Kheda: PM મોદીની ‘મન કી બાત’થી પ્રેરણા લઇને પોલીસ કર્મચારીઓ સ્વયંભૂ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
ખેડા પોલીસના નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર,પીએસઆઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલઅને હોમગાર્ડના જવાનો, મહિલા પીએસઆઇ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આજે મન કી બાત ની એપિસોડ સાંભળી અને તેમાંથી પ્રેરણા લઈ અનોખા પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હતું
મન કી બાતનો આજે 100મો એપિસોડ પ્રસારિત થયો હતો. નોંધનીય છે જનતા સાથે મન કી બાત કરતી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સફાઇથી માંડીને સ્ત્રી સશક્તિકરણ, અભ્યાસ, આત્મનિર્ભરતા જેવા ઘણા મુદ્દાઓ ઉપર વાત કરી ચૂક્યા છે. ત્યારે આ બાબતોમાંથી પ્રેરણા લઇને ખેડા પોલીસે નવતર પ્રયોગ કરતા સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.
મન કી બાતમાંથી પ્રેરણા લઇ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સ્વયંભુ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
ખેડા પોલીસના નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈ સહિત પોલીસ ઇન્સ્પેક્ટર,પીએસઆઇ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલઅને હોમગાર્ડના જવાનો, મહિલા પીએસઆઇ,મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા આજે મન કી બાત ની એપિસોડ સાંભળી અને તેમાંથી પ્રેરણા લઈ અનોખા પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હતું અને નડિયાદ dysp ઓફિસ પાસે આવેલ કમ્યુનિટી હોલ કેમ્પસની 10 મિનિટમાં સફાઈ કરી 150 કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:“Mann ki baat”ના 100માં એપિસોડમાં આખરે પ્રધાન મંત્રીએ ગુજરાતની કઈ બાબતને યાદ કરી, જાણો
Dysp, PI અને અને PSI તેમજ કોન્સ્ટેબલ સહિતના કર્મચારીઓ આ સરપ્રાઈઝ ટાસ્કમાં જોડાયા
નડિયાદ શહેરના સંતરામ મંદિર પાછળ આવેલ કમ્યુનિટી હોલ કે જ્યાં પોલીસના જુદા જુદા પ્રકારની મિટિંગનું આયોજન થતું હોય એ કમ્યુનિટી હોલમાં આજે મન કી બાતનો એપિસોડ સાંભળવામાં આવ્યો અને એપિસોડ સાંભળ્યા પછી નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલ બાજપાઈ દ્વારા એક નવતર પ્રયોગની વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે મન કી બાત સાંભળીને જેના પણ મનની ઇચ્છા હોય તે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને શ્રમ કાર્યમાં જોડાઈ શકે છે.
આ વાતમાંથી પ્રેરણા લઇને ડીવાયએસપી સહિત અધિકારીઓ દ્વારા કોમ્યુનિટી હોલ કેમ્પસની અંદર દસ મિનિટ સુધી જે કચરો હતો તેની સફાઇ કરવામાં આવી ને દસ મિનિટમાં 150 કિલો કચરો એકત્ર કરવામાં આવ્યો.
મહત્વની બાબત એ છે કે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરતી પોલીસ શિસ્તમાં પણ ખૂબ આગ્રહી હોય છે અને શિસ્ત પ્રમાણે કાર્ય કરતી હોય છે ત્યારે તેમના દ્વારા કાયદા અને વ્યવસ્થા સિવાયનું 10 મિનિટમાં શ્રમ કાર્ય કરી નવા પ્રકારનું અભિયાન હાથ ધરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…