Indonesiaના એક ગામમાં પૂરની સ્થિતિ, પાણીનો રંગ છે લોહી જેવો લાલ
Indonesiaના પેકલોંગાન શહેરના દક્ષિણી ગામની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. અહીં ગામમાં પૂર આવ્યુ છે.
ખરેખર પૂરના કારણે પહેલા પાણી એક કપડાને ડાઇ કરવાની ફેક્ટરીમાં ભરાયુ અને ત્યારબાદ તે પાણી ગામમાં ઘુસ્યુ જેના કારણે ચારે તરફ લાલ રંગનું પાણી ફેલાય ગયુ
જેંગગોટ નામનું ઇન્ડોનેશિયાનું આ ગામ પારંપારિક રીતે ડાઇ અને વેક્સ બનાવવા માટે ઓળખાય છે
સોશિયલ મીડિયા પર લોકોએ પૂર અસરગ્રસ્ત ગામના ફોટો શેયર કર્યા
આના પહેલા પણ ઘણી વખત ડાઇના કલરને લીધે ત્યાંની નદીઓના પાણી રંગબેરંગી થઇ ચૂક્યા છે