AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમનો કરૂણ અંજામ- એક વર્ષ પહેલા થયેલી જૂનાગઢની ધારા કડીવારની હત્યાનો ખૂલ્યો ભેદ, પ્રેમી સુરજ સોલંકીએ જ પીછો છોડાવવા કરી હતી હત્યા

Ahmedabad: સોશિયલ મીડિયા પર પાંગરેલા પ્રેમનો કરૂણ અંજામ આવ્યો છે. એક વર્ષ પહેલા જૂનાગઢની ધારા કડીવારની થયેલી હત્યા પરથી પર્દો ઉંચકાયો છે. જેમા પ્રેમી સુરજ સોલંકીએ જ ધારાથી પીછો છોડાવવા તેની હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. ઝોન 7 LCBએ એક મહિલા સહિત 8 આરોપીની ધરપકડ કરી છે.

પ્રેમનો કરૂણ અંજામ- એક વર્ષ પહેલા થયેલી જૂનાગઢની ધારા કડીવારની હત્યાનો ખૂલ્યો ભેદ, પ્રેમી સુરજ સોલંકીએ જ પીછો છોડાવવા કરી હતી હત્યા
Mihir Soni
| Edited By: | Updated on: May 27, 2023 | 7:18 PM
Share

Ahmedabad: જૂનાગઢની યુવતી ધારા કડીવારની હત્યાનો ભેદ એક વર્ષ બાદ ઉકેલાયો છે. સોશિયલ મીડિયામાં પ્રેમને વ્યક્ત કરી વીડિયો બનાવનાર ધારા કડીવારની હત્યા તેના જ પ્રેમી સુરજ સોલંકી ઉર્ફે સુરજ ભુવાજીએ કરાવી હતી. જે યુવતી પોતાના પ્રેમીને સર્વસ્વ માનતી હતી તે જ પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારતા પહેલા એકવાર પણ ન વિચાર્યુ અને પ્રેમિકાથી પીછો છોડાવવા હત્યાનું ષડયંત્ર ઘડ્યુ. સમગ્ર ઘટનાક્રમ મુજબ 19 જૂન 2022ના રોજ ધારા કડીવાર જૂનાગઢથી આરોપી મિત શાહ અને સુરજ સોલંકી ઉર્ફે ભુવાજી સાથે નીકળી હતી. પરંતુ તેને ક્યાં ખબર હતી કે તે જેના પર આંધળો વિશ્વાસ મુકી રહી છે તે જ તેને જિંદગીનો અંત લાવી દેશે.

જેને દુનિયા માની, જેને સર્વસ્વ ગણ્યો તે જ પ્રેમીએ પીછો છોડાવવા કરાવી હત્યા

પહેલા જ તેની હત્યાનું પ્લાનિંગ થઈ ગયુ હતો અને ધારાને અમદાવાદ લાવવાને બદલે ચોટીલા પાસેના વાટાવછ લઈ જવાઈ. જ્યાં આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી સૂરજ ભુવાજીનો તેના ભાઈ યુવરાજ સોલંકી અને મુકેશ સોલંકી, ગુંજન જોશીએ ધારાને ધમકાવીને સૂરજ સામે કરેલા કેસ પરત ખેંચી લેવા તકરાર કરી. તે જ સમયે આરોપી મિત શાહે ગળું દબાવી ધારાની હત્યા કરી નાખી. બાદમાં તુરંત જ ધારાના કપડાં અને મોબાઇલ લઈ અગાઉથી જ પુરાવાનો નાશ કરવા ધારાના મૃતદેહને આરોપી યુવરાજ સોલંકીની વાડીમાં જ સળગાવી દીધી. ધારાના મૃતદેહનો નિકાલ કરવા લાકડા, પેટ્રોલ અને ઘાસચારો પણ અગાઉથી જ પકડાયેલા આરોપીઓએ પ્લાનિંગ મુજબ મંગાવી રાખયો હતો. પરંતુ ઝોન 7 LCBએ ટેક્નિકલ એનલિસિસની મદદથી આરોપીને ઝડપી લીધા.

