Gir Somnath: SIR ની કામગીરી સામે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઉઠાવ્યા સવાલ, નામ રદ્દ કરવાને લઈને લગાવ્યા ગંભીર આરોપ- Video
ગીરસોમનાથમાં SIR ની કામગીરી સામે ધારાસભ્યએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપ કર્યા કે ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવ્યા છે.
દેશભરમાં કોંગ્રેસ SIR ની કામગીરી સામે સવાલ ઉઠાવી રહી છે, ગુજરાતમાં ગીર સોમનાથમાં પણ SIR ની કામગીરી સામે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આક્ષેપ કર્યા છે. વેરાવળમાં મતદાર યાદીમાં નામ રદ કરવાની પ્રક્રિયા સામે સવાલ ઉઠાવ્યા છે. ચોક્કસ જ્ઞાતિ કે પક્ષના સમર્થકોને નિશાન બનાવ્યાનો આરોપ લગાવાયો છે. 9 હજાર 400 નામ રદ કરવા 7 નંબરના ફોર્મ ભરાયા છે. આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માગ કરી છે. વિમલ ચુડાસમાએ સમગ્ર મામલે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. તપાસ ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ તરફ કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે પણ વળતો પ્રહાર કર્યો છે. ભાજપ નેતા અનિલ પટેલે કહ્યુ કે ગમે તે બાબત હોય કોંગ્રેસનું કામ વિક્ષેપ ઊભા કરવાનું છે. અગાઉ જે રીતે પ્રક્રિયા થતી હતી તે જ પ્રકારે થઈ કામગીરી થઈ રહી છે. ચૂંટણી પંચે જાહેર કરેલી ડ્રાફ્ટ યાદી કોંગ્રેસ પાસે જ છે. કોંગ્રેસને વિનંતી કે કલેક્ટર ઓફિસે ધરણાને બદલે ચૂંટણી પંચને રજૂઆત કરે. ફોર્મ-7ના સંદર્ભમાં જે અરજી થઈ તેની BLO તપાસ કરી રહ્યા છે. ફોર્મ-7ના અધારે હજુ કોઈના નામ કેન્સલ થયા જ નથી.