Mehsana : ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ, વાહનો બળીને ખાખ, જુઓ Video
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મહેસાણા ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. વુડલ મટીરીયલ બનાવતી ફેકટરી, લાટી, બાઈક ગેરેજમાં આગ લાગી હતી.
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. મહેસાણા ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે. મહેસાણાના ઊંઝા હાઈવે પર આવેલી ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. વુડલ મટીરીયલ બનાવતી ફેકટરી, લાટી, બાઈક ગેરેજમાં આગ લાગી હતી.
આગના કારણે ગેરેજમાં આવેલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આગમાં લાખોના માલને નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઊંઝા ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સુરતના ઓલપાડમાં ભીષણ આગમાં ફસાયા હતા 8 લોકો
બીજી તરફ સુરતના ઓલપાડના માસમા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના બની હતી. ડાય બનાવતી શ્રીજી ડાયમંડ કંપનીમાં લાગી ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. બીજામાળે આગમાં ફસાયેલા 8 લોકોને બચાવ્યા હતા.જેમાં બે મહિલા,બે બાળકો સહિત 8 લોકોનું દિલ ધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આગમાં કંપનીની મશીનરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
