Gujarat Budget 2024-25 Live Speech Updates : બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 11:33 PM

Gujarat Budget 2024-25 Live Updates : નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે.ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Gujarat Budget 2024-25 Live Speech Updates : બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ

વિકાસની વણથંભી વણઝારને આગળ ધપાવનારી ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. નાણાપ્રધાન કનુ દેસાઇ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યુ. વિધાનસભા ગૃહમાં 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું જોવા મળી રહ્યુ છે, જેમાં સરકારનું વિઝન જોવા મળી રહ્યુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Feb 2024 11:10 PM (IST)

    બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ

    નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2024ના બજેટમાં શહેરી અને ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત શહેરી વિસ્તારોમાં ગરીબોને ઘર આપવા માટે 1323 કરોડની જોગવાઈ કરાઈ છે. તેમજ શહેરી વિસ્તારોને ફાટક મુક્ત કરવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવા 550 કરોડની જોગવાઈ કરાઈ છે.

  • 02 Feb 2024 10:21 PM (IST)

    પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ

    ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ કે પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા સરકાર કટિબદ્ધ છે. જેમા

  • 02 Feb 2024 09:00 PM (IST)

    રાજ્ય સરકારે આ બજેટમાં જળસંપત્તિ પ્રભાગ માટે 11,535 કરોડની જોગવાઇ કરી

    નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા વર્ષ 2024ના બજેટમાં જળસંચય પ્રભાગ માટે 11,535 કરોડની જોગવાઈ કરાઈ છે, જેમા મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.

  • 02 Feb 2024 07:43 PM (IST)

    નમો’ નામથી વિદ્યાર્થીઓ, મહિલાઓ, ફરિયાદ માટે ત્રણ નવી યોજના

    નાણાકીય વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગતવર્ષનાં અંદાજપત્રમાં 11.5 ટકાનો વધારો કરી 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક સેવાકીય મહત્વની યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે. બજેટનો ઉદ્દેશ્ય GYAN (ગરીબ, યુવા, અન્નદાતા, અને નારીશક્તિ) પર ભાર આપી સર્વ સમાવેશક વિકાસ અને સુમેળ ભર્યા સમાજને બળ આપવાનો જણાવવામાં આવ્યું છે. બજેટમાં નવી મહત્વની યોજનાઓ પણ શરૂ કરાઇ છે. જેમ ‘નમો’ નામ સાથે જોડાયેલ જ ત્રણ યોજનાઓ છે.

  • 02 Feb 2024 07:02 PM (IST)

    યાત્રાધામોના વિકાસ માટે ગુજરાત બજેટમાં 2098 કરોડની જોગવાઈ

    ગુજરાતમાં પ્રવાસન સ્થળો, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે બજેટ 2024માં 2098 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ કે પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા સરકાર કટિબદ્ધ છે. જેમા

  • 02 Feb 2024 05:52 PM (IST)

    ગિફ્ટ સિટી બનશે ‘સપનાનું શહેર’, બજેટમાં કરાઈ મોટી જાહેરાત

    ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં રજૂ થયું. નાણાપ્રધાન કનુ દેસાઇએ 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું. જેમાં ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને 900 એકરથી 3300 એકરમાં વિસ્તરણ કરીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની ‘સપનાના શહેર’તરીકે ઓળખ મળશે. શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સવલતો, મેટ્રો કનેક્ટિવીટી ઊભી કરાશે. અમદાવાદના મેટ્રો રૂટને પણ ગિફ્ટ સિટીના આંતરીક રૂટ સુધી લંબાવામાં આવશે.

  • 02 Feb 2024 05:50 PM (IST)

    બજેટમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21,696 કરોડની જોગવાઈ

    શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા ‘ઈઝ ઓફ લિવિંગ’ પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે.

