Rain Breaking: રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ

Ahmedabad: રાજ્યમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ છવાયો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

Rain Breaking: રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 8:09 PM

Ahmedabad:  રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અમદાવાદ, ભાવનગર, મહેસાણા, પાટણ સહિતના જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. અમદાવાદમાં ધોધમાર વરસાદ સાથે કરા પડ્યા હતા. એક તરફ અમદાવાદના અનેક મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના વસ્ત્રાપુર, શિવરંજની, સેટેલાઈટ, જોધપુર, બોડકદેવ, સરખેજ, પ્રહલાદ નગર, રતનપોળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે ઉકળાટ અને ગરમી બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ.

રજા હોવાથી લોકો વરસાદી મજા માણવા બહાર દોડી આવ્યા

રવિવારની રજા હોવાથી સાંજના સમયે વરસાદ આવતા લોકો વરસાદની મજા માણવા માટે બહાર દોડી આવ્યા હતા. કરા સાથે વરસાદને કારણે બાળકોમાં પણ કુતુહલ સર્જાયુ હતુ. બાળકો સહિત મોટેરાઓ પણ કરાની મજા માણતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી IPLની ફાઈનલ મેચ પર વરસાદનું વિઘ્ન જોવા મળ્યુ છે. જેના કારણે ક્રિકેટ રસિકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ક્રિકેટ રસિચો મેચને લઈને ચિંતામાં મુકાયા છે.

મહેસાણા બપોર બાદ વરસાદી માહોલ

આ તરફ રાજ્યમાં મહેસાણા, પાટણ અને ભાવનગરમાં પણ વરસાદ બપોર બાદ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં કાળઝાળ ગરમી વચ્ચે પવન સાથએ વરસાદી છાંટા પડ્યા. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પાટણમાં કરા સાથે ખાબક્યો વરસાદ

પાટણ જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ચાણસ્મામાં કરા સાથે વરસાદ ખાબક્યો. જેમા ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ ખાબક્યો. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

આ પણ વાંચો : Rain Breaking: રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ

ભાવનગરના નવાગામમાં કરા સાથે વરસાદ

ભાવનગર શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભાવનગર નજીકના નવાગામમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કરા પડતા જોઈ લોકો કરા લેવા દોડતા દૃશ્યો સામે આવ્યા હતા. અકળાવી દેનારી ગરમી બાદ વરસાદ થતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો

ઈનપુટ ક્રેડિટ- મિહિર સોની સાથે રોનક વર્મા- અમદાવાદ

આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">