પોલીસને ગેરમાર્ગે દોરવા એક આરોપીએ મૃતકના કપડાં પહેરી લીધા

ધારાની હત્યા કેસની આ કહાની માત્ર આટલે જ ન અટકી પરંતુ પોલીસને ગુમરાહ કરવા આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ મિત શાહ અને સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી અમદાવાદ આવ્યા. બાદમાં પોલીસથી બચવાનું કાવતરું રચ્યું. ટોલટેકસના CCTV માં કેદ થાય માટે આરોપી સંજય સોહેલિયાએ ધારાના કપડાં પહેરીને અમદાવાદ પહોંચ્યા. ત્યારબાદ આરોપી મિત શાહની માતા મોના શાહને મૃતક ધારાના કપડાં પહેરાવી પાલડી અને સનાથલ વિસ્તારમાં ફેરવામાં આવી.જેથી પોલીસ સીસીટીવી તપાસ કરે ત્યારે ધારા સાથે હોય તેવું પ્લાનિંગ કર્યું હતું.

મૃતક ધારાના મોબાઈલનું લોકેશન બદલવા મુંબઈ લઈ જવાયો

તેજ સમયે અન્ય આરોપીઓ યુવરાજ અને ગુંજન ધારાનો મોબાઈલ લઈ મુંબઈ પહોંચ્યા હતા. જ્યાંથી સંજય સોહેલિયા નામના આરોપીના મોબાઈલ પર એક મેસેજ કરી પોલીસને ગેરમાર્ગે દોરવાનું શરૂ કરાયું. ધારાના આ મેસેજમાં એવું લખવામાં આવ્યું કે હું મારી ઇચ્છાથી જ સૂરજને છોડીને દૂર જઈ રહી છું તો પોલીસની માથાકૂટમાં પડતા નહિ. અને તેજ મેસેજના આધારે મિત શાહ, સૂરજ ભુવાજી અને સંજય સોહેલિયા એ ધારાની ગુમ થયા અંગેની જાણવાજોગ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

જેના આધારે પોલીસે તપાસ કરતા આરોપીના કોલ ડિટેઇલ તપાસ કરતા તમામ ડિટેઇલ ખોટી નીકળી હતી. જે બાદ પોલીસ તપાસમાં મિત શાહ અને સૂરજ ઉર્ફ ભુવાજી પડી ભાંગ્યા હતા અને પોલીસ આ ગુનામાં સંડોવાયેલ આઠ આરોપીઓ સુધી પહોંચી હતી. પકડાયેલ આરોપીઓમાં ગુંજન જોશી સૂરજ સોલંકી ઉર્ફે ભુવાજી , મુકેશ સોલંકી, યુવરાજ સોલંકી,સંજય સોહેલિયા,જુગલ શાહ, મિત શાહ, મોના શાહની ધરપકડ કરીને સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો : Ahmedabad : CTM બ્રીજ પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમીએ જ કરી હતી મહિલાની હત્યા

સોશિયલ મીડિયાના માધ્યથી પાંગરેલા પ્રેમનો હત્યામાં પરિણમ્યો

મૃતક ધારા અને સૂરજ ઉર્ફે ભુવાજી મૂળ જૂનાગઢના છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમસંબંધ થયો હતો. જે પ્રેમ હત્યા સુધી પહોંચી ગયો. જેમાં સૂરજ વિરુદ્ધ ધારાએ બળાત્કારની ફરિયાદ કરી હતી. જે બાદ બન્ને વચ્ચે સમાધાન થતા લીવ ઈન રિલેશનમાં રહેતા હતા. પરંતુ સૂરજ ઉર્ફે ભુવાજીએ યુવતીથી પીછો છોડવા હત્યા કરી નાખી. મહત્વનું છે કે ઝોન 7 LCBએ ધારાની ગુમ થવાની મિસ્ટ્રીનો ભેદ ઉકેલીને આરોપીને ઝડપી લીધા. આ આરોપી વિરુદ્ધ જૂનાગઢમાં ધારાના હત્યા, ગુનાહિત ષડયંત્ર અને પુરાવાના નાશ કરવા અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ માટે જૂનાગઢ બી ડીવીઝન પોલીસને સોપાઈ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">