  • 02 Feb 2024 05:17 PM (IST)

    નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો, સી.આર પાટીલે સરકાર તથા PMનો આભાર માન્યો

    ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2024માં 2047ના રોડમેપને દર્શાવતું રૂપિયા 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો શહેરી વિકાસના ભાગરૂપે નાણાપ્રધાને બજેટમાં નવી 7 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. ગુજરાતમાં હવે 15 મહાનગરપાલિકા બનશે. ત્યારે આ 7 મહાનગરપાલિકામાં નવસારીનો પણ સમાવેશ થાય છે.

  • 02 Feb 2024 04:35 PM (IST)

    ઉત્તર ગુજરાતમાં બોર્ડર નજીકના વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 3.5ની તીવ્રતા નોંધાઈ

    ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના વાવ વિસ્તારમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.વાવ તાલુકાના લોદ્રાણી નજીક એપી સેન્ટર નોંધાયું હોવાના મીડિયા રિપોર્ટસમાં સામે આવ્યુ છે. જે મુજબ શુક્રવારે બપોરે 12.07 કલાકે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. જેને લઈ સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

  • 02 Feb 2024 04:15 PM (IST)

    રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ

    રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા યુક્ત પરિવર્તન કરવાની દિશાના અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ કરવા માટે ઉચ્ચ માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. સરકારી શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પુરુ કરવામાં આવ્યુ છે. જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનુ કામ પ્રગતિ હેઠળ છે.

  • 02 Feb 2024 03:53 PM (IST)

    સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારના બજેટને ગણાવ્યું સર્વગ્રાહી

    સીએમ ભુપેન્દ્ર પટેલે સરકારના બજેટને ગણાવ્યું સર્વગ્રાહી. પીએમ મોદીના 2047 ના સંકલ્પને સાકાર કરનારું બજેટ ગણાવ્યું છે. ગરીબ, યુવા, ખેડૂત અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય. ‘5-G’ ગુજરાત બનાવવાની દિશામાં વિકાસશીલ બજેટ

  • 02 Feb 2024 03:06 PM (IST)

    Gujarat Budget 2024 : નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાતને સી.આર.પાટીલે આવકારી

    ગુજરાતના બજેટમાં નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાતને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવકારી. પાટીલે ટ્વીટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને સરકાર તથા PM મોદીનો આભાર માન્યો. મહાનગર પાલિકાનો દરજ્જો મળતા પાટીલે નવસારીના વિકાસને વધુ વેગ મળવાનો આશાવાદ રજૂ કર્યો. સાથે જ નવસારીની સુખાકારીમાં વધારો થવાનો પણ દાવો કર્યો.

  • 02 Feb 2024 02:28 PM (IST)

    Gujarat Budget 2024 : યુવાનોની રોજગારી મળવાની આશાઓ ઠગારી નીવડી-અમિત ચાવડા,કોંગ્રેસ

    ગુજરાતના બજેટ અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યુ છે.તેમણે જણાવ્યું છે કે  યુવાનોને નોકરી આપવાનું કોઇપણ નક્કર આયોજન આ બજેટમાં નથી, યુવાનોની રોજગારી મળવાની આશાઓ ઠગારી નીવડી છે.

  • 02 Feb 2024 01:45 PM (IST)

    Gujarat Budget 2024 : આદિજાતિ વિસ્તારના વિકાસને વેગવંતુ કરનારું બજેટ-ધારાસભ્ય નરેશ પટેલે

    ગુજરાતનું બજેટ આદિજાતિ વિસ્તારના વિકાસને વેગવંતુ કરનારું બજેટ છે, આ નિવેદન ભાજપના ધારાસભ્ય કમ પૂર્વ પ્રધાન નરેશ પટેલે આપ્યું છે.

  • 02 Feb 2024 01:41 PM (IST)

    Gujarat Budget 2024 : કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે બજેટને ચીલાચાલુ ગણાવ્યું

    કોંગ્રેસે ગુજરાતના બજેટને ચૂંટણીલક્ષી ગણાવ્યું. કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોરે બજેટને ચીલાચાલુ ગણાવ્યું, તો ધારાસભ્ય અનંત પટેલે બજેટમાં આદીવાસીઓને નજર અંદાજ કર્યાનો આરોપ લગાવ્યો. આ તરફ કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ બજેટને ગામડા વિરોધી ગણાવ્યું. તેઓએ આરોપ લગાવ્યો કે આ બજેટ બાદ ગામડાના અસ્તિત્વ સામે જોખમ સર્જાશે.

