29 મેના મોટા સમાચાર : ભરૂચના અંકલેશ્વર રોડ ઉપર આંગડિયા પાસે લૂંટની ઘટના સામે આવી, ચપ્પુ બતાવી 45 લાખની ચલાવી લૂંટ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 11:57 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

29 મેના મોટા સમાચાર : ભરૂચના અંકલેશ્વર રોડ ઉપર આંગડિયા પાસે લૂંટની ઘટના સામે આવી, ચપ્પુ બતાવી 45 લાખની ચલાવી લૂંટ
gujarat latest live news and samachar today 29th May 2023

આજે 29 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ કેમકે અમદાવાદમાં રમાવા જઈ રહી છે IPLની ફાઈનલ મેચ.આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 May 2023 11:55 PM (IST)

    ભરૂચના અંકલેશ્વર રોડ ઉપર આંગડિયા પાસે લૂંટની ઘટના સામે આવી, ચપ્પુ બતાવી 45 લાખની ચલાવી લૂંટ

    ભરૂચ અંકલેશ્વરને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઈને જઈ રહેલા વ્યક્તિને ચાર લૂંટારુંઓએ આંતરીને ચપ્પુ બતાવી 45 લાખની લૂંટ ચલાવી છે. આંખમાં મરચાની ભૂકી નાખી પૈસા ભરેલી બેગ લઈને ત્યાથી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ પોલીસને થતાં અંકલેશ્વર Dy.SP સહિતના LCB સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

  • 29 May 2023 11:27 PM (IST)

    રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની પોસ્ટે જગાવી રાજકીય ચર્ચા, અબજોપતિ સિનિયર નેતાએ મોટી રકમ પરત ન કરી હોવાનો ઉલ્લેખ

    રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાંસદ રામ મોકરિયાએ ભાજપના જ અબજોપતિ સિનિયર નેતા તેમના બાકી રૂપિયા પરત ન આપતા હોવાનું જણાવ્યું છે. રામ મોકરિયાએ જણાવ્યું કે મારે જેમની પાસેથી રૂપિયા લેવાના છે તે આગેવાન કરોડપતિ છે પરંતુ પૈસા આપવાની તેની દાનત નથી. આ નેતા 1980થી રાજકારણમાં સક્રિય છે અને તે 1990થી સરકારમાં જૂદા જૂદા પદે રહી ચૂક્યા છે. આ નેતા ગુજરાત બહાર હતા ત્યારે નિવૃત થયા હતા.

    રામ મોકરિયાની પોસ્ટમાં ગર્ભિત ઈશારો કોના તરફ ?

    રામ મોકરિયાએ જણાવ્યું કે વર્ષ 2008થી 2011 સુધીમાં વ્યવહારિક બાબતો અને હાથ ઉછીના પેટે મોટી રકમ લેણી છે. મેં અનેક વખત રૂપિયા પરત માગ્યા છે, અનેક વખત મધ્યસ્થીઓને પણ કહ્યું છે પરંતુ આ નેતા રૂપિયા પરત આપતા નથી. રામ મોકરિયાએ દાવો કર્યો કે મેં નેતાને જે રૂપિયા આપ્યા છે તેના તમામ પુરાવાઓ પણ મારી પાસે છે. હાલ રામ મોકરિયાની આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જો કે મોકરિયાનો ગર્ભિત ઈશારો કોના તરફ છે તે એક મોટો સવાલ છે.

  • 29 May 2023 10:58 PM (IST)

    Rajasthan Politics: મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોત અને પાયલટ વચ્ચે સમાધાન, બંને એકસાથે લડશે વિધાનસભા ચૂંટણી

    JAIPUR: રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. તે જ સમયે, પ્રદેશ કોંગ્રેસમાં ખેંચતાણના સમાચાર સતત સામે આવી રહ્યા છે. આ અંગે બેઠકોનો દોર શરૂ થયો છે. સોમવારે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષના નિવાસસ્થાને સીએમ અશોક ગેહલોત, રાહુલ ગાંધી અને ખડગે વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સચિન પાયલટે પણ ભાગ લીધો હતો. 4 કલાક સુધી ચાલેલી બેઠક બાદ સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચે સમાધાન થયું હતું. રાજસ્થાનના બંને ટોચના નેતાઓ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડશે.

