Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ પાણી પૂરવઠા વિભાગ સામે નોંધાવ્યો ઉગ્ર વિરોધ- Video
ગીરસોમનાથના પ્રાસલી ગામે પાણી પુરવઠા વિભાગ સામે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. 72 ગામ જૂથ સિંચાઈ યોજના માટે તળાવ અને જમીન ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો.
ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામે પાણી પૂરવઠા વિભાગ સામે ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. પ્રાસલીના તળાવમાં 72 ગામ માટે જૂથ સિંચાઈ યોજનાનું કામ શરૂ થવાનું છે. પૂરવઠા વિભાગ કામ શરૂ થતા પહેલા જ બાઉન્ડ્રી સૂચિત કરવા પહોંચ્યુ હતુ, પોલીસ બંદોબસ્ત સાથે પહોંચેલા અધિકારીઓ સામે ગામલોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પ્રાસલી ગામના જીવાદોરી સમાન તળાવનો યોજનામાં ઉપયોગ ન કરવાની માગ ગ્રામજનો કરી રહ્યા છે.
પાણી પૂરવઠા વિભાગે 56 વિઘા જમીનનો ગ્રામ પંચાયચ પાસે ઠરાવ કર્યો હતો. ત્યારે મોટાભાગની જમીન સિંચાઈ વિભાગની હોવાનું સામે આવ્યુ છે. ઉગ્ર વિરોધ બાદ 15 વિઘા જમીનમાં જ કામગીરી કરવાની પૂરવઠા વિભાગે ખાતરી આપતા ગ્રામજનો શાંત પડ્યા હતા
પાણી પુરવઠા વિભાગ દ્વારા વર્ષ 2020માં ગ્રામ પંચાયત પાસેથી ઠરાવ કરીને 56 વિઘા જમીન લેવામાં આવી હતી. જો કે તેમાંથી મોટાભાગની જમીન સિંચાઈ વિભાગની હોવાનું સામે આવ્યું છે. ત્યારે ખરાઈ કર્યા વિના જ જમીન લીધી હોવાનો ગ્રામજનોનો આરોપ છે. આ જમીનમાંથી જ આસપાસના હજારએક વિઘામાં સિંચાઈ થાય છે.
સ્થાનિકોનો વિરોધ જોતા હાલ તો પાણી પુરવઠા વિભાગે ખાતરી આપી છે કે માત્ર 15 વીઘા જમીનમાં જ જૂથ સિંચાઈ યોજનાનું સ્ટેશન બનશે અને બાકીની જમીન ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર પાસે પરત માગવામાં આવશે.