AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ચિંતાજનક સમાચાર, રાજ્યના 107 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી, જુઓ વીડિયો

ચોમાસા પહેલા જ ગુજરાતમાં એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યો છે. ચોમાસા પહેલા પાણીને લઇને ચિંતા વધી શકે છે. રાજ્યના 107 ડેમોમાં 25 ટકાથી ઓછું પાણી છે.જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો એમ બંને માટે ચિંતાજનક કહી શકાય.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2026 | 12:34 PM
Share

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને છેવાડાના ગામોમાં પાણીની કટોકટી વચ્ચે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. એક બાજુ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારેરાજ્યના કુલ 207 ડેમોમાં હાલ 52.06 ટકા પાણીનો જથ્થો છે.જે ગત વર્ષે આ સમયગાળામાં 46.1 ટકા હતો. જળસંપત્તિ વિભાગના 4 જૂનના રિપોર્ટ મુજબ, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચાલુ વર્ષે 68.69 ટકા પાણીનો જથ્થો છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 55.57 ટકા હતો. પરંતુ નર્મદા ડેમ સિવાયના 206 ડેમો પૈકી 107 ડેમોમાં પાણીનો સંગ્રહ 25  ટકાથી પણ ઓછો છે. જે ગુજરાતના નાગરિકો અને ખેડૂતો એમ બંને માટે ચિંતાજનક કહી શકાય.

ગુજરાતના 17 ડેમોમાં 53.89 ટકા પાણીનો જથ્થો

ઝોન મુજબ ડેમની સ્થિતિ જોઇએ તો મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 53.89 ટકા પાણીનો જથ્થો છે.જ્યારે કે ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 44.01 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 41.99 ટકા પાણીનો જથ્થો છે. તો કચ્છના 20 ડેમોમાં ફક્ત 30.17 ટકા જેટલું જ પાણી વધ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સૌથી ઓછો પાણીનો સંગ્રહ 32.73 ટકા છે. ડેમોની શ્રેણી મુજબ જોઇએ તો 10 ડેમોમાં 70 થી 100 જથ્થો છે.જ્યારે કે 30 ડેમોમાં 50 થી 70 ટકા જથ્થો છે.તો 59 ડેમોમાં 25 થી 50 ટકા વચ્ચે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

આમ ગત વર્ષની સરખામણીએ અત્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહની એકંદર સ્થિતિ સારી છે.પરંતુ જો ચોમાસામાં ધાર્યા મુજબનો વરસાદ ન થયો તો જ્યાં ઓછું પાણી છે ત્યાં સ્થિતિ વિકટ બની શકે છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
ભાલ વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણને કારણે પશુ-પક્ષીના મોત થયાનો આક્ષેપ
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
અમદાવાદ ગ્રામ્યમાં ફરી દિપડો દેખાયો, વન વિભાગે ગોઠવ્યું પાંજરું
g clip-path="url(#clip0_868_265)">