  • 29 May 2023 10:10 PM (IST)

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, નમો સ્ટેડિયમમાં પણ વરસાદ વરસતા મેચ અટકી

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ, નમો સ્ટેડિયમમાં પણ વરસાદ વરસતા મેચ અટકી

  • 29 May 2023 09:42 PM (IST)

    અમદાવાદના કેટલાક વિસ્તારોમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ

    અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે, સોમવારે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસશે, આગાહી મુજબ ગુજરાતના અનેક જિલ્લામાં આજે મોડી સાંજે વરસાદ વરસ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો છે.

  • 29 May 2023 09:16 PM (IST)

    Jamnagar: આશરે 24 હજારથી વધુ સરકારી રેકોર્ડની ફાઈલો થઈ ગુમ, નોંધાઈ પોલીસ ફરીયાદ

    Jamnagarસરકારી વિભાગમાં એકાદ કાગળ કે ફાઈલ ગુમ થયા હોવાનું કયારેક બની શકે, પરંતુ આ વિભાગનો વર્ષો જુનો રેકોર્ડ સાથે રૂમનો તમામ સામાન જ ગુમ થયો હોય તેવી ઘટના સામે આવી છે. જામનગર જીલ્લા પંચાયતની ઈલેક્ટ્રીક શાખામાંથી વર્ષો જુના રેકોર્ડ ગુમ થયા છે. 2015થી 2023 સુધીની તમામ સરકારી રેકોર્ડ રજીસ્ટ્રર અને ફાઈલો તમામ વસ્તુઓ ગુમ થઈ છે. જેમાં અંદાજે કુલ 24 હજાર ફાઈલો હતી. જીલ્લા પંચાયતના ઈલેક્ટ્રીક શાખામાં રાખવામાં આવેલ સામાન કેવી રીતે અને શા માટે ગુમ થયો તે અંગે અનેક સવાલ સામે આવી રહ્યા છે.

  • 29 May 2023 08:45 PM (IST)

    Ahmedabad : શહેરમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર નુકસાન, ક્યાંક વૃક્ષો ધરાશાયી તો ક્યાંક પાણી ભરાતા સર્જાઈ હાલાકી

    Ahmedabad: રવિવારે સાંજે 6 વાગ્યાથી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેમાં 4 થી 5 કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે અસહ્ય ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા તેમજ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદ દરમિયાન વિવિધ સ્થળોએથી નુકસાનીની પણ તસવીરો સામે આવી. જેમા વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા, ભુવા પડવા, મકાનની છત પરથી પતરા ઉડવાની વ્યાપર ફરિયાદો સામે આવી હતી. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ઝાડ પડવાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા. જ્યારે વરસાદ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બે બનાવ અને લિફ્ટ બંધ પડતા અનેક લોકો ફસાયાનો કોલ મળ્યો હતો.

  • 29 May 2023 07:59 PM (IST)

    Gujarat News Live : બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે વીજળી પડતાં બાળકીનું મોત

    ગુજરાતમાં વીજળી પડવાથી વધુ એકનું મોત બોટાદના ગઢડા તાલુકાના ધ્રુફણીયા ગામે થયું છે. ધ્રુફણીયા ગામે બાળકી વાડીમાં હિચકા ખાતી હતી ત્યારે વીજળી પડી હતી. જેના કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચીને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

  • 29 May 2023 07:48 PM (IST)

    Gujarat News Live : અમરેલીના બાબરાના સુકવાણા ગામે વીજળી પડતા યુવાન ખેડુતનું મોત

    અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે વાતાવરણમાં પલટો આવવાની સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. બાબરાના સુકવાણા ગામે વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે. મકાનના રીપેરીંગ કરતા સમયે વીજળી પડતા આ ઘટના બની હતી. વીજળી પડવાથી યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે સાથે કામ કરતા કારીગરોને વીજળી પડવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં જસદણ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

  • 29 May 2023 07:44 PM (IST)

    Gujarat News Live : ભુજના મોડસરમાં વીજળી પડતા 28 ઘેટા-બકરાના મોત

    કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજના મોડસર ગામે વીજળી પડતા 28 ઘેટા-બકરાના મોત થયા છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.

