જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે, ઓમર અબ્દુલ્લાની આ વાતનો સમજો અર્થ

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. તેમણે એ પણ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં ભાજપ કેવી રીતે સરકાર બનાવી શકે છે. ઓમરે લોકોને ચેતવતા કહ્યું કે તેઓ સમજદારીથી મતદાન કરે અને તેને વિભાજિત ન થવા દે.

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે, ઓમર અબ્દુલ્લાની આ વાતનો સમજો અર્થ
Omar Abdullah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2024 | 1:49 PM

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સરકાર બનાવી શકે છે. ભાજપ કેવી રીતે સરકાર રચી શકે છે તેનું કારણ પણ ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો કાશ્મીર ઘાટીમાં મતોનું વિભાજન થશે તો ભાજપ સત્તામાં આવી શકે છે. કુપવાડામાં પત્રકારોએ ઓમરને પૂછ્યું હતું કે, ભાજપ દાવો કરે છે કે તે જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવશે. તેના પર એનસી નેતાએ કહ્યું કે, જો કાશ્મીરમાં લોકો તેમના વોટનું વિભાજન થવા દે તો ભાજપ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી શકે છે. મતોના વિભાજનથી બચવા લોકોએ સમજદારીપૂર્વક મતદાન કરવું જોઈએ.

વોટ વિભાજનનો ડર માત્ર ઓમર અબ્દુલ્લાને જ નહીં, પરંતુ પીડીપીના વડા મહેબૂબા મુફ્તીને પણ સતાવી રહ્યો છે. મહેબૂબાએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં મતોનું વિભાજન થઈ શકે છે. તેણે આનો શ્રેય એન્જિનિયર રાશિદને આપ્યો. મહેબૂબાએ એન્જિનિયર રશીદને ભાજપના પ્રોક્સી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાશિદના કારણે કાશ્મીરમાં મતોનું વિભાજન થઈ શકે છે.

ઓમરે આ નિવેદન કેમ આપ્યું?

કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સે સત્તામાં આવવા માટે પૂરા પ્રયાસ કર્યા છે. આ ચૂંટણી દ્વારા બંને પક્ષોનું રાજકીય ભવિષ્ય નક્કી થશે. પરંતુ મતદાન પહેલા તેઓ કાશ્મીર ખીણમાં મતોના વિભાજનથી ડરે છે. કાશ્મીર પ્રદેશમાં વિધાનસભાની 47 બેઠકો છે. તેને પીડીપી અને એનસીનો ગઢ કહેવામાં આવે છે. AIP નેતા એન્જિનિયર રાશિદે NC-PDPના ગઢમાં ઘૂસવાનો પ્લાન તૈયાર કર્યો છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

વચગાળાના જામીન પર બહાર આવેલા એન્જિનિયર રાશિદે કાશ્મીર ક્ષેત્રમાં 20 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. રાશિદનું ધ્યાન યુવા મતદારો પર છે. તેમની પાર્ટીના મેનિફેસ્ટોમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી લેપટોપનો મુદ્દો સમાવ્યો છે. તેમણે રાજકીય કેદીઓને મુક્ત કરવાનું વચન પણ આપ્યું છે. રાશિદ એવા નેતા છે જેણે લોકસભા ચૂંટણીમાં ઓમર અબ્દુલ્લાને હરાવ્યા હતા. તેણે બારામુલ્લામાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. લોકસભાની ચૂંટણીમાં રશીદ 2 લાખ કરતા પણ વધુ મતોથી જીત્યા હતા.

મતોના ગણિતમાં અટવાયા ?

તેઓ દિલ્હીની તિહાર જેલમાં રહીને ચૂંટણી જીત્યા હતા. હાલમાં રશીદ આગામી 2 ઓક્ટોબર સુધી વચગાળાના જામીન પર મુક્ત થયા છે અને ચૂંટણીમાં પ્રચાર કરી શકશે. આવી સ્થિતિમાં, રાશિદની મુક્તિ મતોના અંકગણિતમાં ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને ગૂંચવી શકે છે. બંનેએ રાશિદની મુક્તિ પર સવાલ ઉઠાવ્યા છે. એન્જિનિયર રશીદને વચગાળાના જામીન મળ્યા તેને નેશનલ કોન્ફરન્સ અને પીડીપી ચૂંટણીની રાજરમત તરીકે મૂલવી રહ્યાં છે. બંનેનું કહેવું છે કે ભાજપને ફાયદો કરાવવા માટે એન્જિનિયર રશીદને વચગાળાના જામીન મળ્યા છે.

જો એન્જીનિયર રશીદની પાર્ટી તેના લક્ષ્યની નજીક પણ આવી જશે તો એનસી અને પીડીપીના સત્તા મેળવવાના સપના ધૂળધાણી થઈ જશે. જો આપણે 2014ની વિધાનસભા ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો, કાશ્મીર ખીણમાં પીડીપીને 25 અને એનસી પાસે 12 બેઠકો હતી. કોંગ્રેસને 4 બેઠકો મળી હતી. અન્યને 5 બેઠકો મળી હતી.

શું જમ્મુમાં ભાજપ મજબૂત છે?

બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી જમ્મુ ક્ષેત્રની તમામ 43 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. ભાજપે અહીં 37 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ એ વિસ્તાર છે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. સીમાંકન બાદ અહીં 6 બેઠકો વધી છે, જેનાથી ભાજપને ફાયદો થવાની આશા છે. જમ્મુ વિધાનસભા બેઠકોનું પ્રમાણ 42.5 ટકાથી વધીને 47.8 ટકા થયું છે. જ્યારે, કાશ્મીરમાં તે 52.9 ટકાથી ઘટીને 52.2 ટકા પર આવી ગયો છે. તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભાજપની તકો વધી જાય છે.

જમ્મુને હિંદુ બહુમતી વિસ્તાર માનવામાં આવે છે. ડોડા, પૂંચ, રાજૌરી, કિશ્તવાડ અને રામબનમાં મુસ્લિમોની વસ્તી વધુ છે. જૂની વિધાનસભામાં આ જિલ્લાઓમાં 13 બેઠકો હતી. બાકીના 24 હિંદુ બહુમતી જમ્મુમાં હતા. જમ્મુની છ નવી બેઠકોમાંથી ત્રણ-ત્રણ મુસ્લિમ અને હિન્દુ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપીનો પ્રભાવ માત્ર ખીણમાં જ નહીં પરંતુ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતી જમ્મુની બેઠકો પર પણ છે. બીજી તરફ કાશ્મીર ખીણમાં ભાજપનો પ્રભાવ ઘણો ઓછો અથવા શૂન્ય છે. જો કે, વર્ષોથી ભાજપે જમ્મુના હિંદુ અને મુસ્લિમ બંને જિલ્લાઓમાં તેનું પ્રદર્શન સુધાર્યું છે.

g clip-path="url(#clip0_868_265)">