અમદાવાદની કેનાયો ટીમનો નવતર પ્રયોગ, ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો માટે વિનામૂલ્યે ખોલ્યા કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગલિશના ક્લાસ
Ahmedabad : અત્યાર સુધી ગરીબ બાળકોને ખાવા પીવાની તેમજ ભણવાની વસ્તુઓ આપતી અનેક NGOને જોઈ હશે શિક્ષણ આપતી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ વધારો થયો છે પરંતુ બાળકોને મફતમાં કોમ્પ્યુટર ક્લાસ તેમજ સ્પોકન ઈંગ્લિશના ક્લાસ શીખવાનો નવતર પ્રયોગ કેનાયો સંસ્થાએ ઉપાડ્યો છે

ગરીબ લોકો માટે સમાજના કેટલાક લોકો અવનવી રીતે સેવા કરતા હોય છે, ત્યારે વિદ્યાદાન એ જ મહાદાન આ સૂત્રને જીવનમાં ઉતારીને ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને કોમ્પ્યુટરનું નોલેજ પ્રાપ્ત થાય તે માટે બેઝિક કોર્સ વિનામૂલ્ય કરાવી આપવામાં આવે છે.

એક પણ રૂપિયાની અપેક્ષા વિના ઝૂંપડ પટ્ટીના બાળકો કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ મેળવી કોઈપણ શોપિંગ સેન્ટરમાં કે અન્ય કોઈ જગ્યાએ ઓપરેટર તરીકે કામ મેળવી શકે અને તેમની કારકિર્દી બનાવી શકે તે માટેનો પ્રયત્ન કેણાયો ફાઉન્ડેશનનો જોવા મળ્યો છે.

છેલ્લા 2 વર્ષો થી કેનાયો ફાઉન્ડેશન જરૂરીયાતમંદ બાળકોને ક્યાંક બ્રિજ નીચે, તો ક્યાંક ફૂટપાથ પર,તો ક્યાંક ઝાડ નીચે નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યું છે. અને આજ શિક્ષણ સેવામાં કેનાયો ફાઉન્ડેશને એક આગવું પગલું ભર્યું છે. જરૂરીયાતમંદ બાળકો માટે ફ્રી કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગલિશના ક્લાસ ખોલીને જરૂરીયાતમંદ બાળકો પૈસાની અગવડતાને લઇને આવા આધુનિક કોર્સ કરી શકતા નથી, તો તેઓ પણ આ શિક્ષણના અધિકારથી વંચિત ના રહે તે હેતુથી કેનાયો ફાઉન્ડેશને આગવું પગલું ભરવામાં આવ્યું છે.

છેલ્લા 2 મહિનાથી 40 બાળ - બાલિકા આ ફ્રી કોમ્પ્યુટર અને સ્પોકન ઇંગલિશના ક્લાસ નો લાભ લઇ રહ્યા છે અને પોતાના જીવનમાં શિક્ષણનું સ્તર ઉપર લાવી રહ્યા છે. આ કોમ્પ્યુટર કલાસમાં કેનાયો કોર્સ શીખવાડી બાળકોને પગભર થવા માટે પણ મદદરૂપ બને છે

અત્યાર સુધી ગરીબ બાળકોને ખાવા પીવાની તેમજ ભણવાની વસ્તુઓ આપતી અનેક NGOને જોઈ હશે શિક્ષણ આપતી સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ વધારો થયો છે પરંતુ બાળકોને મફતમાં કોમ્પ્યુટર ક્લાસ તેમજ સ્પોકન ઈંગ્લિશના ક્લાસ શીખવાનો નવતર પ્રયોગ કેનાયો સંસ્થાએ ઉપાડ્યો છે