  • 29 May 2023 06:53 PM (IST)

    Gujarat News Live : ભાવનગર જિલ્લામાં આજે બીજા દિવસે પણ વાતાવરણમાં આવ્યો પલટો, પાલિતાણા પંથકમાં વરસાદ

    ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. પાલિતાણા શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદનું આગમન થયુ છે. પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો છે. પાલીતાણાના સોનપરી, મોખડકા, માલપરા, સરોડ ઘેટી દુધાળા નાનીમાળ કંજરડા આદપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

  • 29 May 2023 06:48 PM (IST)

    Gujarat News Live : બોટાદના બરવાળા પંથકમાં કરા સાથે વરસાદ

    સતત બીજા દિવસે, બોટાદના બરવાળા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. બરવાળા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કેટલાક સ્થળોએ કરા પણ પડયા હતા.

  • 29 May 2023 06:29 PM (IST)

    Gujarat News Live : બાબા બાગેશ્વરનો આવતીકાલનો કાર્યક્રમ નક્કી, અમદાવાદના વટવામાં યોજાશે દિવ્ય દરબાર

    બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આવતીકાલ 30મી મેને મંગળવારના રોજ વટવામાં દેવકીનંદન મહારાજની શિવ કથાના સ્થળ પર યોજાશે. બાબા બાગેશ્વરના દરબારને લઈને તૈયારીઓ શરૂ કરાઇ છે. બાબા બાગેશ્વરના સહાયક સહિતનાઓએ દિવ્ય દરબાર જે સ્થળે યોજવાનો છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને તૈયારીઓ નિહાળી હતી. ઓગણજની જગ્યાએ હવે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આવતીકાલ મંગળવારે વટવા શ્રીરામ મેદાનમાં બાગેશ્વર દરબાર સાંજે 5:00 થી 7:00 વાગે યોજાશે દરબાર.

  • 29 May 2023 06:25 PM (IST)

    Gujarat News Live : ભારે પવનના કારણે જૂનાગઢ રોપ વે સેવા ખોરવાઈ, યાત્રાળુઓ અટવાયા

    જુનાગઢમાં ફુંકાયેલા ભારે તેજ પવનને કારણે રોપ વે સેવા ખોરવાઈ જવા પામી હતી. જેના પગલે, રોપવે દ્વારા ગિરનાર ગયેલા યાત્રિકો અટવાઈ જવા પામ્યા હતા. જો કે રોપ વે ની ગતિ ધીમી કરી યાત્રિકોને ઉતારવાનું શરૂ કરાયું હતું. સામાન્ય કરતા વધુ ગતિએ ફુંકાતા પવન છતા રોપ વેની ધીમે ચલાવીને અંદાજિત 100 જેટલા પ્રવાસીઓને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે.

  • 29 May 2023 06:22 PM (IST)

    Gujarat News Live : પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો, સાહિલે સાક્ષી પર છરીના 16 વાર ઘા માર્યા હતા

    દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સોમવારે ચાકુથી હુમલો કરવાના મામલામાં મૃતક યુવતીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આરોપી સાહિલે સાક્ષી પર છરી વડે 16 વાર ઘા કર્યા હતા. તેના પર ભારે પથ્થરો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો.

    આ સમાચાર વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 29 May 2023 05:55 PM (IST)

    Gujarat News Live : બનાસકાંઠાના સુઈગામ પંથકમાં વરસ્યો વરસાદ

    આજે બપોર બાદ બનાસકાંઠાના સુઈગામ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુઈગામ પંથકના સુઈગામ, દૂધવા, મોરવાડા સહિતનાં ગામમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. દિવસભર ભારે ગરમી અને બફારા બાદ વરસાદનુ આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી હતી.

  • 29 May 2023 05:07 PM (IST)

    Gujarat News Live : અમરેલી-જામનગરના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસ્યો વરસાદ

    જામનગર અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને વરસાદ વરસ્યો હતો. અમરેલીના બાબરામાં ભારે પવન ફુંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે બાબરાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જામનગરમાં જોડીયાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદના અહેલાવો સામે આવ્યા છે. જોડીયાના આંણદામાં પવન ફુંકાવાની સાથે વરસાદ વરસ્યો છે.

