AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : રાજકોટના રાજમાને વિદેશની 6 સહિત 10 ભાષા પર પ્રભુત્વ મેળવ્યુ, વિશ્વમાં આવા માત્ર 1200 લોકો

Rakkot: રાજકોટના રાજમાને વિદેશની 6 ભાષા સહિત 10 ભાષા પર પ્રભુત્વ મેળવ્યુ છે. 20 વર્ષિય રાજમાને સ્પેનિશ, પોર્ટુગીઝ ફ્રેન્ચ, ઈટાલિયન, જર્મન, અંગ્રેજી, હિંદી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવ્યુ છે. આ દશેય ભાષાઓ તે લખી, બોલી અને વાંચી શકે છે.

Rajkot : રાજકોટના રાજમાને વિદેશની 6 સહિત 10 ભાષા પર પ્રભુત્વ મેળવ્યુ, વિશ્વમાં આવા માત્ર 1200 લોકો
Ronak Majithiya
| Edited By: | Updated on: May 26, 2023 | 10:20 PM
Share

Rajkot સામાન્ય રીતે કોઈ વ્યક્તિને માતૃભાષા ગુજરાતી આવડતી હોય, હિન્દી આવડતી હોય અને કેટલાક લોકોને અંગ્રેજી પર પ્રભુત્વ હોય છે. જ્યારે અમુક લોકોને સંસ્કૃત પણ આવડતી હોય. એટલે કે વધીને સામાન્ય માણસને 3 થી 4 ભાષા આવડતી હોય. પરંતુ આપણે આજે એક એવા યુવાનની વાત કરીએ છીએ જેણે 3-4 નહિ પરંતુ 10 ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે અને એમાં પણ 6 વિદેશી ભાષામાં માસ્ટર બન્યો છે અને આ તમામ ભાષાઓ તે કડકડાટ બોલી,લખી અને વાચી શકે છે.

રશિયન,પોર્ટુગીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ જેવી અઘરી વિદેશી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું

આ યુવાનનું નામ છે રાજમાન નકુમ.20 વર્ષીય આ યુવાન આણંદ વિદ્યાનગર ખાતે બી ટેકમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે રશિયન,સ્પેનિશ,પોર્ટુગીઝ,ફ્રેન્ચ,ઇટાલિયન,જર્મન,ઇંગ્લિશ, હિન્દી સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું છે.આ દશેય ભાષાઓ રાજમાન લખી,બોલી અને વાચી શકે છે.રાજમાને 9માં ધોરણથી અલગ અલગ ભાષાઓ શીખવાનું નક્કી કર્યું અને હાલ 10 ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું છે.

રાજમાનને પિતા પાસેથી અલગ અલગ ભાષાઓ શીખવાની પ્રેરણા મળી

રાજમાનના પિતાની ઈચ્છા છે કે રાજમાન બિઝનેસમાં આગળ વધે અને અલગ અલગ દેશમાં તેનો બિઝનેસ આગળ વધારે.જેથી તેણે ત્યાંના લોકો સાથે કોમ્યુનિકેશન કરવું પડશે અને જો તે કોમ્યુનિકેશન તે દેશની ભાષામાં કરશે તો તેને ડીલમાં ખુબ જ ફાયદો થશે.પિતાની આ વાતને મન પર લઈ રાજમાને અલગ અલગ દેશની ભાષા શિખવાનું નક્કી કર્યું અને આજે 10 ભાષા પર પ્રભુત્વ ધરાવે છે અને હજુ પણ આગળ ચાઇના સહિત અન્ય દેશોની ભાષા શીખવા માગે છે.

6 થી વધુ ભાષા આવડતી હોય તેને “હાઇપર પોલિગ્લોટ” કહેવાય છે

જે વ્યક્તિને ત્રણથી વધુ ભાષા આવડતી હોય તેને “પોલીગ્લોટ” કહેવામાં આવે છે અને જેમને 6 થી વધુ ભાષા આવડતી હોય તેને “હાઇપર પોલીગ્લોટ” કહેવામાં આવે છે.વિશ્વમાં આવા માત્ર 1200 જેટલા જ લોકો છે જેઓ હાયપર પોલીગ્લોટ છે.આવનારા સમયમાં રાજમાન ઇસ્તંબુલ ખાતે આવેલી ભાષાઓ અંગેની ખાસ સંસ્થામાં પણ પોતાની નોંધ કરાવવા જઈ રહ્યો છે.

આ પણ વાંચો : Gujarati video : રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં રોકડની અછત સર્જાઇ, ખેડૂતોએ 2000 રુપિયાની નોટ સ્વીકારવાનો કર્યો ઇન્કાર

રાજમાનના પિતા પોલીસ ઓફિસર અને માતા છે હાઉસવાઇફ

રાજમાનના પિતા કપિલ નકુમ રાજકોટ ખાતે CID ક્રાઈમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તો તેમના મમ્મી હાઉસવાઈફ છે.રાજમાને જણાવ્યું હતું કે તેમના પિતા અને માતાનો તેને ખૂબ જ સપોર્ટ રહ્યો છે જેથી તે અહીંયા સુધી પહોંચી શક્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">