WhatApp ટૂંક સમયમાં તેની એન્ડ્રોઈડ એપ અને ડેસ્કટોપ એપમાં ઘણા નવા ફીચર્સ લાવવા જઈ રહ્યું છે. એન્ડ્રોઇડ યુઝર્સને જલ્દી જ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર નવું ડ્રોઇંગ ટૂલ અને પેન્સિલ ટૂલ મળશે. આ સિવાય વોટ્સએપ ડેસ્કટોપ એપ પર એક નવો ચેટ બબલ કલર ઓપ્શન ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. ઉપરાંત, ડેસ્કટોપ પર નવો ઘેરો વાદળી રંગ ઉપલબ્ધ થશે, જે ફક્ત ડાર્ક થીમ પર જ દેખાશે. WhatsApp નવા ઈમોજી રિએક્શન ઈન્ફોર્મેશન ટેબનું પણ ટેસ્ટિંગ કરી રહ્યું છે.
1 / 6
WABetaInfoના રિપોર્ટ અનુસાર, WhatsApp ટૂંક સમયમાં એન્ડ્રોઇડ યુઝર્સને એક નવું ડ્રોઇંગ ટૂલ પ્રદાન કરી શકે છે. મેટાની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન ભવિષ્યના અપડેટમાં ઇમેજ અને વીડિયો માટે એક નવું પેન્સિલ ટૂલ ઉમેરવાનું પણ આયોજન કરી રહ્યું છે. અત્યારે વોટ્સએપ પર માત્ર એક જ પેન્સિલ ટૂલ ઉપલબ્ધ છે, જેને ટૂંક સમયમાં બે બનાવી શકે છે.
2 / 6
જો અહેવાલો અનુસાર જોઈએ તો, WhatsApp ફોટો બ્લર ટૂલ પર પણ કામ કરી રહ્યું છે, જે ભવિષ્યના અપડેટમાં ઉમેરવામાં આવશે. આ ફીચર વોટ્સએપ બીટા (WhatsApp Beta)ના એન્ડ્રોઇડ 2.22.3.5 અપડેટમાં જોવામાં આવ્યું છે. જો કે, આ સુવિધા ડિફોલ્ટ રૂપે ડિસેબલ રહે છે.
3 / 6
Is there a Objectionable Messages on your WhatsApp Complain this way
4 / 6
5 / 6
ઉપરાંત, ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મની બીજી વિશેષતા જોવામાં આવી છે. આ ફીચર જણાવશે કે તમારો મેસેજ કોણે લાઈક કર્યો છે અને કયા ઈમોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે આ ફીચર મેસેજ રિએક્શનની માહિતી આપશે.