  • 29 May 2023 05:02 PM (IST)

    Gujarat News Live : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ

    રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવન ફુંકાવાની સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના નાના મવા ચોકમાં ભારે પવનને કારણે, મસાલા માર્કેટનો મંડપ ઉડયો હતો.

  • 29 May 2023 04:30 PM (IST)

    Gujarat News Live : તિહાર જેલમાં બે જૂથો વચ્ચે અથડામણ, અનેક કેદીઓ ઘાયલ

    તિહાડ જેલ નંબર વનમાં કેદીઓના બે જૂથો વચ્ચે ભારે અથડામણ થવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં ઘણા કેદીઓ ઘાયલ થયા હોવાની માહિતી આપવામાં આવી રહી છે. જણાવી દઈએ કે 2 મેના રોજ તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા કરવામાં આવી હતી.

  • 29 May 2023 04:06 PM (IST)

    Gujarat News Live : અમદાવાદની 146મી રથયાત્રામાં પોલીસ કરશે ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ

    અમદાવાદ પોલીસ, આગામી જૂન મહિનામાં યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રામાં ટેલિગ્રામ બોટ સિસ્ટમનો ઉપયોગ કરશે. રથયાત્રામાં પ્રથમ વખત ટેલિગ્રામ ઓપરેટિંગ સિસ્ટમ લોંચ કરાશે. દરેક અધિકારીને સોંપેલાં કામગીરીનો રિપોર્ટ તેમા રહેશે. રથયાત્રાના રૂટ પર આવતા અધિકારી અને પોલીસ કર્મચારીઓની માહિતી મળી રહેશે. રૂટમાં કોઈપણ ઇમરજન્સીમાં દરેક સર્વિસના સંપર્કની માહિતી મેળવાશે. બંદોબસ્તમાં આવતા અનેય શહેર અને જિલ્લાની પોલીસ માટે મદદરૂપ રહેશે ટેલિગ્રામ બોટ સિસ્ટમ.

  • 29 May 2023 03:55 PM (IST)

    Ahmedabad: હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર મામલે થયેલી ફરિયાદમાં ચારેય આરોપી પોલીસ સમક્ષ હાજર થયા

    અમદાવાદનૌ સૌથી વિવાદીત અને ચર્ચાસ્પદ એવા હાટકેશ્વર બ્રિજના આરોપીઓએ આખરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. બ્રિજના ભ્રષ્ટાચારી આરોપી એવા અજય ઇન્ફ્રાસ્ટક્ચરના ડાયરેક્ટર ચિરાગ પટેલ, કલ્પેશ પટેલ, રમેશ પટેલ અને રસિક પટેલ ખોખરા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મહત્વપૂર્ણ છે કે બ્રિજમાં ભ્રષ્ટાચાર મામલે 9 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેમાંથી પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપીઓએ ધરપકડથી બચવા માટે કોર્ટનું શરણ લીધુ હતું.

  • 29 May 2023 03:35 PM (IST)

    Gujarat News Live: સાક્ષીના હત્યારા સાહિલની બુલંદશહેરમાંથી ધરપકડ

    16 વર્ષની છોકરી સાક્ષીના હત્યારા સાહિલની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. સાહિલની બુલંદશહેરથી ધરપકડ કરવામાં આવી છે.

  • 29 May 2023 03:22 PM (IST)

    Delhi Girl Murder : પહેલા છરીના ઉપરાછાપરી માર્યા 36 ઘા, પછી મોટા પથ્થરથી છુંદી નાખી, 16 વર્ષની છોકરીની તેના જ બોયફ્રેન્ડે કરી હત્યા

    દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી 16 વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હતો. તેની ઉંમર 20 વર્ષ છે. સાહિલ અને યુવતી વચ્ચે સંબંધ હતા, પરંતુ રવિવારે બંને વચ્ચે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે સાહિલ ગુસ્સે થઈ ગયો હતો.

