બ્રેકિંગ ન્યૂઝ : એશિયા કપની સેમિફાઈનલમાં ભારત-પાકિસ્તાનની હાર, આ ટીમો વચ્ચે થશે ફાઈનલ
દુબઈમાં અંડર 19 એશિયન ટીમો વચ્ચે 8 ડિસેમ્બરથી એશિયા કપ જીતવા માટે જંગ શરુ થયો હતો. રોમાંચક મુકાબલા બાદ 17 ડિસેમ્બરના રોજ અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ યોજાશે. તે પહેલા 15 ડિસેમ્બરના રોજ 4 ટીમો વચ્ચે સેમિફાઈનલમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.


ભારત અને પાકિસ્તાનની અંડર 19 ટીમ આ એશિયા કપમાં એક જ ગ્રુપમાં રમતા જોવા મળ્યા હતા. પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડયો હતો. આજે યોજાયેલી 2 સેમિફાઈનલ મેચના પરિણામ મુજબ ટીમ ઈન્ડિયા એશિયા કપ જીતવાની રેસમાંથી બહાર થઈ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ફાઈનલમાં પહોંચી છે.

પ્રથમ સેમિફાઈનલ મેચ ભારત-બાંગ્લાદેશ વચ્ચે યોજાઈ હતી. બાંગ્લાદેશની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ટીમ ઈન્ડિયાનું સેમિફાઈનલમાં કંગાળ પ્રદર્શન રહ્યું હતુ, આખી ટીમ 188 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી.

આઈસીસી એકેડેમી ઓવલ 2 સ્ટેડિયમમાં બીજી સેમિફાઈનલ મેચ પાકિસ્તાન-યુએઈ વચ્ચે યોજાઈ હતી. પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. યુએઈની ટીમે 47.3 ઓવરમાં ઓલઆઉટ થઈને પાકિસ્તાનને 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આપેલા 189 રનના ટાર્ગેટને બાંગ્લાદેશની ટીમે 42 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. બાંગ્લાદેશના Ariful Islamએ ટીમ ઈન્ડિયા સામે 94 રનની આક્રમક ઈનિંગ રમી હતી.

યુએઈ અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મેચ રોમાંચક રહી હતી. 194 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં પાકિસ્તાની પ્લેયર્સને પરસેવા છૂટયા હતા. અંતિમ ઓવરમાં પાકિસ્તાનની 6 બોલમાં 12 રનની જરુર હતી, ત્યારે જ અંતિમ ઓવરમાં વધુ 2 વિકેટ પડતા પાકિસ્તાનની 12 રનથી હાર થઈ હતી. 17 ડિસેમ્બરના રોજ યુએઈ અને બાંગ્લાદેશ વચ્ચે અંડર 19 એશિયા કપની ફાઈનલ મેચ રમાશે.

































