  • 02 Feb 2024 01:01 PM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 થકી રોજગારી ઉભી કરાશે

    નાણાંપ્રધાને જણાવ્યુ કે વન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલુ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-૨૦૨૩ દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.

  • 02 Feb 2024 12:48 PM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની-કનુ દેસાઇ

    નાણાંપ્રધાને બજેટમાં જણાવ્યુ કે, રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા 2000 કરોડ રુપિયાનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્‍સ 2.0 અમલી કરવામાં આવશે.

  • 02 Feb 2024 12:28 PM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું કરાશે આધુનિકરણ

    ગુજરાતના બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોનું આધુનિકરણ કરાશે. કેન્દ્રોના આધુનિકરણ માટે રૂપિયા 627 કરોડની જાહેરાત કરાઇ છે.  સાગર ખેડુઓને હાઈસ્પીડ ડિઝલ વેટમાં રાહત આપવામાં આવશે. સાગર ખેડુઓને રાહત માટે રૂ.463 કરોડની ફાળવણી કરવામાં આવી. મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે રૂ.134 કરોડની ફાળવણી કરવામાં આવી.

  • 02 Feb 2024 12:23 PM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે જોગવાઇ

    ગાંધીનગર ગિફ્ટ સિટીના વિકાસ માટે ગુજરાતના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. 900થી 3300 એકર વિસ્તારમાં વિસ્તરણની જોગવાઇ કરવામાં આવી છે. ગિફ્ટ સિટીનો ગ્રીન સિટી તરીકે વિકાસ કરવામાં આવશે. ‘વોક ટુ વર્ક, લિવ વર્ક, પ્લે કમ્યુનિટી’નું આયોજન કરાયુ છે. 4.5 કિમી લાંબો રિવરફ્રન્ટ, રીક્રિએશન ઝોનનો વિકાસ કરાશે. ગિફ્ટ સિટીને મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્કની સુવિધાથી સજજ કરાશે. ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક’ની સ્થાપના કરવા રૂ.52 કરોડની જાહેરાત, રિવરફ્રન્ટ વિકાસ કામગીરી માટે રૂ.100 કરોડની જાહેરાત કરાઇ છે.

  • 02 Feb 2024 11:57 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત, 2500 કરોડ રુપિયાની જોગવાઇ

    નાણાંપ્રધાને જણાવ્યુ કે  નરેન્‍દ્ર મોદીએ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરી હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થઇ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારા સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે. લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના  1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે  2500 કરોડ રુપિયાની જોગવાઇ કરુ છું.

  • 02 Feb 2024 11:53 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા 319 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે, 76 કરોડની ફાળવણી

    રાજ્યમાં આરોગ્ય સુવિધા વધારવા પર ભાર મુકાયો છે. એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદઢ બનાવવા માટે 319 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. જે અંતર્ગત 76 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ અને સુરત જિલ્લામાં અદ્યતન હોસ્પિટલ બનાવાશે. અમદાવાદમાં બાવળા અને સુરતનાં કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે. અધ્યતન 300 બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા રાજ્ય સરકારનો નિર્ણય છે.