    પોલીસે જણાવ્યું કે, રાત્રે યુવતી તેના મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી. ઝઘડા દરમિયાન યુવતીએ આ વાતની માહિતી સાહિલને આપી હતી. તેથી જ સાહિલ જાણતો હતો કે તે કયા રસ્તે જશે. પોલીસે જણાવ્યું કે, સાહિલે યુવતીની હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્લાનિંગ મુજબ સાહિલ પહેલા તેને રસ્તામાં રોકે છે. આ પછી, તે તેના પર છરી વડે ઉપરા ઉપરી કુલ 36 વાર છરીના ઘા મારીને હુમલો કર્યો.

  • 29 May 2023 03:07 PM (IST)

    Gujarat News Live: રાહુલ ગાંધીનો દાવો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 150 સીટ જીતશે

    મધ્યપ્રદેશના નેતાઓ સાથેની બેઠક બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે લાંબી ચર્ચા કરી. કર્ણાટકમાં અમને 136 સીટો મળી છે. અમારું આંતરિક મૂલ્યાંકન એ છે કે અમને મધ્યપ્રદેશમાં 150 બેઠકો મળવાની છે.

  • 29 May 2023 02:42 PM (IST)

    Gujarat News Live: વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં યોજાશે બાબાનો દિવ્ય દરબાર, મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવાશે

    રાજકોટ બાદ વડોદરામાં ( Vadodara ) 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્ય સ્ટેજ સહિત અન્ય ત્રણ સ્ટેજ બનાવવામાં આવશે. ધર્મગુરુ, મહાનુભાવો અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અલગ સ્ટેજ બનાવવામાં આવશે. મુખ્યપ્રધાન અને ગૃહ રાજયમંત્રીને દરબારમાં આવવા આયોજકો આમંત્રણ આપશે.

  • 29 May 2023 02:30 PM (IST)

    Gujarat News Live: મોદી સરકારના 9 વર્ષમાં 74 એરપોર્ટ બન્યા- જ્યોતિરાદિત્ય સિંધિયા

    મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે આઝાદીથી લઈને 2014 સુધી ભારતમાં માત્ર 74 એરપોર્ટ હતા. છેલ્લા 9 વર્ષમાં 74 વધુ એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. અમારો સંકલ્પ છે કે આગામી 4 વર્ષમાં અમે 200ને પાર કરીશું.

  • 29 May 2023 02:14 PM (IST)

    રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, રાજસ્થાની મહેલ થીમ પર તૈયાર કરાયું સ્ટેજ

    સુરત બાદ રાજકોટમાં ( Rajkot ) બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવવાનો છે. 1 અને 2 જૂને રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું આયોજન કરવામાં આવશે. મુંબઈના કારીગરોએ રાજસ્થાની મહેલ થીમ પર ખાસ સ્ટેજ તૈયાર કર્યું છે. આયોજક યોગીન છનિયારાએ કહ્યું, સુરતના કાર્યક્રમને જોતા બાબાના દરબારમાં સવા લાખથી વધારે લોકો આવે તેવી શક્યતા છે. દરબારમાં આવવા માટે કોઈ રજિસ્ટ્રેશન કે ટોકન સિસ્ટમ રાખવામાં આવી નથી.

    જો કે આજે અમદાવાદમાં બાબાનો ભવ્ય દરબાર યોજાવવાનો હતો પરંતુ વરસાદ વરસતા ઠેર- ઠેર પાણી ભરાયા હોવાથી આજનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજકોટ બાદ વડોદરામાં 3 જૂન નવલખી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

  • 29 May 2023 02:03 PM (IST)

    IPLની મેચ દરમ્યાન ફરી એકવાર વિલન બની શકે છે વરસાદ, અમદાવાદમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદની આગાહી

    હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે ગુજરાત ( Gujarat )  પર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં વરસાદ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

    રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, મહેસાણા, બનાસકાંઠા. સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે. આણંદ, ભરૂચ, અમરેલી, રાજકોટ, ભાવનગરમાં પણ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. કાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની સંભાવનાને જોતા આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે.

