આંખો ભીની થઈ જાય એવી ચિઠ્ઠી લખીને વડોદરાનો યુવાન ગુમ, જાણો શું છે સમગ્ર ઘટના?
દીકરો તેની મરજીથી ઘર છોડીને ભાગી ગયો. ગુમ થયા પહેલા હૃદય થંભી જાય એવી ચિઠ્ઠી લખી નાખી અને તેમાં તેણે તેના પરિવાર પાસે માંગી છે.

ગુજરાતના વડોદરા શહેરમાં એક દર્દનાક કિસ્સો બન્યો છે. કિસ્સો એમ છે કે, વડોદરાના જરોદ ગામમાં એક વેપારીનો દીકરો ગુમ થઈ ગયો છે. તપાસ થતાં જાણવા મળ્યું કે, દીકરો તેની મરજીથી ઘર છોડીને ભાગી ગયો છે. બીજું કે, તેણે ગુમ થયા પહેલા હૃદય થંભી જાય એવી ચિઠ્ઠી લખી નાખી અને તેમાં તેણે તેના પરિવાર પાસે માંગી છે.
ચિઠ્ઠી લખીને યુવક ઘરેથી રવાના
ગુમ થયેલ યુવાનનું નામ અંજલ ગજાણી છે.અંજલે ચિઠ્ઠીમાં લખ્યું છે કે, હું અંગત કારણોસર મોતને ભેટે પડી રહ્યો છું. આથી મારી મોતનું કારણ શોધવાનો પ્રયાસ ન કરતા. આ ઘટના અંગે જાણ થતાં જ ગજાણી પરિવારે યુવકના વિરૂદ્ધ ગુમ થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધોરણ 12 સુધી ભણેલ અંજલ નોકરી કરતો હતો. અંજલે ચિઠ્ઠીમાં ખંડીવાડા નર્મદા કેનાલનો ખુલાસો કર્યો છે. અંજલે નર્મદા નદીમાં કૂદીને આત્મહત્યા કરી હશે તેવી આશંકા તેના પરિવારજનોને છે. સમગ્ર ઘટનાની શોધખોળ પોલીસ હાથ ધરી છે.
જાણો શું લખેલું છે ચિઠ્ઠીમાં?
અંજલે ચિઠ્ઠીમાં લખેલું છે કે, ” હેલ્લો માય ડિયર ફેમિલી, મે તમારો લાડકો દીકરો અંજલ. આજે તમને બધાને મૂકીને હું દૂર જાઉં છું. મારા માટે તમે જે કર્યું તેનો હું આભારી છું. પ્લીઝ મને માફ કરજો. માનું છું કે, હું માફીને લાયક નથી પરંતુ જો થઈ શકે તો મને માફ કરજો. મે મારા વ્યક્તિગત કારણોસર આ પગલું ભર્યું છે. મારા મર્યા બાદ મારી ફેમિલીને અને મારા મિત્રોને કોઈ હેરાન કરતાં ના પ્લીઝ. હું મારા મારવાનું કારણ નથી કહી શકતો આથી તેનું કારણ જાણવાનો પ્રયાસ ન કરતા પ્લીઝ.”
મારી મરજીથી આ પગલું ભરી રહ્યો છું
અંજલે વધુમાં લખ્યું છે કે, મે મારી મરજીથી મરવા જવું છું. હું કોઈના દબાણમાં આવીને આ પગલું નથી ભરી રહ્યો. સોરી ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ, મારી મમ્મીનું ધ્યાન રાખજે મારા ભાઈ. ભાઈ રાહુલ મમ્મીને સાચવજે પ્લીઝ, થઈ શકે તો મને માફ કરજો પ્લીઝ. મારો મોબાઈલ અને બાઇક હું મૂકીને જાઉ છું તે વેચી દેજો પ્લીઝ.. Location: ખંડીવાડા કેનાલ (અંજલ)