  • 02 Feb 2024 11:51 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડ રુપિયાની જોગવાઈ

    આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઈ,  શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2659 કરોડની જોગવાઈ, આદિજાતે વિકાસ વિભાગ માટે કુલ 4,374 કરોડની જોગવાઈ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:43 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ

    માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે 8423 કરોડની જોગવાઈ, શહેરી વિકાસ આ એ શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 12138 કરોડની જોગવાઈ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઈ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2711 કરોડની જોગવાઈ, મહિલા ને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:41 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ

    કૃષિ ,ખેડૂત અને સહકાર વિભાગ માટે 22196 કરોડની જોગવાઈ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે 2421 કરોડની જોગવાઈ, પાણી પુરવઠા માટે 6242 કરોડની જોગવાઈ, જળ સંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ, બંદરો અને વજન વ્યવહાર માટે 3858 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:40 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડ રુપિયા, ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ

    ગુજરાતના બજેટમાં પીએમ પોષણ યોજના અંતર્ગત 1400 કરોડની જોગવાઈ,  માહિતી અને પ્રસારણ વિભાગ માટે 384 કરોડની જોગવાઈ, સામાન્ય વહીવટ વિભાગ માટે 2239 કરોડની જોગવાઈ મહેસુલ વિભાગ માટે 5195 કરોડની જોગવાઈ, કાયદા વિભાગ માટે 2559 કરોડની જોગવાઈ,ગૃહ વિભાગ માટે 10378 કરોડની જોગવાઈ, કલાઈમેટ ચેન્જ વિભાગ માટે 1163 કરોડની જોગવાઈ, વન અને પર્યાવરણ માટે 2586 કરોડની જોગવાઈ,  પ્રવાસન વિભાગ માટે 2098 કરોડની જોગવાઈ,  ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9220 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:35 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ

    ગુજરાતના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાં પ્રધાને જણાવ્યુ કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:32 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : અલગ અલગ નિગમો માટે 250 કરોડ રુપિયાની જોગવાઈ

    રાજ્યના અલગ અલગ નિગમો માટે રાજ્ય સરકારના ફંડમાંથી 250 કરોડ રુપિયાની જોગવાઈ કરાવમાં આવી છે. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ આવાસ યોજના માટે 243 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:32 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 504 કરોડ રુપિયાની જોગવાઈ

    PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના 40 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે 360 કરોડ, અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમશાળા ના એક લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ, સરસ્વતી સાધના યોજના હેઠળ 1.50 લાખ કન્યાઓને વિનામૂલ્ય સાઈકલ આપવા 84 કરોડ, બિન અનામત વર્ગો માટે શૈક્ષણિક ધિરાણ કરવા 600 કરોડની જોગવાઈ કરવામાં આવી.

  • 02 Feb 2024 11:30 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ

    સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ કરાઇ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી.

  • 02 Feb 2024 11:27 AM (IST)

    Gujarat Budget 2024 FM Kanu Desai Speech LIVE : જનરક્ષક યોજનાની કરાઈ જાહેરાત

    ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નમ્બર રાખવાની જાહેરાત કરવામાં આવી. 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવાશે.

  • 02 Feb 2024 11:25 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત

    ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. 7 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગરના વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી.

  • 02 Feb 2024 11:23 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત

    શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યુ કે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જેમાં જીવનના દરેક ક્ષેત્રમાં આઇ.ટી. અને સંલગ્ન  તકનીકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો માટે વિજ્ઞાન પ્રવાહ (STEM)નું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને, ધોરણ-11માં 10 હજાર રુપિયા અને ધોરણ-12 માં 15 હજાર રુપિયા મળી કુલ  25 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી ૫ લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે  400 કરોડ રુપિયાનો ખર્ચ થશે.

  • 02 Feb 2024 11:20 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત

    સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમો શ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, જેના માટે  750 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:19 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : વિકસિત ગુજરાત @2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની-કનુ દેસાઇ

    નાણાંપ્રધાને કહ્યુ કે- વિકસિત ગુજરાત @૨૦૪૭ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું “નમો લક્ષ્મી યોજના”ની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર રુપિયા તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક  15 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 250 હજારની સહાય મળવાપાત્ર થશે.

  • 02 Feb 2024 11:12 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : નમો લક્ષ્મી યોજનાની કરી જાહેરાત, 1250 કરોડ રુપિયાની ફાળવણી

    ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના માટે 1250 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી. આ યોજનામાં 10 લાખ વિદ્યાર્થિનીઓને લાભ મળશે.

