Health Study: કોરોના વાયરસ માત્ર શરીર જ નહીં લોકોના મન પર પણ કરી રહ્યો છે અસર, કોવિડ સર્વાઈવર્સમાં માનસિક બીમારીઓ વધી
કોરોના મહામારીએ લોકોના જીવનને બે ભાગમાં વહેંચી દીધુ છે - રોગચાળા પહેલા અને રોગચાળા પછી. જેઓ આ રોગચાળામાં કોવિડમાંથી સાજા થયા છે, તેમના માટે સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ હજી સંપૂર્ણપણે સમાપ્ત થયું નથી.
તાજેતરમાં બ્રિટિશ મેડિકલ જનરલ (BMJ) માં પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે જે લોકો કોરોના (Corona) રોગચાળા દરમિયાન કોરોના સંક્રમિત થયા હતા. તેમનામાં માનસિક બીમારી (Mental illness)નું જોખમ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. જે લોકો કોરોના સંક્રમિત થયા બાદ સાજા થયા છે, તેમના માટે બધું હજી સરખુ થયુ નથી.
આધુનિક માનવ ઈતિહાસમાં કોરોના મહામારી સૌથી મોટી આરોગ્ય દુર્ઘટના છે. જેને જોનારા લોકોના જીવનને બે ભાગમાં વહેંચી શકાય છે – રોગચાળા પહેલા અને રોગચાળા પછી. તાજેતરનો અભ્યાસ કહે છે કે કોવિડ સર્વાઈવર્સની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિ સારી નથી. કોવિડમાં બચી ગયેલા લોકોમાં માનસિક સ્વાસ્થ્યની તકલીફો દેખાઈ રહી છે. તે લોકો ચિંતા, હતાશાથી પીડાય છે. તેમનામાં જ્ઞાનાત્મક ઘટાડો પ્રમાણમાં ઝડપથી થઈ રહ્યો છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય ગંભીર જોખમોનો સામનો કરી રહ્યું છે.
સંશોધકોએ યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન્સ અફેર્સ (VA) પાસેથી ડેટા એકત્રિત કર્યો અને એક વર્ષ પછી SARS-CoV-2 દ્વારા અસરગ્રસ્ત લોકોની માનસિક સ્વાસ્થ્ય સ્થિતિનું વિશ્લેષણ કર્યું છે. વિશ્લેષણમાં સંશોધકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો કોવિડમાંથી પસાર થયા છે, તેઓમાં માનસિક બિમારીનું જોખમ અન્ય લોકો કરતા ઘણું વધારે છે. તેમનામાં ઘણા પ્રકારની માનસિક બીમારીઓ જોવા મળી રહી છે. ડિપ્રેશનની દવાઓ લેવી, થેરાપી અને કાઉન્સેલિંગ માટે જઈ રહેલા લોકોમાં કોવિડ સર્વાઈવર્સની સંખ્યા વધુ છે.
આ અભ્યાસ બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રકાશિત થયો છે. ડૉ. ઝિયાદ અલ અલય, ક્લિનિકલ એપિડેમિયોલોજિસ્ટ અને યુનિવર્સિટી ઑફ વૉશિંગ્ટનના આસિસ્ટન્ટ પ્રોફેસર આ અભ્યાસનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ કહે છે કે અમારો અભ્યાસ સ્પષ્ટ કરી રહ્યો છે કે કોરોના વાઈરસ માત્ર શ્વસનતંત્ર પર હુમલો કરનાર વાઈરસ નથી. તે આપણા શરીરના દરેક અંગો અને સમગ્ર સિસ્ટમને ખૂબ જ ગંભીર રીતે અસર કરે છે. માનસિક સ્વાસ્થ્યથી લઈને જ્ઞાનાત્મક ઘટાડા સુધી આ વાઈરસ તેની ભૂમિકા ભજવી રહ્યો છે.
જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્ય, હતાશા, ચિંતા વગેરે વિશે વાત કરી રહ્યા છીએ, ત્યારે તે માત્ર ભાવનાત્મક નથી. તે માત્ર નિરાશા અને ભય નથી. ડો. ઝિયાદ કહે છે કે તે લોકોના માનસિક વાયરિંગ અને જ્ઞાનાત્મક કાર્યને અસર કરી રહ્યું છે, જેના લાંબા ગાળે ચિંતાજનક પરિણામો આવી શકે છે.
આ પણ વાંચો થાઈરોઈડની સમસ્યાને કંટ્રોલ કરવા માટે આ 3 પ્રકારના જ્યુસ અજમાવો
આ પણ વાંચો- Sabudana disadvantages: જો તમને હોય આ પ્રકારની તકલીફ તો સાબુદાણા ખાવાથી દુર રહો