CAA લાગુ થયા બાદ ભાજપને લોકસભા ચૂંટણીમાં કેટલો થશે ફાયદો ? વાંચો

એવુ કહેવાય છે કે CAA લાગુ થયા બાદ ભાજપને લોકસભા ચૂંટણીમા મોટો ફાયદો થવાની આશા છે. જો કે આ એક પ્રકારે અતિ ઉત્સાહમાં આવીને કહેવાઈ રહેલી વાતો છે. આ સમીકરણ સંપૂર્ણપણે ખોટુ પણ સાબિત થઈ શકે છે.

CAA લાગુ થયા બાદ ભાજપને લોકસભા ચૂંટણીમાં કેટલો થશે ફાયદો ? વાંચો
Follow Us:
| Updated on: Mar 12, 2024 | 4:02 PM

CAA (નાગરિકતા સુધારણા અધિનિયમ)ની અધિસૂચના ભલે આજે બહાર પાડવામાં આવી હોય, પરંતુ સંસદમાં આ કાયદો 5 વર્ષ પહેલા જ પસાર થઈ ચૂક્યો છે. દેશભરમાં થયેલા વિરોધ પ્રદર્શનને કારણે અત્યાર સુધી તેને લાગુ કરી શકાયો ન હતો. તો હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે અચાનક એવી કઈ મજબૂરી આવી ગઈ બરાબર લોકસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા જ તેને લાગુ કરવામાં આવ્યો.

તેમાં કોઈ શંકા નથી કે CAA લાગુ કરવાનું એકમાત્ર કારણ ચૂંટણીલક્ષી લાભ મેળવવાનો પ્રયાસ છે. પરંતુ લોકશાહીમાં ચૂંટણી જીતવા માટે શું પોતાના મતદારોને આપવામાં આવેલા વચનો પૂરા કરવા એ કોઈ અપરાધ છે? ગણી શકાય? બીજેપી શરૂઆતથી જ કહેતી આવી છે કે CAA લાગુ કરીને તે પડોશી દેશોમાંથી આવતા હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા પ્રદાન કરશે. સરકારનું કહેવું છે કે આ કાયદાથી મુસ્લિમોને કોઈપણ પ્રકારનો ખતરો નથી. કોઈપણની નાગરિકતા આ કાયદાથી છીનવાશે નહીં.

એવું કહેવાઈ રહ્યું છે કે ભાજપ ચૂંટણી સમયે જ CAAનો અમલ કરીને બહુ મોટુ માઈલેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે વાસ્તવમાં ભાજપને આમાંથી કંઈ ખાસ મળવાનું નથી. જો વિપક્ષ તેનો વિરોધ નહીં કરે તો ભાજપને ફાયદો થવાને બદલે નુકસાન પણ થઈ શકે છે. કારણ કે સમગ્ર નોર્થ ઈસ્ટ તેનો વિરોધ કરી રહ્યું છે. આસામ પણ તેમા સામેલ છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

 CAAનો લાભ માત્ર મુઠ્ઠીભર લોકોને જ થશે. માત્ર વિપક્ષ સામે નેરેટિવ સેટ કરવાની છે ખરી રણનીતિ

વિપક્ષનો આરોપ છે કે બરાબર ચૂંટમી સમયે સરકાર ઈરાદા પૂર્વક આ કાયદાને લાગુ કરી રહી છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યુ કે ભાજપ ચૂંટણીમાં ફાયદા માટે લોકસભા પહેલા આનો અમલ કરી રહી છે. જો કે, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર છેલ્લા ઘણા સમયથી કહી રહ્યા છે કે ચૂંટણી પહેલા CAA લાગુ કરવામાં આવશે. બંને નેતાઓ બંગાળની ચૂંટણી સભાઓમાં અનેકવાર દેશભરમાં CAA લાગુ કરવાનો દાવો કરી ચુક્યા છે.

