નાઇટ ક્લબમાં મળી આંખો, હાર્દિક પંડ્યા અને નતાશાની આવી છે love story
Hardik Pandya - Natasa Stankovic love story : પહેલી મુલાકાત બાદ નતાશાની હાર્દિક સાથે નિકટતા વધવા લાગી. ત્યારબાદ નતાશા હાર્દિકના ઘરે આયોજિત કાર્યક્રમોમાં દેખાવા લાગી.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી લગ્ન કરવા જઈ રહ્યો છે. પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, પરંતુ હવે લગ્ન રીતિ-રિવાજ મુજબ કરવા જઈ રહ્યા છે. હાર્દિક પંડ્યા અને નતાશાના લગ્નની વચ્ચે ચાલો ફરી એકવાર તેમની લવ સ્ટોરીની યાદ અપાવીએ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાર્દિક અને નતાશાની પહેલી મુલાકાત એક નાઈટ ક્લબમાં થઈ હતી. હાર્દિક પંડ્યા પહેલીવાર પ્રેમમાં પડ્યો અને ત્યાર બાદ બંન્ને વચ્ચે વાતો શરુ થઈ હતી. આ સાથે જ તેમના હૃદય એકબીજા માટે ધડકવા લાગ્યા અને તેમનો પ્રેમ ખીલતો રહ્યો.

1 જાન્યુઆરી, 2020ના રોજ, હાર્દિક પંડ્યાએ નતાશાને ખૂબ જ ખાસ રીતે પ્રપોઝ કર્યું. આ સમાચાર અને તેની સાથે જોડાયેલા ફોટો હેડલાઈન્સમાં આવતા જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.

પ્રપોઝના 5 મહિના પછી, હાર્દિક પંડ્યાએ નતાશા સાથે લગ્ન કર્યા અને તેમના સંબંધોને નવું નામ આપ્યું. આ લગ્ન કોર્ટ મેરેજ હતા, જેના કારણે હાર્દિકને મહેમાનોને બોલાવાની ઈચ્છા અધુરી રહી ગઈ હતી.

હવે તેમની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે હાર્દિક અને નતાશા ફરીથી લગ્ન કરી રહ્યા છે, જેમાં મહેમાનો પણ પહોંચી ગયા છે અને ઘરના બધા લોકો પણ. લગ્ન ઉદયપુરની એક આલીશાન હોટલમાં છે, જ્યાંથી એવી આશા છે કે કેટલાક શાનદાર ફોટો જોવા મળશે. (All Photo: Instagram/Hardik Pandya)