Ahmedabad: આદિવાસીઓના હક્ક માટે મહારેલી, ધર્માંતરણ બાદ જનજાતિના લાભો ન આપવા માગ, જુઓ Video

અમદાવાદ ખાતે ધર્માંતરણ કરનારને લાભ ન આપવાની માગ સાથે આદિવાસીઓના હક્ક માટે મહારેલી યોજવામાં આવી હતી. જનજાતિ સુરક્ષા મંચની મહારેલી રિવરફ્રન્ટ ખાતે યોજાઇ. મહત્વનુ છે કે અન્ય ધર્મં અંગિકાર કરનારને આદિવાસીના લાભ ન આપવા માગ કરાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:21 PM

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જનજાતિ સુરક્ષા મંચના બેનર હેઠળ સિંહ ગર્જના ‘ડી લિસ્ટિંગ’ મહારેલીનું આયોજન કરાયું છે. આ મહારેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થયા છે. આદિવાસીઓના હકનો લાભ અન્ય લોકો લેતા હોય જેને લઈ આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. તેમણે માગ કરી છે કે આદિવાસી સમાજમાંથી ખ્રિસ્તી, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન મળે. આ સાથે તેમને ધર્માંતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરી છે.

આ પણ વાંચો : સિંગર કિંજલ દવેનું સ્વપ્ન થયું પૂરુ, ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠયું નમો સ્ટેડિયમ, જુઓ શાનદાર Video

અમદાવાદ ખાતે આ મહા રેલી યોજાઈ જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. આદિવાસીઓના હક્ક માટે જનજાતિ સુરક્ષા મંચની મહારેલી રિવરફ્રન્ટ ખાતે જનજાતિ સુરક્ષા મંચના બેનર હેઠળ સિંહ ગર્જના ‘ડી લિસ્ટિંગ’ બાબતે મહારેલી યોજી હુંકાર કર્યો હતો. કેટલાક અંતરિયાળ વિસ્તારો એવા છે જેમાં હજી પણ ધર્માંતરણ થતું હોવાની વાત સામે આવે છે, ત્યારે આદિવાસીમાંથી ખ્રિસ્તી, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો નહી આપવાની માગ કરી છે. NID બ્રિજ, દધીચી બ્રિજથી રેલી સ્વરૂપે આદિવાસી સમાજના લોકો સભા સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">