ભાજપ માટે ગત લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં જ સીએએ લાગુ કરવાનો વાયદો તેમનો મુખ્ય ચૂંટણી મુદ્દો હતો. ભાજપ માને છે કે CAA તેમના હિંદુ રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારી શકે છે અને હિંદુ વોટર્સનુ ભાજપ તરફ ધ્રુવીકરણ થઈ શકે છે.

હકીકતમાં ભાજપ આ કાયદો એવા રાજ્યો માટે લાવી રહી છે જ્યાં પહેલાથી જ મોટી હિન્દુ વસ્તી છે. કારણ કે CAA દ્વારા જે રાજ્યોમાં જેટલા લોકોને નાગરિકતા મળશે તેનાથી તો પાર્ટી સ્થાનિક ચૂંટણી પણ જીતી શકે તેમ નથી. અને ભાજપ બરાબર સમજે છે કે વિપક્ષ આનો વિરોધ કર્યા વિના નહીં રહે અને વિપક્ષ જેટલો આ મુદ્દાનો વિરોધ કરશે એટલો જ ફાયદો ભાજપને મળશે. ભાજપ એ સાબિત કરવાની જોરશોરથી કોશિષ કરશે કે વિપક્ષ હિંદુ વિરોધી છે અને મુસ્લિમ તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જો કે વિપક્ષ આ મુદ્દાનો વિરોધ ન કરીને ભાજપની ટ્રેપમાં આવતા બચી શકે છે.

પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશના મતુઆ સમુદાયના હિન્દુ શરણાર્થીઓ લાંબા સમયથી નાગરિકતાની માંગ કરી રહ્યા છે. તેમની વસ્તી પણ સારી એવી ગણી શકાય. આ લોકો બાંગ્લાદેશથી આવ્યા છે. CAAના અમલ સાથે, તેમને નાગરિકતા મેળવવાનો રસ્તો સાફ થઈ જશે.

ગત લોકસભા ચૂંટણીમાં પણ મતુઆ સમુદાયે ભાજપને ભરીને ભરીને વોટ આપ્યા હતા. જો ભાજપે 2024ની ચૂંટણીમાં ફરીથી મતુઆ સમાજના મત જોઈતા હોય તો આ કાયદો તેના માટે મદદરૂપ સાબિત થશે. 2014ની ચૂંટણીમાં બંગાળમાં ભાજપ પાસે માત્ર બે જ લોકસભા બેઠકો હતી.આ સમીકરણોના જોરે જ 2019ની ચૂંટણીમાં તે વધીને 18એ પહોંચી ગઈ અને એ સમયે બંગાળમાં ભાજપ બીજા નંૂરની પાર્ટી તરીકે ઉભરી આવી હતી. લોકસભાની સીટોની દૃષ્ટિએ યુપી (80) અને મહારાષ્ટ્ર (48) પછી બંગાળ (42) બેઠકો સાથે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે.

બંગાળમાં મતુઆ સમુદાયની વસ્તી લગભગ 30 લાખ છે. નાદિયા, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ઓછામાં ઓછી ચાર લોકસભા બેઠકો પર આ સમુદાયનો પ્રભાવ છે. મમતા બેનર્જીએ એલાન કર્યુ છે કે તેઓ પશ્ચિમ બંગાળમાં CAA લાગુ નહીં થવા દે. મમતા જેટલા વધુ અવરોધો ઉભા કરશે, ભાજપ તેમના પર એટલા મુસ્લિમ પરસ્તી હોવાનો આરોપ લગાવી તેમને ભીંસમાં મુકશે. આનાથી ભાજપને ન માત્ર બંગાળ પરંતુ પંજાબ અને દિલ્હીમાં પણ શીખોનું સમર્થન મેળવવામાં મદદ મળી શકે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી મોટી સંખ્યામાં શીખો પલાયન કરી રહ્યા છે, તેમાંથી મોટી સંખ્યામાં શીખો કેનેડા અને ભારતમાં સ્થળાંતર કરવા માંગે છે.