  • 29 May 2023 01:49 PM (IST)

    પંચમહાલમાં ભારે પવન સાથે માવઠું, વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ

    હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી ( Rain ) વરસાદ વરસ્યો હતો. પંચમહાલમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરા, શહેરા, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.

    ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વીજળી ગૂલ થવાની પણ ફરિયાદ ઉઠી હતી. જેના કારણે લોકોએ અંધારામાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ વાવાઝોડાના કારણે કેટલાય સ્થાનો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘોઘંબા, કાલોલ તાલુકામાં વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા. કાલોલ-મલાવ રોડ, હાલોલ-બારીયા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થયા હતા.

  • 29 May 2023 01:48 PM (IST)

    આસામના ગુવાહાટીમાં ભયંકર રોડ અકસ્માત, એન્જિનિયરિંગ કોલેજના 7 વિદ્યાર્થીના મોત

    આસામના ગુવાહાટીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારની છે જ્યારે રવિવારે રાત્રે એક ઝડપી એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે ડિવાઈડર ક્રોસ કરતી વખતે બીજી લેનમાં ચાલી રહેલી ટાટા-407 સાથે અથડાઈ હતી.

    એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનો અકસ્માત

    આ અકસ્માતમાં અન્ય 6 લોકો ઘાયલ પણ થયા છે. એસયુવી કારમાં વિદ્યાર્થીઓ હતા, જેઓ અઝારા તરફથી આવી રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની જીએમસીએચમાં સારવાર ચાલી રહી છે. ગુવાહાટીના જોઈન્ટ પોલીસ કમિશનર વિજય કુમારે જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તરીકે થઈ છે. તેઓ આસામ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જણાવવામાં આવી રહ્યા છે. જેપીસીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓ હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

  • 29 May 2023 01:46 PM (IST)

    સાબરકાંઠા પંથકમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો, ગેટ ધરાશાયી થતા કાર દબાઈ

    હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે અચાનક સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાબરકાંઠા પંથકના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને ઈડરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

    હિંમતનગર નજીક ભારે પવનમાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. આ ઉપરાંત વાવાઝોડા સાથે વરસાદ વરસતા હિંમતનગર નજીક આવેલી એક સમાજવાડીનો પથ્થરનો ગેટ ધરાશાયી થતા કાર દબાઈ હતી. આ સાથે જ લગ્નનો મંડપ અને ખુરશીઓ પવનમાં વેરવિખેર થઈ ગઈ હતી

  • 29 May 2023 01:45 PM (IST)

    RBI Repo Rate : મોંઘવારી ઘટી ! રિઝર્વ બેંક વ્યાજદરમાં કરી શકે છે ઘટાડો

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગયા વર્ષે મે મહિનાથી શરૂ કરાયેલા વ્યાજ દરોમાં વધારાની અસર હવે ફુગાવાના દરમાં નરમાઈના રૂપમાં દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક વ્યાજદરમાં ઘટાડો શરૂ કરી શકે તેવી અપેક્ષા છે. રિઝર્વ બેંક ગયા વર્ષે વ્યાજ દર (રેપો રેટ)માં 2.5 ટકાનો વધારો કર્યો હતો, જે હાલમાં 6.5 ટકાના સ્તરે છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24ની પ્રથમ નાણાકીય નીતિ, જે એપ્રિલમાં આવી હતી, તેમાં વ્યાજ દરો અંગે કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.

  • 29 May 2023 12:48 PM (IST)

    પંચમહાલમાં ભારે પવન સાથે માવઠું, વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ

    હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી ( Rain ) વરસાદ વરસ્યો હતો. પંચમહાલમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરા, શહેરા, મોરવા હડફ, કાલોલ સહિતના તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.

    ભરઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. તો અનેક જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વીજળી ગૂલ થવાની પણ ફરિયાદ ઉઠી હતી. જેના કારણે લોકોએ અંધારામાં બેસી રહેવાનો વારો આવ્યો હતો. બીજી તરફ વાવાઝોડાના કારણે કેટલાય સ્થાનો પર વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘોઘંબા, કાલોલ તાલુકામાં વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા. કાલોલ-મલાવ રોડ, હાલોલ-બારીયા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા માર્ગ બંધ થયા હતા.

