છોકરામાંથી છોકરી બનવા માટે અનાયા બાંગરે કેટલા રુપિયા ખર્ચ્યા ? ફરી કરાવ્યું ઓપરેશન
છોકરામાંથી છોકરીમાં રૂપાંતરિત થયેલી અનાયા બાંગરનું ફરીથી ઓપરેશન થયું છે. આ વખતે ઓપરેશન પહેલા અનાયા ભાવુક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. ચાલો જાણીએ કે અનાયા સાથે આવું કેમ થયું.

તમે બધા ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગર વિશે જાણતા જ હશો. અનાયા બાંગર તેમની પુત્રી છે. અનાયા એક ટ્રાન્સજેન્ડર છે. મતલબ કે તે છોકરામાંથી છોકરી બની છે. પહેલા તેનું નામ આર્યન હતુ. પરંતુ થોડા મહિના પહેલા, જ્યારે તે ઈંગ્લેન્ડથી ભારત પરત ફરી, ત્યારે તે અનાયા બાંગર બનીને આવી.

આમ છોકરા માંથી છોકરી બનવાની આ પ્રક્રિયામાં ઘણા પૈસા પણ ખર્ચાયા છે. ત્યારે આ સર્જરી પર અનાયા બાંગરે કેટલા પૈસા ખર્ચ કર્યા ચાલો જાણીએ. તમને જાણીવી દઈએ કે છોકરામાંથી છોકરી બન્યા પછી, 2 જુલાઈ 2025 ના રોજ અનાયાનું બીજું ઓપરેશન થયું, તેના કયા અંગોનું ઓપરેશન કરવામાં આવ્યું. અનાયાએ તેના વિશે એક વીડિયો પણ રિલીઝ કર્યો છે.

અનાયા બાંગરે તેના યુટ્યુબ પર ઓપરેશન પહેલાનો એક વીડિયો શેર કર્યો છે. 7 મિનિટના વીડિયોમાં, અનાયા કહી રહી છે કે તેના કયા અંગોનું ઓપરેશન થવાનું છે. ઉપરાંત, તે તેની અત્યાર સુધીની પરિવર્તન યાત્રાને યાદ કરીને ભાવુક થઈ જાય છે. તેની આંખોમાં આંસુ આવી જાય છે અને તે થોડીવાર માટે મૌન થઈ જાય છે.

2 જુલાઈ 2025 ના રોજ, અનાયા બાંગરે સફળતાપૂર્વક બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન અને ટ્રેકિયલ શેવ સર્જરી કરાવી છે. આમાં, સ્તન વૃદ્ધિએ તેની શારીરિક પરિવર્તન પ્રક્રિયાને વધુ આગળ વધારી છે. તે જ સમયે, ગળાના હાડકાને નરમ કરવા માટે ટ્રેકિયલ શેવ સર્જરી કરવામાં આવે છે. આ ઓપરેશન પછી, અનાયાની લિંગ પરિવર્તનની સફરને એક નવો પરિમાણ મળ્યો છે.

છોકરામાંથી છોકરી બનવા માટે એટલે કે લિંગ પરિવર્તનની આ સફરમાં તેના ખર્ચ વિશે કોઈ સત્તાવાર માહિતી નથી. પણ રિપોર્ટ અનુસાર, તેનો ખર્ચ લગભગ એક કરોડ રૂપિયા છે. અનાયાની સ્તન વૃદ્ધિ અને ટ્રેકિયલ શેવની સર્જરીમાં તેને 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થવાની ધારણા છે.

રિપોર્ટ અનુસાર, સ્તન વૃદ્ધિના ઓપરેશનનો કુલ ખર્ચ રૂ. 3.5 લાખ સુધીનો છે. જ્યારે ટ્રેકિયલ શેવ ઓપરેશનનો કુલ ખર્ચ રૂ. 2.5 લાખથી રૂ. 6.5 લાખ સુધીનો છે.
રાંચીમાં ચિકન વેચી રહ્યા છે MS ધોની ! કિંમત ₹1000 પ્રતિ કિલો, ફાર્મહાઉસમાં ફળ-શાકભાજી પણ મળી રહ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































