આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. CM આતિષી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચી હતી, પરંતુ તે દિલ્હીના પૂર્વ CM અને પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠી ન હતી. CM આતિશી પોતાની એક ખુરશી સાથે સચિવાલય પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કેજરીવાલ ફરીથી ચૂંટણી જીતીને સીએમ નહીં બને ત્યાં સુધી CMની ખુરશી અહીં જ રહેશે.

આતિશી ભરતજીના પગલે ચાલ્યા, કેજરીવાલની ખુરશી પર ન બેઠા, CM પદનો સંભાળ્યો ચાર્જ
Atishi took charge of Delhi CM
Follow Us:
| Updated on: Sep 23, 2024 | 2:19 PM

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ મુખ્યમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. સીએમ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા, પરંતુ સીએમ આતિશી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ખુરશી પર બેઠા ન હતા. સીએમ આતિશી પોતાની એક ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા અને તે એ જ ખુરશી પર બેઠા જે સફેદ રંગની હતી. તેમની ખુરશીની સાથે દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલની લાલ રંગની ખુરશી રાખવામાં આવી છે.

સીએમ આતિશીએ કહ્યું કે, આજે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. આજે મારા મનમાં એ જ દર્દ છે જે રીતે ભરતજીને હતું, જે રીતે ભગવાન શ્રીરામની ચાખડી રાખીને ભરતજીએ કામ કર્યું, તે જ રીતે હું આગામી 4 મહિના સુધી મુખ્યમંત્રી પદ સંભાળીશ.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

“આ ખુરશી કેજરીવાલજીની છે”

સીએમ આતિશીએ કહ્યું કે, છેલ્લા 2 વર્ષથી બીજેપીએ અરવિંદ કેજરીવાલ પર કાદવ ઉછાળવામાં કોઈ કસર છોડી નથી, તેમને 6 મહિના માટે જેલમાં પૂર્યા. કોર્ટે એમ પણ કહ્યું કે અરવિંદ કેજરીવાલની એજન્સી દ્વારા દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી ધરપકડ કરવામાં આવી હતી. આતિશીએ વધુમાં કહ્યું કે, આ ખુરશી અરવિંદ કેજરીવાલ જીની છે, મને વિશ્વાસ છે કે ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીમાં દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલ જીને ફરીથી મુખ્યમંત્રી બનાવશે. ત્યાં સુધી અરવિંદ કેજરીવાલ જીની આ ખુરશી અહીં જ રહેશે.

આતિશીએ વધુમાં કહ્યું કે, અમે ફરી એકવાર અરવિંદ કેજરીવાલ જીને આ ખુરશી પર બેસાડશું અને ત્યાં સુધી આ ખુરશી આ રૂમમાં જ રહેશે.

“મુખ્યમંત્રીની ખુરશી કેજરીવાલની છે”

સીએમ આતિશીએ કહ્યું, અરવિંદ કેજરીવાલે ઈમાનદારીનું ઉદાહરણ બેસાડ્યું છે. છેલ્લા બે વર્ષથી ભાજપે કેજરીવાલની ઈમેજ ખરાબ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા છે. તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને તેમને પૂરા 6 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી દિલ્હીના લોકો તેમને ઈમાનદાર તરીકે સ્વીકારશે નહીં ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર નહીં બેસે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીની ખુરશી અરવિંદ કેજરીવાલની છે. મને આશા છે કે દિલ્હીની જનતા ફરી એકવાર સીએમ કેજરીવાલને મુખ્યમંત્રી બનાવશે.

બીજેપી નેતાએ કહ્યું, આ ડ્રામા બંધ થવો જોઈએ

મુખ્યમંત્રીની કમાન સંભાળ્યા બાદ પણ સીએમ આતિષી મુખ્યમંત્રીની ખુરશી પર ન બેઠા અને પોતાની ખુરશી લઈને સચિવાલય પહોંચ્યા, હવે ભાજપની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આતિશી પર નિશાન સાધતા બીજેપી નેતા અમિત માલવિયાએ કહ્યું, આ ડ્રામા દિલ્હીમાં બંધ થવો જોઈએ, આજે આતિશી માર્લેનાએ મુખ્યમંત્રીની ખુરશીની બાજુમાં ખાલી ખુરશી રાખીને ચાર્જ સંભાળ્યો.

તેમણે વધુમાં કહ્યું કે, આ બાબા સાહેબે બનાવેલા બંધારણની મજાક છે. મુખ્યમંત્રીપદ અને ગુપ્તતાના શપથ માર્લેનાએ લીધા છે ખાલી ખુરશી પર બેઠેલા કેજરીવાલના ભૂતે નહીં.

(Credit Source : @amitmalviya)

કેજરીવાલે રાજીનામું આપ્યું

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત દારૂ કૌભાંડ કેસમાં તિહાર જેલમાં બંધ હતા, ત્યારબાદ 13 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. તિહાડ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે એક એવી જાહેરાત કરી જેનાથી બધા ચોંકી ગયા. કેજરીવાલે 15 સપ્ટેમ્બરે કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દેશે. કેજરીવાલે 17 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ આતિશીએ પાર્ટીની કમાન સંભાળી છે.

AAP નેતા આતિશીએ 21 સપ્ટેમ્બરે સીએમ તરીકે શપથ લીધા હતા અને કેબિનેટની રચના કરી હતી, ત્યારબાદ આતિશી આજે પહેલીવાર દિલ્હી સચિવાલય પહોંચ્યા હતા.

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">