રોને સ્પ્રોકેટ હોલ્સ (Sprocket Holes) કહેવામાં આવે છે અને તે જૂની ડોટ-મેટ્રિક્સ પ્રિન્ટર ટેક્નોલોજી સાથે જોડાયેલી છે. 1980ના દાયકાથી લઈને 2000ના પ્રારંભિક વર્ષો સુધી ભારતીય રેલવેમાં ટિકિટ છાપવા માટે ડોટ-મેટ્રિક્સ પ્રિન્ટરોનો મોટાભાગે ઉપયોગ થતો હતો.

આ પ્રિન્ટરો આજના થર્મલ અથવા લેઝર પ્રિન્ટરથી અલગ હતા. તેમાં અલગ-અલગ કાગળની શીટના બદલે કન્ટિન્યુઅસ ફીડ પેપરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ કાગળની બંને બાજુ સમાન અંતરે નાના ગોળ છિદ્રો બનાવવામાં આવતા હતા. પ્રિન્ટરની અંદરના કોગવ્હીલ્સ આ છિદ્રોને જોડતા હતા, કાગળને ચોક્કસ અને સુસંગત ગતિએ ખસેડતા હતા.

અહેવાલો અનુસાર, જો આ છિદ્રો ન હોત તો કાગળ પર પ્રીંટ સારી રીતે આવતી નહીં. પરિણામે સ્ટેશનનું નામ, ટ્રેન નંબર, ભાડું, તારીખ અને સમય જેવી માહિતી ટિકિટ પર ખોટી જગ્યાએ પ્રીંટ થતી હતી. વ્યસ્ત રેલવે સ્ટેશનો પર દરરોજ હજારો ટિકિટો છપાતી હોવાથી આ સિસ્ટમ ઝડપ અને ચોકસાઈ બંને સુનિશ્ચિત કરતી હતી.

આ ટેક્નોલોજી માત્ર રેલવે પૂરતી મર્યાદિત નહોતી. 1980થી 2000 દરમિયાન કમ્પ્યુટર પ્રિન્ટિંગ ક્ષેત્રમાં ડોટ-મેટ્રિક્સ પ્રિન્ટર અને સ્પ્રોકેટ હોલ્સ સ્ટાન્ડર્ડ માનવામાં આવતા હતા, ખાસ કરીને બિલ, રસીદો અને સતત ફોર્મ્સ માટે.

આ ટેકનોલોજી ફક્ત રેલવે સુધી મર્યાદિત નહોતી. 1980થી 2000 ના દાયકામાં, ડોટ-મેટ્રિક્સ પ્રિન્ટિંગ અને સ્પ્રૉકેટ હોલ્સ સ્ટાન્ડર્ડ માનવામાં આવતા હતા. ખાસ કરીને ઇન્વોઇસ અને રસીદો માટે. ભારતીય રેલવેએ પણ કોમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન રજૂ કર્યા પછી આ સિસ્ટમ અપનાવી હતી. આ પહેલા ટિકિટ મેન્યુઅલી બહાર પાડવામાં આવતી હતી.

સમય સાથે ટેક્નોલોજીમાં મોટા ફેરફારો આવ્યા. થર્મલ પ્રિન્ટર, ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન (ATVM) અને ઈ-ટિકિટિંગ સિસ્ટમ (IRCTC, UTS એપ) આવતાં કન્ટિન્યુઅસ ફીડ પેપરની જરૂરિયાત લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હવે મોટાભાગની ટિકિટો છિદ્રો વગરની હોય છે. પ્લેટફોર્મ ટિકિટ પણ હવે ડિજિટલ અથવા સરળ પેપર સ્વરૂપે ઉપલબ્ધ હોય છે. જે સામાન્ય રીતે 2 કલાક માટે માન્ય હોય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો,હાઈવે અને એક્સપ્રેસ વે વચ્ચે શું તફાવત છે ?