  • 02 Feb 2024 11:12 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ

    વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

  • 02 Feb 2024 11:06 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ-કનુ દેસાઇ

    કચ્છના ધરતીકંપ પછી મોદીજીએ તેને જીવનવંતુ બનાવ્યુ છે. કચ્છ સમૃદ્ધ પ્રદેશ બન્યો છે. તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની આપદાને અવસરમાં ફેરવવાની કુનેહ છે.

  • 02 Feb 2024 11:05 AM (IST)

    FM Kanu Desai Speech LIVE on Gujarat Budget 2024 : નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં રજૂ કર્યુ ગુજરાતનું બજેટ

    નાણા પ્રધાન કનુ દેસાઇએ વિધાનસભામાં  ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. નાણાંપ્રધાને રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવ્યુ છે.

  • 02 Feb 2024 10:55 AM (IST)

    Gujarat Budget 2024 Update : થોડીવારમાં વિધાનસભામાં નાણા પ્રધાન કનુ દેસાઇ રજૂ કરશે બજેટ

    નાણાંપ્રધાન કનુ દેસાઇ થોડી જ વારમાં ગુજરાત વિધાનસભામાં બજેટ રજુ કરશે

  • 02 Feb 2024 10:46 AM (IST)

    Gujarat Budget 2024 Update : વજુભાઈ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

    ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાનો 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. તે ગુજરાતમાં સૌથી વધારે બજેટ રજૂ કરનાર નાણાં મંત્રી છે. તેઓ કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીના કાર્યકાળમાં 1998થી લઈ 2001 સુધી અને ત્યાર બાદ વર્ષ 2002થી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન 18 વખત બજેટ રજૂ કર્યું છે.

  • 02 Feb 2024 10:08 AM (IST)

    Gujarat Budget 2024 Update : બેનર પહેરીને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસ ધારાસભ્યો

    ગુજરાતનું આજે બજેટ રજૂ થવા જઇ રહ્યુ છે, તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બોટલ સાથેના બેનર પહેરીને વિધાનસભા બહાર જોવા મળ્યા.મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા કોંગ્રેસ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા છે.

  • 02 Feb 2024 10:02 AM (IST)

    Gujarat Budget 2024 Update : ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇનું બજેટ હશે-કનુ દેસાઇ

    ગુજરાતના નાણાં પ્રધાન કનુ દેસાઇ ગુજરાત વિધાનસભા પહોંચ્યા છે, જ્યાં તેઓ બ્રિફ કેસ સાથે દેખાયા હતા. આ દરમિયાન કનુ દેસાઇએ નિવેદન આપ્યુ હતુ કે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જોગવાઇનું બજેટ હશે. તેમણે કહ્યુ કે સૌથી વધુ પ્રાધાન્ય યુવા, ખેડૂતો અને મહિલાઓને આપવામાં આવ્યુ છે.

  • 02 Feb 2024 09:54 AM (IST)

    Gujarat Budget 2024 Update : નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચ્યા

    નાણામંત્રી કનુભાઇ દેસાઇ વિધાનસભા પહોંચી ગયા છે. આજે તેઓ ત્રીજી વાર ગુજરાતનું બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આજે ગુજરાતના ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ રજૂ થવાની શક્યતા છે.

  • 02 Feb 2024 09:44 AM (IST)

    બજેટમાં મહિલાઓ ,યુવાનો અને ખેડૂતોને આવરી લેવાશે-ઋષિકેશ પટેલ

    બજેટ પૂર્વે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે આ માત્ર એક બે નહીં પરંતુ આગામી 25 વર્ષ માટેનું બજેટ છે. કનુભાઇ દેસાઇ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે. બજેટમાં મહિલાઓ ,યુવાનો અને ખેડૂતોને આવરી લેવાશે. આવતા 25 વર્ષ કઇ રીતે કામ કરવુ સરકારે તે અંગે બજેટમાં જોગવાઇ હશે. દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ રહે તે બજેટમા ભાર મુકાશે.

