ઈન્ડિયા ગઠબંધન
દેશની ઘણી વિપક્ષી પાર્ટીઓ એકસાથે આવીને ઈન્ડિયા અલાયન્સની રચના કરી છે. ઈન્ડિયા ગઠબંધનમાં I (I)-ભારતીય, N (N)-રાષ્ટ્રીય, D (D)-વિકાસલક્ષી, I (I)-સમાવેશક અને A (A)-ગઠબંધન- એલાયન્સનો સમાવેશ થાય છે. જેને ટુંકમાં ઈન્ડિ એલાયન્સ પણ કહેવામાં આવે છે.
ઈન્ડિયા એલાયન્સનું પૂરું સ્વરૂપ ‘ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ’ છે. આ ગઠબંધન 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં શરુઆતના તબક્કે આમ આદમી પાર્ટી, ટીએમસી, સમાજવાદી પાર્ટી, જેડીયુ, આરજેડી, શિવસેના (ઉદ્ધવ જૂથ), કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કઝગમ, જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી), ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (આઈયુએમએલ), તમામનો સમાવેશ થાય છે. ઇન્ડિયા ફોરવર્ડ. બ્લોક, કેરળ કોંગ્રેસ (જોસેફ), અપના દળ, રાષ્ટ્રીય લોકદળ જેવા 26 રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે.
જો કે પાછળથી ઈન્ડિયા એલાયન્સમાંથી કેટલાક રાજકીય પક્ષ એલાયન્સમાંથી ફસકી ગયા છે.