  • 29 May 2023 12:46 PM (IST)

    અમદાવાદના રાણીપ વિસ્તારમાં વરસાદ પડતા પડ્યો ભૂવો, બાઈક ચાલક ભૂવામાં ગરકાવ

    અમદાવાદમાં ધોધમાર વરસાદ ( Rain ) વરસે અને ભૂવો ન પડે તો જ નવાઈ. ભૂવા પડવા માટે અમદાવાદ પંકાયેલું છે. અમદાવાદમાં ગઈકાલે વરસેલા વરસાદમાં પણ રાણીપ વિસ્તારમાં ગાયત્રી વિદ્યાલયના ગેટ પાસે ભૂવો પડ્યો છે. જેમાં એક બાઈકચાલક ગરકાવ થઈ ગયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા જ પહોંચી છે. સ્થાનિકોનું કહેવું છે કે પહેલા નાનો ખાડો જ પડ્યો હતો. પરંતુ ગઈકાલે વરસાદ પડતાં મોટો ભૂવો પડી ગયો છે.

    તેમ છતાં કોર્પોરેશને ફક્ત બેરિકેડિંગથી જ કામ ચલાવી લીધુ છે. ભૂવાનું સમારકામ કરવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ભૂવામાં પડેલું બાઈક પણ સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની લાલિયાવાડીના કારણે આ સ્થળ પર વારંવાર ભૂવા પડે છે. અયોગ્ય કામગીરીને પગલે એક જ સ્થળ પર મહિનામાં 3 વખત ભૂવો પડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે.

  • 29 May 2023 12:43 PM (IST)

    Breaking News : ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતા 35થી વધુ ઘેટાં-બકરાંનાં મોત

    ખેડાના ( Kheda )  વલ્લાથી ત્રાજ સુધીના ગામોમાં વાવાઝોડાથી નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે. આ સાથે જ ખેડાના માતરના બરોડા ગામમાં વીજળી પડતાં 35 થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયા હોવાનું સામે આવ્યુ છે. કમોસમી વરસાદના કારણે પંથકમાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું હતુ.

  • 29 May 2023 11:03 AM (IST)

    Breaking News : અમદાવાદના ઓગણજમાં વરસાદી પાણી ભરાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર કરાયો રદ

    અમદાવાદના ઓગણજમાં વરસાદી પાણી ભરાતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર કરાયો રદ. આ અગાઉ ગઈકાલે અમદાવાદ સહિત આસપાસના પંથકમાં આવેલા ધોધમાર વરસાદને કારણે બાબા બાગેશ્વરના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડ્યુ હતુ. ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત આજે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.

  • 29 May 2023 11:02 AM (IST)

    Breaking News: ISROએ NVS-01 નેવિગેશન સેટેલાઈટ કર્યો લોન્ચ, જાણો તેની વિશેષતા

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ISRO)એ એક ખાસ નેવિગેશન સેટેલાઈટ લોન્ચ કર્યો છે. વૈજ્ઞાનિકોએ ગઈકાલે જ આ માટે કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. 27.5 કલાકનું કાઉન્ટડાઉન સેટ કરવામાં આવ્યું હતું. ભારતીય GSLV રોકેટની મદદથી સવારે 10.42 કલાકે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે સવારે 7.12 વાગ્યે કાઉન્ટડાઉન શરૂ કર્યું હતું. નેવિગેશન સેટેલાઇટ શ્રેણીનો આ બીજી પેઢીનો પ્રાદેશિક ઉપગ્રહ છે.

  • 29 May 2023 09:57 AM (IST)

    IPL 2023 Final Weather Update: ફાઈનલ મેચમાં ફરી વરસાદ બનશે વિલન? જાણો રિઝર્વ ડે પર કેવો રહેશે મોસમનો મિજાજ

    IPL 2023 Final ની મજા માટે એક દિવસની વધારે રાહ ચાહકોએ જોવી પડી છે. રવિવારે અમદાવાદને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી હતી. પરંતુ વરસાદ ટોસના થોડા સમય પહેલા જ વરસવો શરુ થઈ જતા મેદામાં પાણી પાણી થઈ ગયુ હતુ. વરસાદ વચ્ચે વિરામ લેતા રમત માટે તૈયાર કરવાની શરુઆત કરાઈ હતી, ત્યાં જ ફરી વરસાદી માહોલ શરુ થવાને લઈ આખરે મેચને રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય થયો હતો. આમ હવે આજે સોમવારે 29 મે એ મેચ રમાશે. હવે ચિંતા એ વાતની છે કે, આજે પણ વરસાદ વિલન બનીને નહીં આવી પહોંચેને.

