Surat : ગાંજાની હેરાફેરી કરતા દિવ્યાંગ યુવાનની કરાઈ ધરપકડ, 10 કિલો ગાંજો ઝડપાયો, જુઓ Video
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાંથી ગાંજાની હેરાફેરી કરતા દિવ્યાંગ યુવાનની ધરપકડ કરાઈ છે. કાપોદ્રા ભરવાડ ફળીયામાં ગાંજાની હેરાફેરી કરતા આરોપી હતો.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાંથી ગાંજાની હેરાફેરી કરતા દિવ્યાંગ યુવાનની ધરપકડ કરાઈ છે. કાપોદ્રા ભરવાડ ફળીયામાં ગાંજાની હેરાફેરી કરતા આરોપી હતો. દિવ્યાંગ હોવાથી કોઈને પણ શંકા ન જતા સરળતાથી ગાંજો વેચાતો હોવાનું ઝડપાયો હતો. એક લાખથી વધુની કિંમતનો 10 કિલોથી વધુનો ગાંજો જપ્ત કરાયો હતો. ગાંજો ક્યાંથી લાવ્યો અને કોને આપતો તે અંગે આરોપીની પૂછપરછ કરવામાં આવી છે.
સુરતમાંથી 1 કરોડનો ઝડપાયો હતો દારુ
બીજી તરફ સુરતના કામરેજ ટોલનાકા પાસેથી મોટી માત્રામાં દારુનો જથ્થો ઝડપાયો હતો. SMCએ બાતમીના આધારે દરોડા પાડી દારુ ભરેલુ કન્ટેનર ઝડપી પાડ્યું હતો. મહારાષ્ટ્રથી કચ્છ તરફ કન્ટેનર જઈ રહ્યું હતુ ત્યારે ઝડપાયું હતુ. કન્ટેનરને અટકાવી તપાસ કરતા દારૂનો જથ્થો ઝડપાયો હતો. 67 લાખના દારુ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. SMC દ્વારા એક આરોપીની ધરપકડ કરી હતો. તેમજ બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતો.

આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video

NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
