AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind Vs Pak: ભારત પાકિસ્તાનના મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર, સુરતીઓનો જોશ થયો હાઈ

ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપ મેચ પૂર્વે સુરતમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ છે. ડાયમંડ સિટીના ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક ખૂણે ભારતની જીતની જ ચર્ચા ચાલી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2026 | 5:26 PM
Share

ભારત -પાક.ના મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં ક્રિકેટ પ્રેમી સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  ક્રિકેટ જગતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટી-20 વર્લ્ડકપની મેચ આજે યોજાવા જઈ રહી છે. હાઈ-વોલ્ટેજ ડ્રામાને લઈને સુરતના ક્રિકેટ રસિકોમાં ભારે જોશ અને અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના ખૂણે-ખૂણે આજે માત્ર ભારતની જીતની જ ચર્ચાઓ થઈ રહી છે. સુરતના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓની ‘ચોપાલ’ જામી છે. યુવાનોથી લઈને મોટેરાઓ સુધીના તમામ ક્રિકેટ ચાહકો એકઠા થઈને ટીમ ઈન્ડિયાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. સુરતીઓનું માનવું છે કે આજે મેદાન પર ભારતીય પ્લેયરો પાકિસ્તાનની ટીમ પર સંપૂર્ણ રીતે હાવી થઈ જશે.

“અભિષેક, ઈશાન અને સૂર્યા ‘છક્કા’ છોડાવશે”

બેટિંગ લાઇનઅપ પર નજર કરતા સુરતના ક્રિકેટ પ્રેમીઓએ આશા વ્યક્ત કરી છે. અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવી યુવા જોડી પાકિસ્તાની બોલરોની લાઈન-લેન્થ બગાડશે. મિસ્ટર 360 ડિગ્રી એટલે કે સૂર્યકુમાર યાદવ આજે મેદાનના ચારેય ખૂણે ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી પાકિસ્તાનના ‘છક્કા’ છોડાવી દેશે. માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગમાં પણ ભારતનું પલ્લું ભારે હોવાનું ચાહકો માની રહ્યા છે. જસપ્રીત બુમરાહના યોર્કર અને વરુણ ચક્રવર્તીની મિસ્ટ્રી સ્પિન પાકિસ્તાનના બેટ્સમેનોને ક્રિઝ પર ટકવા નહીં દે. સુરતના ક્રિકેટ રસિકો અત્યારથી જ વિજય ઉત્સવની તૈયારીઓમાં લાગી ગયા છે. આજે પાકિસ્તાન સામે ભારતનો વિજય નક્કી છે, અમારા પ્લેયર્સ ફોર્મમાં છે અને સુરત જીતની ઉજવણી કરવા તૈયાર છે.

Input Credit- Baldev Sutha- Surat

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

Follow Us
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
g clip-path="url(#clip0_868_265)">