Panchmahal : ગોધરામાં જૂની ઈમારતમાં લાગી ભીષણ આગ, 10થી વધુ મકાન અને દુકાનો આવી આગની ઝપેટમાં, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલના ગોધરામાં જૂની ઈમારતમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિંગલ ફળિયા રોડ પર હોટલ રોયલ નજીક આગ લાગી હોવાની ઘટના બની છે.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે પંચમહાલના ગોધરામાં જૂની ઈમારતમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિંગલ ફળિયા રોડ પર હોટલ રોયલ નજીક આગ લાગી હોવાની ઘટના બની છે. 10થી વધુ મકાન અને દુકાનો આગની ઝપેટમાં આવી હતી. બિલ્ડિગમાં રહેતા ચાર પરિવારને સલામત સ્થળે ખસેડાયા હતા. ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.
ગોધરામાં જૂની ઈમારતમાં લાગી ભીષણ આગ
બિલ્ડિંગની નીચેના ભાગમાં આવેલી ઓઈલની દુકાનમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. ત્યારબાદ જોત-જોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. જો કે હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. જો કે સદનસીબે દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે.
મહેસાણા ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. વુડલ મટીરીયલ બનાવતી ફેકટરી, લાટી, બાઈક ગેરેજમાં આગ લાગી હતી. આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગમાં લાખોના માલને નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
