Stock Market : ₹750 ની ટોચે પહોંચશે ! રોકાણકારો માટે સુવર્ણ તક, અદાણી ગ્રુપનો આ શેર ઉડવા માટે તૈયાર
અદાણી ગ્રુપના એક દિગ્ગજ શેરમાં ફરી એકવાર તેજીના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સંકેતને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે અદાણી ગ્રુપના સ્ટોક પર 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે.

અદાણી ગ્રુપના એક દિગ્ગજ શેરમાં ફરી એકવાર તેજીના સંકેતો દેખાઈ રહ્યા છે. આનું કારણ એ છે કે, તાજેતરમાં કંપનીને જયપ્રકાશ એસોસિએટ્સ (JAL) નું અધિગ્રહણ કરવા માટે લગાવવામાં આવેલી બોલી પર 'લેટર ઑફ ઇન્ટેન્ટ' મળેલ છે. JAL પાસે મોટા પાયે સિમેન્ટનો વ્યવસાય છે, જેને અધિગ્રહણ પછી અદાણી ગ્રુપ એક જ લિસ્ટેડ કંપની (ACEM) ને ટ્રાન્સફર કરી શકે છે.

આ ટ્રાન્સફર લગભગ 5000 કરોડ રૂપિયાની વેલ્યૂએશન પર થઈ શકે છે, તેવો અંદાજો હાલ તો વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ કોર્પોરેટ અપડેટ પછી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલનું કહેવું છે કે, અધિગ્રહણ બાદ અદાણી ગ્રુપના આ શેર નવી તેજી માટે તૈયાર છે. આવા સમયમાં કંપનીનો શેર ખરીદવા માટે રોકાણકારો ઉત્સુક થઈ રહ્યા છે.

બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે અંબુજા સિમેન્ટ્સ પર BUY રેટિંગ જાળવી રાખ્યું છે અને પ્રતિ શેર ₹750 ની ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરી છે. બ્રોકરેજ ફર્મ કહે છે કે, શેર આકર્ષક વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ શેરનો 52 અઠવાડિયાનો હાઇ ₹625 છે અને નીચો ભાવ ₹455 છે. આનો અર્થ એ થયો કે, આ જાયન્ટ કંપની તેના હાઇ રેટથી લગભગ 13% ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરી રહી છે. કંપનીનું માર્કેટ કેપ ₹1.34 લાખ કરોડથી વધુ છે.

મોતીલાલ ઓસ્વાલ મુજબ, અંબુજા સિમેન્ટ્સે નવ વર્ષમાં તેની પ્રોડક્શન ક્ષમતા 68 MTPA (વાર્ષિક મિલિયન ટન) થી વધારીને 107 MTPA કરી છે. કંપની નાણાકીય વર્ષ 2026-2028 માટે મજબૂત નાણાકીય કામગીરીનો અંદાજ લગાવે છે, જેમાં ઓપરેટિંગ પ્રોફિટમાં 20% CAGR (EBITDA), PATમાં 25% CAGR અને વોલ્યુમમાં 10% CAGRનો અંદાજ છે.

કંપનીની નેટ પોઝિશનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, નાણાકીય વર્ષ 2028 માં તેમાં ફરી સુધારો થવાની ધારણા છે. માર્ચ 2025 માં નેટ કેશ ₹10,130 કરોડ હતી, જે ઓક્ટોબર 2025 માં ઘટીને ₹2,560 કરોડ થઈ ગઈ. હાલની વાત કરીએ તો, આજ રોજ એટલે કે 02 ડિસેમ્બરને મંગળવારે અંબુજા સિમેન્ટના શેર ₹543 ની કિંમતે ટ્રેડ કરી રહ્યા હતા.
આ પણ વાંચો: Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર
