AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Girl Murder : પહેલા છરીના ઉપરાછાપરી માર્યા 36 ઘા, પછી મોટા પથ્થરથી છુંદી નાખી, 16 વર્ષની છોકરીની તેના જ બોયફ્રેન્ડે કરી હત્યા, જુઓ Video

દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુમન નલવાએ જણાવ્યું કે, શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 3:02 PM
Share

દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાહિલ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરાયેલી 16 વર્ષની છોકરીની પોલીસે ઓળખ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલ યુવતીનો બોયફ્રેન્ડ હતો. તેની ઉંમર 20 વર્ષ છે. સાહિલ અને યુવતી વચ્ચે સંબંધ હતા, પરંતુ રવિવારે બંને વચ્ચે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો, જેના કારણે સાહિલ ગુસ્સે થઈ ગયો હતો.

પોલીસે જણાવ્યું કે, રાત્રે યુવતી તેના મિત્રના પુત્રની બર્થડે પાર્ટીમાં ભાગ લેવા જઈ રહી હતી. ઝઘડા દરમિયાન યુવતીએ આ વાતની માહિતી સાહિલને આપી હતી. તેથી જ સાહિલ જાણતો હતો કે તે કયા રસ્તે જશે. પોલીસે જણાવ્યું કે, સાહિલે યુવતીની હત્યા કરવાની યોજના બનાવી હતી. પ્લાનિંગ મુજબ સાહિલ પહેલા તેને રસ્તામાં રોકે છે. આ પછી, તે તેના પર છરી વડે ઉપરા ઉપરી કુલ 36 વાર છરીના ઘા મારીને હુમલો કર્યો.

પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે

પોલીસે જણાવ્યું કે પછી સાહિલ નજીકમાં રાખેલો એક પથ્થર લઈ લે છે, જેનાથી તે યુવતીને કચડી નાખે છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું કે સીસીટીવી ફૂટેજ કબજે લેવામાં આવ્યા છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે એમ પણ કહ્યું છે કે આશ્ચર્યની વાત એ છે કે ત્યાંથી પસાર થતા લોકોએ આરોપી યુવકને રોકવાની હિંમત કરી ન હતી. તેમજ પોલીસને જાણ કરવાની પણ કોઈએ દરકાર કરી નહોતી.

લોકોએ સાહિલને રોક્યો હોત તો બાળકીનો જીવ બચી ગયો હોત

સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, જ્યારે સાહિલ યુવતી પર ઉપરા ઉપરી ઘા મારી રહ્યો છે ત્યારે લોકો ત્યાંથી પસાર થાય છે, પરંતુ તેને કોઈ રોકતા નથી. જો તેને અટકાવવામાં આવ્યો હોત તો સંભવ છે કે છોકરીનો જીવ બચી ગયો હોત. પોલીસે જણાવ્યું કે હાલ આરોપી ફરાર છે. તેની ઓળખ થયા બાદ તેની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે.

ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરીશું – ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ

દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સુમન નલવાએ કહ્યું, “શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. આરોપીની ઓળખ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.”

દિલ્હી મહિલાઓ અને છોકરીઓ માટે અસુરક્ષિત છે – સ્વાતિ માલીવાલ

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આ ઘટના વિશે ટ્વિટ કર્યું. સ્વાતિ માલીવાલે કહ્યું કે મેં આવો ભયાનક કેસ અગાઉ ક્યારેય જોયો નથી. દિલ્હી મહિલાઓ અને છોકરીઓ માટે ખૂબ જ અસુરક્ષિત અને અસંવેદનશીલ છે. જે દિવસે આ દેશની પોલીસ વ્યવસ્થા સુધરશે, તે દિવસે કોઈ પણ મહિલા કે બાળકી સામે કંઈ કરવાની કોઈ હિંમત નહીં કરે. આજે જે થઈ રહ્યું છે તે કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.

ક્રાઈમના તમામ ન્યૂઝ વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">