  • 29 May 2023 09:56 AM (IST)

    ખેડાના ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર ફાઈટરની 8 ટીમ ઘટનાસ્થળે

    ખેડાના (Kheda) ગોબલજ પાસે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર ફાઈટરની 8 ટીમ આગ ઓલવવા પ્રયત્નો કરી રહી છે. નડિયાદ, ખેડા, માતર, બારેજા, અસલાલીની ફાયર ફાઈટરની ટીમો ઘટનાસ્થળે હાજર છે. આ ઉપરાંંત ધોળકા અને અમદાવાદની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. વિકરાળ આગનો ધુમાડો 5 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. આગ કાબૂમાં લેતા ચારથી પાંચ કલાકનો સમય લાગી શકે છે. શોર્ટસર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે.

  • 29 May 2023 09:56 AM (IST)

    Manipur Violence: હિંસા વચ્ચે આજે મણિપુર પહોંચશે અમિત શાહ, ત્રણ દિવસ માટે કરશે પડાવ

    Manipur: મણિપુરમાં બે સમુદાયો વચ્ચે હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. કુકી અને મૈતેઈ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે અને હિંસામાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. રવિવારે પણ સ્થિતિ સારી ન હતી, બળવાખોરો અને સૈનિકો વચ્ચે તણાવ જોવા મળ્યો હતો. હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતે આજે મણિપુર પહોંચશે.

  • 29 May 2023 09:52 AM (IST)

    Stock Update : NIFTY BANK સર્વોચ્ચ સપાટીને સ્પર્શ્યો, આ સ્ટોક્સે રોકાણકારોને લાભ કરાવ્યો

    Stock Update :  શેરબજારે સોમવારે જોરદાર શરૂઆત કરી છે. BSE SENSEX  450 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 63000ની સપાટીને પાર કરી ગયો છે. નિફ્ટી પણ 120 પોઇન્ટ ચઢીને 18600ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. બજારની તોફાની તેજીને કારણે બેન્ક નિફ્ટી સર્વોચ્ચ  ઊંચાઈએ પહોંચી ગયો છે જે 44300ની પાર ટ્રેડ થઈ રહ્યો છે. બજારની તેજીમાં ઓટો અને ફાઈનાન્શિયલ સેક્ટર સૌથી આગળ છે. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 629 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 પર બંધ રહ્યો હતો. BSE સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 28 શેરોમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. મજબૂત પરિણામોને કારણે M&Mના શેરમાં લગભગ 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. જ્યારે સન ફાર્મા દોઢ ટકા લપસી ગયો છે.

  • 29 May 2023 09:46 AM (IST)

    Share Market Today : સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 63000 ને પાર પહોંચ્યો

    Share Market Today :સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)માં સાપ્તાહિક કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. છેલ્લા સત્રની તેજીને આગળ વધારતા શેરબજારમાં આજે મજબૂત કારોબાર જોવા મળી શકે છે. આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન Sensex  63,008.91 ના સ્તરે જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ નવી સર્વોચ્ચસપાટી નોંધવા તરફ આગળ વધી રહ્યો છે.   આજે સેન્સેક્સ 62,801.54 ઉપર ખુલ્યો હતો જેમાં 299.85 પોઇન્ટ મુજબ 0.48%ની પ્રારંભિક તેજી દેખાઈ હતી. નિફટીની વાત કરીએતો આજે 119.80 પોઇન્ટ અથવા 0.65%વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. ઇન્ડેક્સ 18,619.15 ઉપર ખુલ્યો હતો. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 629 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 પર બંધ રહ્યો હતો

Published On - May 29,2023 9:44 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">