પતિના અત્યાચાર સામે મહિલાનો અનોખો પ્રતિકાર, ઉનામાં જાહેર રસ્તા પર હંગામો
જુઓ આ મહિલાને.જે રસ્તા પર બેસીને જાણે બળાપો ઠાલવી રહી છે.ગીર સોમનાથના ઉનામાંથી આ દ્રશ્યો સામે આવ્યા છે.આ મહિલા પોતાના પતિના ત્રાસથી એટલી કંટાળી કે હવે રસ્તા પર બેસીને વિરોધ કરી રહી છે. મહિલાનો આરોપ છે કે પતિ વાંરવાર નશો કરીને આવે છે અને તેના પર ત્રાસ ગુજારે છે.
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રસ્તા પર બેસીને રડીને પોતાનો બળાપો ઠાલવતી એક મહિલાના દ્રશ્યો સામે આવતા આસપાસના લોકોનું ધ્યાન ખેંચાયું હતું. મહિલા જાહેર રસ્તા પર બેસીને વિરોધ કરી રહી હતી, જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહિલાનો આરોપ છે કે તેનો પતિ વારંવાર નશો કરીને ઘરે આવે છે અને તેના પર શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારે છે. પતિના સતત ત્રાસથી કંટાળીને મહિલાએ અંતે રસ્તા પર બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હોવાનું તેણે જણાવ્યું છે. મહિલાનું કહેવું છે કે અનેક વખત સહન કર્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતા તેણે આ પગલું ભર્યું.
મહિલા રસ્તા પર બેસીને હંગામો મચાવતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મહિલાને શાંતિથી સમજાવવાના પ્રયાસો કર્યા અને મામલો ઉકેલવા સમજાવટ કરી, પરંતુ લાંબા સમય સુધી મહિલા માનવા તૈયાર ન થઈ.
આખરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ મહિલાને પોલીસ સ્ટેશન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે પોલીસ દ્વારા મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાના મહત્વના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