  • 02 Feb 2024 09:29 AM (IST)

    ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું

    રિપોર્ટ્સ પ્રમાણે ગુજરાતનું પ્રથમ બજેટ 115 કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી.

  • 02 Feb 2024 09:26 AM (IST)

    બજેટને સમજવા માટે વિશેષ સેમિનારનું આયોજન

    બજેટને સમજવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર વિધાનસભામાં સેમિનાર યોજાશે. મુખ્યપ્રધાનના સલાહકાર હસમુખ અઢીયા માર્ગદર્શન આપશે. તમામ ધારાસભ્યોને બજેટ અંગે સરળ સમજ આપવામાં આવશે.

  • 02 Feb 2024 09:09 AM (IST)

    નાણામંત્રી કનુભાઈ દેસાઇ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરશે

    લોકસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકાર આજે પૂર્ણ સ્વરૂપનું બજેટ રજૂ કરવાની છે. નાણામંત્રી કનુભાઈ દેસાઇ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરવાના છે. કનુભાઇ દેસાઇ સવારે 11 કલાકે વિધાનસભા સત્રમાં આ સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

  • 02 Feb 2024 08:55 AM (IST)

    ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટમાં રજૂ થયું હતું

    ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ સામાન્ય રીતે નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં રજૂ થતું હોય છે પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ થયું હતું. આ પાછળનું કારણ એ હતું કે ગુજરાત રાજ્ય 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતું. જેથી બજેટ રજૂ કરવા માટે ઓગસ્ટ મહિનો પસંદ કરાયો હતો.

  • 02 Feb 2024 08:51 AM (IST)

    2023-2024ના વર્ષના બજેટમાં વિકાસ કામોની હતી જાહેરાતો

    ગુજરાત સરકારે રાજ્યમાં પાંચ હાઈસ્પીડ કોરિડોર બનાવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દ્વારકામાં નવું એરપોર્ટ બનાવવાની જાહેરાત હતી. એરસ્ટ્રીપ – એરપોર્ટ અને એર કનેક્ટિવિટી વધારવા માટે 215 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે હવે સિક્સ લેન બનાવવાની, ભુજ-ખાવડા ધર્મશાળા રોડ ટુ-વે કરવાની, સાબરમતી નદી પર બેરેજ બનાવવા માટે સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

  • 02 Feb 2024 08:48 AM (IST)

    બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે

    લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન કુલ 26 બેઠકો યોજાશે.  ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો સીધો લાભ લોકોને મળી રહ્યો છે. બીજી તરફ લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન પણ શરૂ થઇ ગયું છે. જેમાં સરકારે તમામ 26 બેઠકો પર જીત મેળવી હેટ્રીકનો લક્ષ્યાંક રાખ્યો છે. આથી બજેટમાં સરકાર નાગરિકોના હિતમાં કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.

  • 02 Feb 2024 08:48 AM (IST)

    વિકાસનો 25 વર્ષનો રોડ મેપ !

    ગુજરાત સરકારનું બજેટ આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું હશે, જેમાં સરકારનું વિઝન જોવા મળશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક અગત્યના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.

  • 02 Feb 2024 08:47 AM (IST)

    સરકાર રજૂ કરી શકે છે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

    રાજ્ય સરકારે 2023-2024ના વર્ષના બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું, ત્યારે આ વખતે બજેટના કદમાં 15થી 20 ટકાનો વધારો સૂચવાય તેવી સંભાવના છે. લોકસભાની ચૂંટણી હોવાથી નવા કોઇ કરવેરા પ્રજા માથે લાદવામાં નહીં આવે તેમ મનાઇ રહ્યું છે. બીજી તરફ વીજ શુલ્ક તેમજ સ્ટેમ્પ ડ્યુટીમાં આંશિક રાહત આપવામાં આવી શકે છે.

Published On - Feb 02,2024 8:47 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">