Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીએએ

સીએએ

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ કર્યો છે. નાગરિકતા સંશોધન બિલ 2016 માં પહેલીવાર સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2019 માં બંને ગૃહો દ્વારા પસાર થયા પછી તે કાયદો બની ગયો હતો, પરંતુ તેનો અમલ થઈ શક્યો ન હતો, પરંતુ 2024 લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે. સૌથી પહેલા કેન્દ્ર સરકારે CAA લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું.

નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 માં, ત્રણ દેશોના ઇમિગ્રન્ટ્સને ભારતમાં નાગરિકત્વ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે. આ કાયદા દ્વારા જે બિન-મુસ્લિમ લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે તેમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોનો સમાવેશ થાય છે જેમને તેમના દેશમાં ધાર્મિક રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યો છે.

આ કાયદાનો અર્થ એ નથી કે આ દેશો (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન)માંથી ભારત આવનાર કોઈપણ બિન-મુસ્લિમને નાગરિકતા મળશે. આ માટે સરકાર દ્વારા સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો કોઈ ધાર્મિક રીતે પીડિત બિન-મુસ્લિમ 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારતમાં રહેતો હોય, તો તે આ કાયદા હેઠળ નાગરિકતા માટે અરજી કરી શકે છે.

Read More

ગૃહપ્રધાન અમિત શાહ 18મીએ આવશે અમદાવાદમાં, 181 લોકોને આપશે CAA પ્રમાણપત્ર

ગૃહપ્રધાન અમિત શાહ, અમદાવાદ ખાતેની મુલાકાત દરમિયાન, ગાંધીનગર લોકસભામાં આવતા 21 અને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં 4 વિકાસલક્ષી કાર્યોનું ખાતમહૂર્ત કરશે. વેજલપુર વિધાનસભામાં વિશાળ જાહેરસભાને સંબોધન પણ કરશે.

બાંગ્લાદેશીઓને ભારતમાં આશ્રય અને નાગરિકતા કેવી રીતે મળી શકે ? જાણો શું છે નિયમ

Indian citizenship and Asylum Rules: બ્રિટને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને આશ્રય આપવાનો ઈન્કાર કરી દીધો છે. આશ્રય હોય કે નાગરિકતા, ભારત હંમેશા મદદ કરવા તૈયાર રહ્યું છે, પરંતુ પ્રતિબંધો પણ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જો બાંગ્લાદેશનો નાગરિક ભારતમાં આશરો લેવા માંગે છે અથવા તો અહીંના નાગરિક બનવા માંગે છે તો તે કેવી રીતે શક્ય બનશે.

CAA હેઠળ પહેલીવાર 300 શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા, કેન્દ્રીય ગૃહ સચિવે 14ને આપ્યા પ્રમાણપત્ર

CAA લાગુ થયા બાદ પ્રથમ વખત કેન્દ્ર સરકાર દ્વારા 300 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. બુધવારે કેન્દ્રીય ગૃહ સચિવે આવા 14 લોકોને નાગરિકતા પ્રમાણપત્ર પણ આપ્યા હતા. આ શરણાર્થીઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય નાગરિકતા મેળવવાની લડાઈ લડી રહ્યાં હતા.

ઋષિ સુનક ભારતમાં રહેતા ઘુષણખોરો માટે શોધ્યો જોરદાર રસ્તો! શું મોદી-શાહ ઈગ્લેંડની જેમ આ લોકોને કરી શકશે દેશની બહાર, જાણો

ભારતની વસ્તી 1 અબજ 40 કરોડને વટાવી ગઈ છે. જો આપણે ચીનનો સમાવેશ કરીએ તો વિશ્વની એક તૃતીયાંશ વસ્તી આ બે દેશોમાં છે. જો કે દેશની કુલ વસ્તીમાં ઘણા લોકોનો સમાવેશ થતો નથી. તેમાંના ઘણા શરણાર્થી છે, કેટલાક વિદેશી છે, જેઓ અહીં કામ માટે આવ્યા છે, અને ઘણા લોકો એવા છે જેમને ગેરકાયદેસર ઘૂસણખોરી કહેવામાં આવે છે.

Ahmedabad Video : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 18 શરણાર્થીઓને આપી ભારતીય નાગરિકતા

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ કલેકટર કચેરી ખાતે 18 અરજદારોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું છે. મહત્વનું છે વર્ષ 2001 થી 2024 સુધી કુલ 1168 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા

g clip-path="url(#clip0_868_265)">