AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોલીસે કાઢેલા સુરતીલાલા ચિરાગ ગોટીના વરઘોડાને જોવા ગામ ઉમટ્યું, હાથ જોડીને માગી જાહેર માફી

પોલીસે કાઢેલા સુરતીલાલા ચિરાગ ગોટીના વરઘોડાને જોવા ગામ ઉમટ્યું, હાથ જોડીને માગી જાહેર માફી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2026 | 7:03 PM
Share

સુરત એસઓજી પોલીસે ભારે ભીડ વચ્ચે ચિરાગ ગોટીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આ સમયે લોકોનો આક્રોશ જોઈને સુરતના અસામાજીક તત્ત્વ એવા ચિરાગ ગોટીથી જાતે જ હાથ જોડી દેવાયા હતા. ચિરાગ ગોટીએ સમગ્ર વિસ્તારમાં રિ કન્સ્ટ્રકશન દરમિયાન લોકોની જાહેર માફી માગી હતી.

સુરતના માથાભારે, વ્યાજખોર ચિરાગ ગોટીનો આજે સુરત એસદજી પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આ સમયે સુરતના સિંગણપોર વિસ્તારમાં લોકો, સ્વંયભૂ સિરાગ ગોટીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથેના બેનર લઈને રોડ પર ઉતર્યા હતા.

સુરત એસઓજી પોલીસે ભારે ભીડ વચ્ચે ચિરાગ ગોટીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. આ સમયે લોકોનો આક્રોશ જોઈને સુરતના અસામાજીક તત્ત્વ એવા ચિરાગ ગોટીથી જાતે જ હાથ જોડી દેવાયા હતા. ચિરાગ ગોટીએ સમગ્ર વિસ્તારમાં રિ કન્સ્ટ્રકશન દરમિયાન લોકોની જાહેર માફી માગી હતી. જો કે, સ્થાનિકોનો આક્રોશ એટલો બધો હતો કે સુરત એસઓજી પોલીસને પણ એક સમયે ચિરાગને સુરક્ષીત રાખવો ભારે પડ્યો હતો.

દરમિયાન સુરતના ગુંડ્ડા એવા ચિરાગ સામે લોકો હવે નિર્ભય બનીને પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યાં છે. આજે ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ બે ફરિયાદ નોંધાઈ છે. એક ફરિયાદ સરથાણા પોલીસ મથકે તો બીજી ફરિયાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ચિરાગ ગોટીએ જીજ્ઞેશના ભાઈ પાસેથી રૂ. 42 લાખ અને 5 લાખના હીરા પડાવી લીધા હતા. પોલીસે ચિરાગ ગોટીની સાથે રહીને વ્યાજખોરી કરતા અને માથાભારે બની બેઠેલા અન્ય લોકોની પણ શાન ઠેકાણે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ

g clip-path="url(#clip0_868_265)">