Gujarati Video : પર્સનલ લોન અપાવવાના બહાને 230 મહિલાઓ સાથે છેતરપિંડી, ઈન્ડિયા લેન્ડ્સ નામની કંપનીના એપ્રુવલ લેટર આપી આચરી ઠગાઈ

Vadodara: પર્સનલ લોન અપાવવાના બહાને દંતેશ્વરની 230 જેટલી મહિલાઓ ઠગાઈનો ભોગ બની છે. ઈન્ડિયા લેન્ડ્સ નામની કંપનીના એપ્રુવલ લેટર આપી ઠગાઈ આચરાઈ હતી. બેંકમાં પૈસા જમા નહીં થતા અરજદારોએ કંપની પર તપાસ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 6:15 PM

Vadodara: પર્સનલ લોન આપવાનો દાવો કરતી કંપની સામે ચેતજો. વડોદરામાં દંતેશ્વરની 230 મહિલાઓ સાથે પર્સનલ લોન અપાવવાના બહાને છેતરપિંડી થઈ છે. ઘટનાની વાત કરીએ તો ઇન્ડિયા લેન્ડ્સ નામની કંપનીએ દંતેશ્વરની મહિલાઓને રૂપિયા 1થી 5 લાખ સુધીની પર્સનલ લોન આપવાનું કહીને છેતરપિંડી આચરી છે. કંપનીએ મહિલાઓને વિશ્વાસમાં લેવા કંપનીનો લોન એપ્રુવલ લેટર પણ આપ્યો હતો.

પોલીસે આરોપી વર્ષા સક્સેના અને અંકિત રાણાની કરી ધરપકડ

જોકે  બાદમાં બેંકમાં પૈસા જમા ન થતા અરજદારોએ કંપની પર જઇને તપાસ કરતા છેતરપિંડીનો પર્દાફાશ થયો. વર્ષા સક્સેના અને અંકિત રાણા નામના શખ્સે છેતરપિંડી કરી હોવાનો અરજદારોનો આક્ષેપ છે. હાલ તો સમગ્ર મામલે મકરપુરા પોલીસે વર્ષા સક્સેના વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gujarati Video : વડોદરામાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબાર માટે તૈયારીઓ પૂરજોશમાં, સુરક્ષામાં 500થી વધુ પોલીસકર્મીઓ ખડેપગે રહેશે

વ્યાજખોરો સામે પોલીસનો સપાટો 

આ તરફ વડોદરા વ્યાજખોર સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. 10 ટકાના ઉંચા વ્યાજે નાણા આપનાર વ્યાજખોર ઝડપાયો છે. આરોપી સામે વારસિયા પોલીસમાં બે ફરિયાદ નોંધાઈ છે. નિવૃત સફાઈ કર્મીએ પુત્રને ભણાવવા વ્યાજે પૈસા લીધા હતા. આરોપી બકુલેશ જયસ્વાલે વ્યાજ વસુલ્યા બાદ પણ એક લાખનો ચેક ભરી રિટર્ન કરાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસે આરોપી બકુલેશ જયસ્વાલની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">