AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગર્લફ્રેન્ડને સૂટકેસમાં બંધ કરી બોયઝ હોસ્ટેલ પહોંચ્યો સ્ટુડન્ટ ! પછી જે થયું..જુઓ-Video

હરિયાણાના સોનીપતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોલેજ હોસ્ટેલમાં એક સ્ટૂડેન્ટ તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં બંધ કરીને Boys હોસ્ટેલમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો

ગર્લફ્રેન્ડને સૂટકેસમાં બંધ કરી બોયઝ હોસ્ટેલ પહોંચ્યો સ્ટુડન્ટ ! પછી જે થયું..જુઓ-Video
girlfriend in a suitcase viral video
| Updated on: Apr 12, 2025 | 1:33 PM
Share

જો તમને લાગે છે કે પ્રેમ ફક્ત આંધળો હોય છે તો તેમ નથી પણ પ્રેમ ક્રિએટિવ પણ બની ગયો છે. જે તમને આ લેટેસ્ટ કેસ પરથી ખબર પડશે, જે બાદ તમે પણ માંથુ પકડીને બેસી જશો.

સૂટકેસ માંથી નીકળી ગર્લફ્રેન્ડ

હરિયાણાના સોનીપતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોલેજ હોસ્ટેલમાં એક સ્ટૂડેન્ટ તેની ગર્લફ્રેન્ડને સુટકેસમાં બંધ કરીને Boys હોસ્ટેલમાં લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ‘મિશન મજનુ’ ફ્લોપ ગયું જ્યારે વોર્ડને સૂટકેસ ખોલી અને અંદરથી એક છોકરી બહાર આવી.

રસપ્રદ વાત એ હતી કે છોકરો સુટકેસ છોડીને ભાગી ગયો. હા, પ્રેમીઓ ફક્ત મૃત જ નહીં પણ જીવતા પણ સુટકેસમાં મળી આવે છે.

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ કોલેજનો આ વિદ્યાર્થી એક મોટી સુટકેસ લઈને ખૂબ જ ચાલાકીપૂર્વક યોજના સાથે તેની હોસ્ટેલમાં અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. શંકા જતાં, વોર્ડને પૂછપરછ કરી અને જ્યારે સૂટકેસ ખોલવામાં આવી ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વીડિયોમાં, સુટકેસ ખુલતાની સાથે જ છોકરી બહાર આવે છે અને ત્યારબાદ આશિકી અને બાબુ શોનાનું ભૂત ત્યાં જ મરી જાય છે. છોકરીના ચહેરા પર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેની હાલત નાજુક બની ગઈ છે. જોકે સૂટકેસ ખુલતા જ તેનો બોયફ્રેન્ડ ત્યાંથી ભાગી જાય છે.

યુઝર્સ કરી રહ્યા ટિપ્પણી

આ વીડિયો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્લેટફોર્મ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું… શું આ છોકરી ભણવા ગઈ હતી કે પોતાનો સુટકેસ પેક કરવા ગઈ હતી? બીજા યુઝરે લખ્યું…ચલો તે જીવિત તો છે. જ્યારે બીજા યુઝરે લખ્યું…આ પ્રેમ મૂર્ખ નીકળ્યો.

g clip-path="url(#clip0_868_265)">