ચોમાસામાં અથાણાંને ફૂગથી બચાવવાની 5 અસરકારક રીત, સ્વાદ પણ બગડશે નહીં
અથાણાં સ્વાદ સાથે સ્વાસ્થ્ય માટે પણ સારા માનવામાં આવે છે. કેટલાક લોકોની ભોજનની થાળી અથાણાં વગર પૂરી નથી થતી. દાળ હોય, ભાત હોય, ખીચડી હોય, પુલાવ હોય કે પરાઠા હોય, આ બધ ચીજો સાથે અથાણાં ખાવાનું પસંદ કરે છે. દરેક ઘરમાં તમને અનેક પ્રકારના અથાણાં જોવા મળશે. કેટલાક લોકો બજાર માંથી અથાણાં લાવે છે, તો કેટલાક લોકો ઘરમાં વિવિધ પ્રકારના અથાણાં બનાવે છે. પરંતુ મોટાભાગના લોકો એક સમસ્યાથી પરેશાન હોય છે, તે છે વરસાદની સીઝનમાં અથાણાંમાં ફૂગ લાગવી કે ખરાબ થઇ જાય છે.

અથાણાં ભેજવાળી જગ્યા પર ન મૂકવા અથાણાંને હંમેશા સ્વચ્છ અને શુષ્ક જગ્યા પર મૂકવા જોઇએ. ભેજ વાળી અને વધુ ઠંડી જગ્યા પર મૂકવાથી અથાણાંમાં ફૂગ લાગવાનો ડર રહે છે. આથી હંમેશા હવાની અવરજવર થતી અને પુરતો પ્રકાશ આવતો હોય તેવી જગ્યા પર અથાણાં મૂકવા જોઇએ.

ફ્રિજમાં રાખો આ બધું કર્યા પછી પણ જો તમને અથાણાં ખરાબ થવાનો ડર લાગતો હોય તો અથાણાંને ફ્રિજમાં રાખી મૂકો. ખાસ કરીને ઈન્સ્ટન્ટ અથાણાં ફ્રિજમાં સ્ટોર કરી શકો છો.

અથાણા માંથી ફૂગ કેવી રીતે દૂર કરવી? જો વરસાદ આવે તે પહેલા તમારા અથાણામાં ફંગસ આવી ગઈ હોય તો તરત જ હટાવી દો. નહીં તો વરસાદમાં તમારું આખું અથાણું બગડી જશે. આ માટે અથાણાને એક વાસણમાં કાઢો, પછી તેમા ફૂગ લાગી હોય તેટલું અલગ કાઢી ફેંકી દો. હવે એક નવી સ્વચ્છ કાચની બરણીમાં અથાણું ભરો.

અથાણામાં ફૂગ કેમ લાગે છે? ઘણી વખત લોકોની અમુક ભુલોને કારણ અથાણાંમાં ફંગસ લાગે છે. બરણીમાંથી અથાણું કાઢી વખતે હંમેશા સુકી અને સ્વચ્છ ચમચીનો ઉપયોગ કરો. ભીની ચમચીથી ક્યારે અથાણું કાઢવું નહીં. અથાણું કાઢવા ક્યારેય આંગળી કે હાથનો ઉપયોગ કરવો નહીં, હંમેશા ચમચી વડે જ અથાણું કાઢવું જોઇએ.

અથાણું પ્લાસ્ટિકની ડબ્બામાં રાખી શકાય? અથાણું ખરાબ ન થાય તે માટે અથાણાને પ્લાસ્ટિકના ડબ્બામાં ન રાખો. અથાણાંને હંમેશાં કાચની બરણી અથવા ચીનાઇ માટીની બરણીમાં રાખો. કાચ કે ચીનાઇ માટીની બરણીમાં અથાણું લાંબા સમય સુધી ચાલે છે.

અથાણાંમાં કેટલું તેલ રાખવું? સૌથી પહેલા તમારે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે અથાણામાં કેટલું તેલ છે. તેલનું લેવલ સંતુલિત કરવાથી અથાણાં બગડતા રોકી શકાય છે. આ સાથે ફૂગ લાવાથી પણ રોકી શકાય છે. જો તમારા અથાણાની બરણીમાં તેલ ઓછું હોય, તો વરસાદ પડે તે પહેલાં તેલ ઉમેરો. અથાણાની બરણીમાં અથાણાની ઉપરની સપાટી સુધી તેલ રાખવું જોઇએ. હંમેશાં તેલ ગરમ કરીને અથાણાંમાં ઉમેરવું જોઇએ. ગેસ પર તપેલીમાં તેલ ગરમ કરી ઠંડુ થવા દો અને ત્યાર પછી અથાણાંમાં ઉમેરો.
છોકરામાંથી છોકરી બનવા માટે અનાયા બાંગરે કેટલા રુપિયા ખર્ચ્યા ? ફરી કરાવ્યું ઓપરેશન.. જાણવા અહીં ક્લિક કરો..