Health Tips : આજે જ માર્કેટમાંથી લઈ આવો આ કાચા ફ્રુટ્સ, સ્વાસ્થ માટે છે ફાયદાકારક
આપણે બધાને મીઠા ફ્રુટ્સ ખાવા ખુબ ગમે છે. જોકે,ફ્રુટ્સને મીઠા માટે ફ્રુટ્સ પાકવા જરૂરી છે. કાચા ફ્રુટ્સ હંમેશા કડવા અને ખાટા હોય છે, પરંતુ કેટલાક એવા કાચા ફ્રુટ્સ છે જે શરીર માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.

પાકેલા ફ્રુટ્સ કરતાં કાચા ફ્રુટ્સ પણ તમારા હેલ્થમાં અનેક ફાયદા કરે છે.જો તમે વજન ઘટાડવાનો પ્લાન કરી રહ્યા છો અથવા પાચન સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો, તો આ ફ્રુટ્સ તમારા માટે બેસ્ટ છે.

કેરી, પપૈયા, સફરજન, કેળા આ બધા ફ્રુટ્સ તમારા હેલ્થ માટે ખુબ ફાયદાકારક છે.આ ફ્રુટ્સ તમારા ઘરની ફ્રુટ્સની ટોપલીમાં જરુર રાખો. આ ફ્રુટ્સ માત્ર તમારા શરીરને પોષક તત્વો જ પુરા પાડતા નથી પરંતુ તમારી સ્કિન માટે પણ ફાયદાકારક છે.પરંતુ શું તમે જાણો છો કે જ્યારે તમે આ ફ્રુટ્સ કાચા ખાઓ છો, ત્યારે તે પાકેલા ફ્રુટ્સ કરતા બમણા ફાયદાકારક બની જાય છે.

કાચી કેરીનો ઉલ્લેખ કરવાથી તમારા મોંથામાં પાણી આવી જાય છે. આપણે કાચા ફ્રુટ્સનો ઉપયોગ સલાડ તરીકે પણ કરી શકીએ છીએ. પાકેલા ફ્રુટ્સની તુલનામાં, કાચા ફ્રુટ્સમાં વધુ ડાયેટરી ફાઇબર હોય છે અને તેમાં વિટામિન સી, પોટેશિયમ અને વિટામિન બી6 પણ ભરપૂર હોય છે.ડાયાબિટીસના દર્દીઓ માટે, કાચા ફ્રુટ્સ પાકેલા ફ્રુટ્સ કરતાં વધુ ફાયદાકારક હોય છે.

કાચા પપૈયામાં વિટામિન સી, બી અને ઇ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો તેમજ પોટેશિયમ, ફાઇબર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે.કાચા પપૈયાનું સેવન સોરાયસિસ, ખીલ, અને અનેક રીતે રાહત આપી શકે છે.

આજકાલ માર્કેટમાં ગ્રીન એપલ ખુબ જોવા મળે છે, એક કહેવત પણ છે કે, એક સફરજન ખાવાથી તમારે હોસ્પિટલ જવું પડતું નથી.ટુંકમાં સફરજન હેલ્થ માટે ખુબ બેસ્ટ માનવામાં આવે છે. કાચા સફરજનમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ ભરપુર માત્રામાં આયરન હોય છે.

કાચા કેળા પોટેશિયમથી ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન B અને વિટામિન B6 થી ભરપૂર, તે લોહીને શુદ્ધ કરે છે, કાચા કેળામાં રહેલ વિટામિન C હોય છે. કાચા કેળામાં ખાંડનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 30 થી 50 ની વચ્ચે હોય છે. 55 થી ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા ખોરાક ચયાપચયને ધીમો પાડે છે. આ બ્લડ સુગરના સ્તરમાં અચાનક વધારો અટકાવે છે, જે તેમને ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બનાવે છે. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.) (photo : canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અહી ક્લિક કરો
