Share Market Today : સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 63000 ને પાર પહોંચ્યો

Share Market Today : ગત સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો હતો. રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં તમામ સેક્ટરના શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. એફએમસીજી બેન્કિંગ અને આઈટી સેક્ટર સ્ટાર હતા. સેન્સેક્સ ફરી 62000 પાર કરવામાં સફળ રહ્યો હતો.

Share Market Today : સાપ્તાહિક કારોબારની તેજી સાથે શરૂઆત, Sensex 63000 ને પાર પહોંચ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 9:23 AM

Share Market Today :સારા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Share Market)માં સાપ્તાહિક કારોબારની મજબૂત શરૂઆત થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ સારી સ્થિતિમાં ખુલ્યા છે. છેલ્લા સત્રની તેજીને આગળ વધારતા શેરબજારમાં આજે મજબૂત કારોબાર જોવા મળી શકે છે. આજે શરૂઆતી ટ્રેડિંગ દરમિયાન Sensex  63,008.91 ના સ્તરે જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ નવી સર્વોચ્ચસપાટી નોંધવા તરફ આગળ વધી રહ્યો છે.   આજે સેન્સેક્સ 62,801.54 ઉપર ખુલ્યો હતો જેમાં 299.85 પોઇન્ટ મુજબ 0.48%ની પ્રારંભિક તેજી દેખાઈ હતી. નિફટીની વાત કરીએતો આજે 119.80 પોઇન્ટ અથવા 0.65%વધારા સાથે કારોબારની શરૂઆત કરી હતી. ઇન્ડેક્સ 18,619.15 ઉપર ખુલ્યો હતો. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 629 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 પર બંધ રહ્યો હતો

શેરબજારની સ્થિતિ  ( 29-05-2023 , 09:15am )
SENSEX 62,948.15 +446.46 (0.71%)
NIFTY 18,620.15 +120.80 (0.65%)

છેલ્લા સત્રનો કારોબાર

ગત સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય શેરબજાર માટે શાનદાર રહ્યો હતો. રોકાણકારોની ખરીદીને કારણે બજારમાં તમામ સેક્ટરના શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી હતી. એફએમસીજી બેન્કિંગ અને આઈટી સેક્ટર સ્ટાર હતા. સેન્સેક્સ ફરી 62000 પાર કરવામાં સફળ રહ્યો હતો. કારોબારના અંતે BSE સેન્સેક્સ 623 પોઈન્ટના ઉછાળા સાથે 62,501 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 174 પોઈન્ટના ઉછાળા સાથે 18,494 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આજની તેજીમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2 લાખ કરોડથી વધુનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Hemant Surgical Industries IPO : 90 રૂપિયાના IPO નો શેર 68 રૂપિયા નફો આપે તેવા અનુમાન, શું તમે ઇસ્યુમાં રોકાણ કર્યુ છે?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

વૈશ્વિક બજાર તરફથી તેજીના સંકેત મળ્યા હતા

SGX નિફ્ટી 170 પોઈન્ટના વધારા સાથે 18700ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 1.5% અને કોરિયાનો કોસ્પી લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. તેવી જ રીતે અમેરિકાના વાયદા બજારોમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. આ પહેલા શુક્રવારે ભારતીય બજારમાં મજબૂતી જોવા મળી હતી.

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો

ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો નોંધાયો છે. બેંકિંગ સેક્ટરની રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 19 મે, 2023 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 6 બિલિયનનો ડોલર ઘટાડો થયો છે. વિદેશી મુદ્રા ભંડાર 6.052 બિલિયનના ઘટાડા સાથે 593.47 બિલિયન ડોલર પર આવી ગયું છે.

આ પણ વાંચો : Online Medicine Ban: શું ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ થશે? કેમિસ્ટના આ આક્ષેપે સરકારને વિચારવા મજબુર કરી

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">