નોર્થ ઈસ્ટનો વિરોધ બીજેપી માટે બેકફાયર પણ સાબિત થઈ શકે

દેશભરમાં CAAના વિરોધનો આધાર એ છે કે તેમાં મુસ્લિમોને શા માટે સામેલ કરવામાં નથી આવ્યા. જોકે પૂર્વોત્તરના રાજ્યોમાં વિરોધના જુદા જ કારણો છે. પૂર્વોત્તરમાં બાંગ્લાદેશથી આવેલા લઘુમતી હિંદુઓને નાગરિકતા મળવાથી આ નાના રાજ્યોમાં અલગ પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

પૂર્વોત્તરના મૂળ નિવાસીઓનું માનવુ છે કે અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરાના લોકો એકજેવા જ છે. તેમના ખાનપાન અન કલ્ચર ઘણા ખરા એક જેવા જ છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી અહીં અન્ય દેશોમાંથી આવેલા લઘુમતી સમુદાયો પણ સ્થાયી થવા લાગ્યા છે. જેમા બાંગ્લાદેશથી આવેલા લઘુમતી બંગાળીઓ મુખ્ય છે. જેના કારણે અહીંના મૂળ સ્થાનિકો માટે અસ્તિત્વની લડાઈ અને સંકટ ઉભુ થયુ છે.

મેઘાલયમાં જોઈએ તો ત્યાં ગારો અને ખાસી જેવી આદિવાસી જનજાતીઓ ત્યાંની મૂળ વતની છે. પરંતુ બંગાળી હિંદુઓના આવવાથી તેમનો દબદબો થઈ ગયો છે. આ જ પ્રકારે ત્રિપુરામાં બોરોક સમુદાય મૂળ નિવાસી છે, પરંતુ ત્યાં પણ બંગાળી શરણાર્થીઓ ભરાઈ ગયા છે. સરકારી નોકરીઓમાં પણ મોટા હોદ્દા બંગાળી સમુદાયે કબજો જમાવ્યો છે.

આસામની હાલત સૌથી ખરાબ માનવામાં આવે છે. જ્યાં હાલ 20 લાખથી વધુ હિંદુ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે રહે છે. સ્થાનિક લોકોનો દાવો છે કે વસ્તી ગણતરીમાં વાસ્તવિક સ્થિતિ જાહેર નથી થતી કારણ કે વસ્તી ગણતરી દરમિયાન ગેરકાયદેસર રહેતા લોકો તેનાથી બચીને ભાગી જાય છે.

પોતાના જ દેશના બીજા રાજ્યોની હિંદુ વસ્તીને સ્વીકારવા તૈયાર નથી પૂર્વોત્તરના લોકો

પરંતુ એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે જ્યાં પણ પાકિસ્તાનથી આવેલા હિંદુઓઓને શરણ આપ્યા બાદ સ્થાયી થયા છે ત્યાંના સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો છે. ગત વર્ષે, રાજસ્થાનથી આવી અનેક ખબરો આવી હતી જેમા સ્થાનિક વસ્તી પાકિસ્તાનથી આવેલા હિંદુઓને અન્યત્ર વસાવવાની માગ કરી રહ્યા હતા.

ક્યાંય પણ સ્થાનિક લોકો એવુ નથી ઈચ્છતા કે મોટી સંખ્યામાં બહારથી આવેલા લોકો આવીને તેમના જનજીવનને પ્રભાવિત કરે. પત્રકાર વિનોદ શર્મા કહે છે કે જ્યાં સુધી આ સંખ્યા મુઠ્ઠીભર લોકોની રહેશે ત્યાં સુધી કોઈ વિરોધ નહીં થાય.પરંતુ જેમ જેમ સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ વિરોધ શરૂ થાય છે. મુંબઈમાં ઉત્તર ભારતીયો અને દક્ષિણ ભારતીયો વચ્ચેનો વિરોધ અને તમિલનાડુમાં બિહારીઓ વચ્ચેનો વિરોધ આ જ આધાર પર જોવા મળે છે.

આ પણ વાંચો: કોને મળશે નાગરિક્તા? મુસ્લિમોને કેમ ન કરાયા સામેલ? CAA સંબંધિત તમામ સવાલોના વાંચો જવાબ

દેશભરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">